અમદાવાદ : માસ્ક ન પહેરનાર પર ત્રીજા દિવસે પણ તવાઇ, 6 લાખથી વધારે દંડ વસુલ કરાયો


Updated: July 15, 2020, 10:43 PM IST
અમદાવાદ : માસ્ક ન પહેરનાર પર ત્રીજા દિવસે પણ તવાઇ, 6 લાખથી વધારે દંડ વસુલ કરાયો
પ્રતિકાત્મક તસવીર

પાન મસાલાની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સટીંગના ભંગ અને જાહેરમા થુંકવા બદલ 3 લાખ 32 હજાર દંડ વસુલ કરાયો

  • Share this:
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગનો ત્રીજા દિવસે પણ સપાટો યથાવત્ રહ્યો હતો. કોવિડ-19ની મહામારી વચ્ચે એએમસી દ્વારા માસ્ક ન પહેરનાર, જાહેર રસ્તા પર થુંકનાર પર જાહેર નામાના ભંગ બદલ કાર્યવાહી આજે પણ ચાલુ રાખી હતી.

ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા સોલિડ વેસ્ટ ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું હતું કે એએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા 150 ટીમ બનાવી શહેરના અલગ અલગ ઝોનમા છેલ્લા ત્રણ દિવસમા માસ્ક ન પહેરાનાર 1739 ઇસમો સામે 6 લાખ 97 હજાર 500 દંડ વસુલ કરાયો છે .આ ઉપરાત પાન મસાલાની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સટીંગના ભંગ અને જાહેરમા થુંકવા બદલ 514 યુનિટ અને 3 લાખ 32 હજાર દંડ વસુલ કરાયો છે. કોરોનાનુ સંક્રમણ શહેરમાં વધી રહ્યું છે. લોકો માસ્ક સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરતા નથી. જેના પગલે હવે એએમસી દ્વારા દંડની રકમ વધારવામા આવી છે. પહેલા રાજ્ય સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર માટે 200 રૂપિયા દંડ હતો જે વધારીને 500 રૂપિયા કરાયો છે. આ ઉપરાત પાન ગલ્લાની બહાર થુંકનાર સામે કાર્યવાહી કરાશે તેમજ દુકાન માલિક સામે પણ 10 હજાર દંડ તેમજ એકમ સીલ કરવાની કાર્યવાહી કરાશે. માસ્ક ન પહેરનારને દંડ વસૂલાત સાથે તેમને ફ્રી માં માસ્ક પણ આપવામા આવશે. અમદાવાદીઓની આદત સુધારવા માટે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ : ઓક્સફોર્ડની વેક્સીન સફળ રહેશે તો ભારતને કેમ મળશે મોટો ફાયદો?


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં આવેલ પાનના ગલ્લાને આડેધડ સિલીંગ કરવાની કામગીરી કરે છે. જેનો વિરોધ વિપક્ષ નેતા દિનેશ શર્મા એ કર્યો છે. વિપક્ષ નેતા દિનેશ શર્માએ સત્તા પક્ષ અને વહિવટી તંત્ર પર આરોપ લગાવતા કહ્યું હતુ કે પાન ગલ્લાના માલિકો જાણે આંતકવાદીઓ હોય તેમ એએમસી ટીમ પહોંચીને પાન ગલ્લા સીલ કરે છે. જો ચોવીસ કલાકમાં પાન ગલ્લા ખોલવામાં નહી આવે તો પાન ગલ્લાના માલિકોને સાથે રાખી એએમસી કચેરી સામે ધરણા કરીશું. ચોવીસ કલાકમાં પાન ગલ્લાઓ જે સીલ કરાયા છે તે ખોલી નાખવામા આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી છે. એક તરફ સરકાર આત્મનિર્ભર બનવાની વાતો કરે છે પરંતુ બીજી તરફ સત્તા પક્ષ લોકોને બેરોજગાર બનાવી રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: July 15, 2020, 10:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading