Home /News /madhya-gujarat /જાણો તસ્કરો ઘરફોડ ચોરી માટે માહિતી ક્યાંથી ભેગી કરે છે : કેવી રીતે રહેશો સતર્ક

જાણો તસ્કરો ઘરફોડ ચોરી માટે માહિતી ક્યાંથી ભેગી કરે છે : કેવી રીતે રહેશો સતર્ક

જાણો તસ્કરો ઘરફોડ ચોરી માટે માહિતી ક્યાંથી ભેગી કરે છે

Ahmedabad: દિવાળીનાં વેકેશન (Diwali Vacation) દરમિયાન જો આપ બહારગામ ફરવા જઇ રહ્યા હોવ તો સતર્ક રહેજો. ક્યાંક એવું ન બને કે તમે પ્રવાસમાં ફરવાની મજા માણતાં હોવ અને અહીં તમારા બંધ મકાનમાં (Ahmedabad Crime) તસ્કરો હાથ ફેરો કરી જાય. જોકે પોલીસે (Ahmedabad Police) આ ચોરીની ઘટનાઓ સામે પેટ્રોલીંગ વધારી દીધું છે. તસ્કરો આવી ઘટનાઓને અંજામ ન આપી શકે તે માટે લોકોએ સતર્ક રહેવું પડશે.

વધુ જુઓ ...
અમદાવાદમાં (Ahmedabad City) દિવાળીનાં વેકેશનમાં (Diwali Vacation) મોટાભાગે લોકો હિલસ્ટેશન કે પ્રવાસન સ્થળો  પર ફરવા જતા હોય છે. અને આ તકનો લાભ લઈને તસ્કરો આવા લોકોના ઘરમાં હાથ ફેરો કરી જતા હોય છે. મોટા ભાગે બંધ મકાનો જ તસ્કરોનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. ત્યારે આવી ઘરફોડ ચોર ગેંગ સામે પોલીસ (Ahmedabad Police) સતર્ક થઈ પેટ્રોલીંગ વધાર્યું છે. પણ  સૌથી મોટી વાત એ છે કે તમે બહાર ફરવા ((Ahmedabad Crime) ગયા છો તમારું ઘર બંધ રહેવાનું છે એ વિગતો તસ્કરો ક્યાંથી મેળવે તે જાણવું જરૂરી છે.

દિવાળીનાં (Diwali 2021) વેકેશન દરમિયાન જો આપ બહારગામ ફરવા જઇ રહ્યા હોવ તો સતર્ક રહેજો. ક્યાંક એવું ન બને કે તમે પ્રવાસમાં ફરવાની મજા માણતાં હોવ અને અહીં તમારા બંધ મકાનમાં તસ્કરો હાથ ફેરો કરી જાય. જોકે પોલીસે આ ચોરીની ઘટનાઓ સામે પેટ્રોલીંગ વધારી દીધું છે. તસ્કરો આવી ઘટનાઓને અંજામ ન આપી શકે તે માટે લોકોએ સતર્ક રહેવું પડશે. કારણ કે તમે દિવાળીના વેકેશનમાં ફરવા જવાના છો અને આપનું મકાન 10થી 15 દિવસ બંધ રહેવાનું છે તેની માહિતી ક્યાંકને ક્યાંક જાહેર કરવામાં તમે જ જવાબદાર હોય છે.

કારણ જે મોટા ભાગે ચોરી અને લૂંટની બનતી ઘટનાઓમાં જાણ ભેદુ જ જવાબદાર હોય છે. તમારા ઘરે કામ કરતા ઘરઘાટી, સોસાયટીમાં આવતા જતા ફેરિયાવાળા કે પછી દૂધ આપવા આવતા દૂધ વાળાઓ જ સૌથી વધુ વિગત જાણતા હોય છે કે કયું ઘર કેટલા દિવસ માટે બંધ રહેવાનું છે. બીજું કે તસ્કરો પણ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે આવા ફેરિયાના રૂપમાં જે અન્ય કોઈ રીતે સોસાયટીમાં રેકી કરતા હોય છે.

એટલે બહાર ફરવા જવાની વિગતો અજાણ્યા લોકો સામે જાહેર કરતા ચેતવું જોઈએ. સોસાયટીઓ ચેરમેન સેક્રેટરીએ પણ આવા તહેવારના સમયમાં ફેરિયાઓની સોસાયટીમાં અવરજવર પર રોક લગાવવી જોઈએ. એવી જ રીતે ઘણા લોકો બહારગામ ફરવા જવાની નાનામાં નાની વિગતો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે.

આવી નાની અમથી વિગતો પણ ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવા  તસ્કરો માટે કાફી હોય છે. જેથી આ માહિતી સોશ્યિલ મીડિયામાં અપલોડ કરવાનું ટાળવું જોઈએ. મહત્વનું છે કે આમ તો પોલીસ દિવાળીમાં બનતી ઘરફોડ ચોરી અને લૂંટની ઘટનાઓ સામે પેટ્રોલીંગ અને સોસાયટીના ચેરમેન સેક્રેટરી સતર્ક રહેવાની અપીલ તો પોલીસ ઓ દ્વારા કરાઇ છે પણ સાથે લોકોએ પણ એલર્ટ રહેવું પડશે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad police, Diwali 2021, Diwali vacation, અમદાવાદ ક્રાઇમ, અમદાવાદ શહેર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन