મહિલા હેલ્પલાઇન 'અભયમ'માં કામ કરતી મહિલાકર્મી સાથે જ થઇ છેડતી, નોંધાઇ FIR

મહિલા હેલ્પલાઇન 'અભયમ'માં કામ કરતી મહિલાકર્મી સાથે જ થઇ છેડતી, નોંધાઇ FIR
પ્રતિકાત્મક તસવીર

અભયમમાં કામ કરતી અને ચાંદખેડામાં રહેતી યુવતીની પડોશી યુવક છેડતી કરવાનો પ્રયાસ કર્યો, જો કે મહિલાની ચપળતાએ યુવકના કાળા કારનામાને સફળ ન થવા દીઘા.

  • Share this:
મહિલાઓની સુરક્ષા માટે સરકાર અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી 'અભયમ' હેલ્પલાઈન 181 માટે કામ કરતી મહિલા કર્મચારી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓની મદદે પહોંચતી મહિલા કર્મીઓની અભયમની ટીમમાં કામ કરતી મહિલાને જ છેડતી જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.  હાલ આ મામલે FIR નોંધવામાં આવી છે.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઘરમાં યુવતીની એકલતાનો લાભ લઇ પાડોશી યુવકે ઘરમાં ઘુસી તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા યુવક પાછળના દરવાજેથી નાસી ગયો હતો. યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ચાંદખેડા વિસ્તારમાં આવેલા બંગ્લોઝમાં 34 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. યુવતીની તબિયત સારી ન હોવાથી હાલ તે રજા પર હોવાથી ઘરે હતી. દિવાળી આવતી હોવાથી યુવતીના માતા-પિતા વતનમાં ઘરની સફાઈ અને અન્ય કામથી ગયા હતા. ઘરે ભાઈ અને બહેન એકલા જ રહેતા હતા. ગુરુવારે સવારે યુવતીનો ભાઈ નોકરી ગયો હતો અને યુવતી ઘરે એકલી હતી. સાંજે 7 વાગ્યાની આસપાસ યુવતી રૂમમાં પૂજાપાઠ કરવા બેઠી હતી. દરમ્યાનમાં અવાજ આવતા તેને એવો એહસાસ થયો હતો કે ભાઈ આવ્યો છે. જેથી તેણે ભાઈના નામે બૂમ પાડી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

વધુ વાંચો : આ છે Miના સૌથી સસ્તા ક્વાડ કેમેરા, પાવરફૂલ બેટરીવાળા 4G સ્માર્ટફોન, ચેક કરો આખું લિસ્ટ

જેથી ઉભા થઇને જોવા જતાં બાજુમાં રહેતો પરેશ નામનો યુવક ઘરમાં ઘુસી આવ્યો હતો. ઘરમાં કેમ આવ્યા છે? કહેતા જ તું મારી વાત સાંભળ કહી આબરૂ લૂંટવા યુવક આગળ આવતા યુવતીએ બુમાબુમ કરી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેનો ભાઈ પણ આવી ગયો હતો. દરમિયાન યુવક પાછળના દરવાજેથી ફરાર થઈ ગયો હતો. ત્યારપછી આ મામલે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ત્યારે સામાન્ય રીતે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓની મદદ કરતી અભયમ ટીમની મહિલાકર્મી સાથે જ આવી ઘટના થતા આ વાત ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ રાજ્યમાં મહિલા સુરક્ષાની સ્થિતિ કેવી રીતે વણસી રહી છે તે વાતનું ઉદાહરણ પણ આવા વધતા જતા કેસ જણાવી રહ્યા છે.
Published by:Chaitali Shukla
First published:October 30, 2020, 11:04 am

ટૉપ ન્યૂઝ