Home /News /madhya-gujarat /હોળી પહેલા હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વિસ્તારમાં રહેતા લોકોની હોળી બગડશે

હોળી પહેલા હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વિસ્તારમાં રહેતા લોકોની હોળી બગડશે

શહેરના લોકોએ હિટવેવનો સામનો કરવો પડશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી (Heat) પડશે. આમ, દરેક ગુજરાતના લોકોએ હવે ગરમી (Heat) સહન કરવી પડશે. અમદાવાદ (Ahmedabad) જેવા બીજા શહેરોમાં ગરમીનો પારો વધતા જ બપોરના રોડ (Road) સુમસામ થવા લાગે છે અને લોકો બને ત્યાં સુધી ઘરની (House) અને ઓફિસની (Office) બહાર નિકળવાનું ટાળતા હોય છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: ગુજરાતનું (Gujarat) વાતવરણ હાલમાં એકદમ જ બદલાઇ ગયુ છે. વાતવરણમાં અચાનક પલટો આવવાને કારણે બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. વાતાવરણમાં પલટો આવવાને કારણે બે દિવસ પહેલા જ અમદાવાદમાં (Ahmedabad) કમોસમી વરસાદ (Rain) આવ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના (Farmer) પાકને અનેક ઘણું નુકસાન થયું છે.

    ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી (Heat) પડશે. આમ, દરેક ગુજરાતના લોકોએ હવે ગરમી (Heat) સહન કરવી પડશે. અમદાવાદ (Ahmedabad) જેવા બીજા શહેરોમાં ગરમીનો પારો વધતા જ બપોરના રોડ (Road) સુમસામ થવા લાગે છે અને લોકો બને ત્યાં સુધી ઘરની (House) અને ઓફિસની (Office) બહાર નિકળવાનું ટાળતા હોય છે.
    હોળીના તહેવાર પહેલા જ લોકોએ કાળઝાળ ગરમીને (Heat) સહન કરવી પડશે. માનવામાં આવે છે કે, માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી શકે છે. આમ, આ વખતે માર્ચ મહિનાથી જ અમદાવાદ, ગાંધીનગર જેવા બીજા અનેક શહેરના લોકોએ હિટવેવનો (Heat wave) સામનો કરવો પડશે.

    વાતાવરણમાં પલટો આવવાને કારણે આગામી અઠવાડિયામાં કાળઝાળ ગરમી પડી શકે છે. આવતા અઠવાડિયામાં ગરમીનો પારો ઊંચો જશે. 10 માર્ચથી 16 માર્ચ સુધી ગરમીનો પારો ખૂબ જ ઝડપથી વધી શકે છે. જો આ પ્રમાણે ગરમી પડશે તો આ સીઝનની પહેલી હિટવેવ સાબિત થઇ શકે છે.

    આ પણ વાંચો: પંજાબમાં ઐતિહાસિક જીત બાદ AAPનો 'જોશ હાઇ', હવે ગુજરાત અને હિમાચલ પર નજર

    ઉલ્લેખનીય છે કે, હાલમાં ઉત્તર દિશામાંથી પવન (Wind) ફુંકાઇ રહ્યો છે, જ્યારે આગામી સપ્તાહની વાત કરીએ તો ઉત્તર – પશ્વિમથી પણ પવન (Wind) ફુંકાઇ શકે છે. આ સાથે જ ખેડૂતો માટે એક દુ:ખના સમાચાર એ છે કે 16 માર્ચની આસપાસના દિવસોમાં વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના વધારે પ્રમાણમાં છે. તો અમદાવાદ જેવા અનેક શહેરોના લોકો હવે હિટવેવનો સામનો કરવા માટે તૈયાર થઇ જાવો.

    આ પણ વાંચો: જામનગરમાં યોજાયો લોકડાયરો, VIDEOમાં જુઓ ચલણી નોટોનો વરસાદ

    બદલાતી ઋતુની વચ્ચે તમે અને તમારા પરિવારમાં ગરમીથી બચવા અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખજો. નહિં તો આ કાળઝાળ ગરમીમાં લુ લાગવી, ડિહાઇડ્રેશન (Dehydration) થવું જેવી બીજી અનેક બીમારીઓની ઝપેટમાં તમે જલદી આવી શકો છો. આ માટે તમે જ્યારે કાળઝાળ ગરમીમાં બહાર જાવો ત્યારે ખાસ કરીને ફેસને (Face) કવર કરો. જેથી કરીને ગરમી ઓછી લાગે અને સાથે લૂ લાગવાના ચાન્સિસ પણ ઘટી જાય.

    આ પણ વાંચો: 12 વર્ષના ભુલકાએ વડાપ્રધાન માટે ખાસ તૈયાર કરી અનોખી ભેટ

    આમ, જો તમારા ઘરમાં નાના બાળકો (Children) છે. તો એમને આવતા અઠવાડિયામાં ઘરમાં રાખવાનો આગ્રહ રાખજો. જેથી કરીને કોઇ બાળક બીમારીની ઝપેટમાં આવે નહિં.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Garmi, Heatwave, અમદાવાદ, ગરમી, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन