અમદાવાદઃ ઇસરોના લેબોરેટરી વિભાગમાં લાગી, બ્રિગેડ કોલ જાહેર કરાયો

News18 Gujarati
Updated: May 3, 2018, 3:58 PM IST
અમદાવાદઃ ઇસરોના લેબોરેટરી વિભાગમાં લાગી, બ્રિગેડ કોલ જાહેર કરાયો

  • Share this:
અમદાવાદ ખાતે આવેલી પ્રસિદ્ધ અંતરિક્ષ સંશોધન સંસ્થા ISRO(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ની લેબોરેટરીમાં આજે કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. રામદેવનગર ખાતે આવેલી ઈસરોમાં એકાએક લાગેલી આગ બાદ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બ્રિગેડ કોલ(આખા શહેરના ફાયર ફાઇટર્સને એક સ્થળે બોલાવવા) જાહેર કરાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 25 કરતા વધારે ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં 60 જેટલા ફાયર ફાઇટર્સ આગ પર કાબૂ મેળવવા કામે લાગ્યા હતા. આગને કારણે સીઆઈએસએફના ત્રણ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા.

શોર્ટ સર્કિટને કારણે લાગી આગ

ઇસરોની 37 નંબરની લેબોરેટરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનાની ગંભીરતને ધ્યાનમાં રાખીને 10 જેટલી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઇસરોમાં કામ કરતા કર્મચારીઓના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અંદર કામ કરતા તમામ લોકો સુરક્ષિત છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદ ખાતેના કલેક્ટર વિક્રાંત પાંડે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને કારણે બિલ્ડિંગમાંથી ધુમાડા બહાર નીકળતા જોવા મળ્યા હતા. બપોરે બે વાગ્યાની આસપાસ લાગેલી આગ પર બે કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો હતો.

ઇસરો શું છે?

ઇસરો અંતરિક્ષ પર સંશોધન કરતી એક સંસ્થા છે. ઇસરોની સ્થાપના ડો. વિક્રમ સારાભાઈએ 1966માં કરી હતી. અમદાવાદ ખાતે આવેલી ઇસરોમાં અંતરિક્ષ સંશોધનની સાથે સાથે સેટેલાઇટ્સના અમુક પાર્ટ્સ પણ બનાવવામાં આવે છે. ચંદ્રાયન અને મંગળયાનમાં વાપરવામાં આવેલા કેટલાક પાર્ટ્સ પણ અહીં જ બનાવવામાં આવ્યા હતા.
First published: May 3, 2018, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading