નોટબંધી: દેશમાં ડિજિટલ ટ્રાન્જેકશન વધારવા સરકારે આપી વિશેષ રાહત, શું છે ફાયદા? જાણો

Haresh Suthar | Pradesh18
Updated: December 8, 2016, 7:14 PM IST
નોટબંધી: દેશમાં ડિજિટલ ટ્રાન્જેકશન વધારવા સરકારે આપી વિશેષ રાહત, શું છે ફાયદા? જાણો
નોટબંધીના એક મહિના બાદ કેન્દ્ર સરકારે આજે ફરી એકવાર મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જાહેરાત કરી છે કે, ડિજિટલ પેમેન્ટ કરનારાઓને પેટ્રોલ ડિઝસ સસ્તુ મળશે. અરૂણ જેટલીએ ઓનલાઇન રેલવે ટિકિટ બુક કરનારાઓ અને ખેડૂતો માટે પણ વિવિધ ફાયદેમંદ જાહેર કરી છે.

  • Pradesh18
  • Last Updated: December 8, 2016, 7:14 PM IST
  • Share this:
નવી દિલ્હી #નોટબંધીના એક મહિના બાદ કેન્દ્ર સરકારે આજે ફરી એકવાર મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જાહેરાત કરી છે કે, ડિજિટલ પેમેન્ટ કરનારાઓને પેટ્રોલ ડિઝસ સસ્તુ મળશે. અરૂણ જેટલીએ ઓનલાઇન રેલવે ટિકિટ બુક કરનારાઓ અને ખેડૂતો માટે પણ વિવિધ ફાયદેમંદ જાહેર કરી છે.

4.5 કરોડ લોકો રોજ પેટ્રોલ ડિઝલ ખરીદે છે. જેની કિંમત અંદાજે 18 કરોડ થવા જાય છે. એક મહિનામાં કેશલેસ પેમેન્ટ 20 ટકાથી વધીને 40 ટકા થયું છે. કેશલેસ ટ્રાન્જેકશનને પ્રોત્સાહન આપવા માટે સરકાર ડિજિટલ પેમેન્ટ કરનારાઓને વધારાનું 0.75 ડિસ્કાઉન્ટ આપશે.

અરૂણ જેટલીએ કહ્યું કે, નોટબંધીનો એક મહિનો પુરો થયો છે. આ એક મહિનામાં મોટા પાયે કેશલેસ ટ્રાન્જેકશન થયું છે. તેમણે કહ્યું કે, 4 કરોડ 32 હજાર ખેડૂતો કે જેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે એમને સરકાર રૂપે કાર્ડ આપશે. જેનાથી તેઓ ખરીદી કરી શકશે. ઉપરાંત ઓનલાઇન રેલવે ટિકિટ બુક કરાવનારાઓને સરકાર 10 લાખનું વીમ કવચ આપશે. કેશ ટિકિટ ખરીદનારાઓને વીમાનું રક્ષણ નહીં મળે.

આ ઉપરાંત ઓનલાઇન ઇન્શ્યોરન્સ પેમેન્ટ પર જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં 10 ટકા અને લાઇફ ઇન્શોરન્સ કંપનીઓમાં 8 ટકાની છૂટ અપાશે. નેશનલ હાઇવે પર ટોલ બુથે કાર્ડ પેમેન્ટ કરવાથી 10 ટકા છુટ મળશે.
First published: December 8, 2016
વધુ વાંચો
अगली ख़बर