નાણામંત્રી અરૂણ જેટલી બોલ્યા, નોટબંધીથી અમીર થયો દેશ, સાથ આપનારાઓનો આભાર

Haresh Suthar | Pradesh18
Updated: December 29, 2016, 5:23 PM IST
નાણામંત્રી અરૂણ જેટલી બોલ્યા, નોટબંધીથી અમીર થયો દેશ, સાથ આપનારાઓનો આભાર
નોટબંધી બાદ જુની નોટ બદલવાની માથાકૂટ હવે પૂર્ણતાના આરે છે. એવા સંજોગોમાં નાણામંત્રી અરૂણ જેટલીએ નોટબંધીને પગલે દેશ અમીર થયાનો દાવો કર્યો છે. ગુરૂવારે સાંજે એમણે આંકડા સાથે આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, જે લોકોએ નોટબંધી મામલે સાથ આપ્યો છે એ તમામનો આભાર.

  • Pradesh18
  • Last Updated: December 29, 2016, 5:23 PM IST
  • Share this:
નવી દિલ્હી #નોટબંધી બાદ જુની નોટ બદલવાની માથાકૂટ હવે પૂર્ણતાના આરે છે. એવા સંજોગોમાં નાણામંત્રી અરૂણ જેટલીએ નોટબંધીને પગલે દેશ અમીર થયાનો દાવો કર્યો છે. ગુરૂવારે સાંજે એમણે આંકડા સાથે આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, જે લોકોએ નોટબંધી મામલે સાથ આપ્યો છે એ તમામનો આભાર.

નાણા મંત્રી અરૂણ જેટલીએ ગત વર્ષની સરખામણીએ દેશમાં આ વર્ષે રવિ પાકના ઉત્પાદનમાં 6.3 ટકાનો વધારો થયો હોવાનો દાવો કર્યો. તેમણે કહ્યું કે, નોટબંધીથી દેશને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ફાયદો થયો છે. ટેક્ષ થવામાં પણ વધારો થયો છે અને બેંકોમાં એ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે.

નોટબંધીની ટીકા કરનારાઓનું મોં બંધ કરવા તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું કે, તમામ વિસ્તારોમાં ટેક્ષ જમા થવામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, 30 નવેમ્બર સુધી કેન્દ્રિય અપ્રત્યક્ષ કરોમાં 26.2 ટકાનો વધારો દેખાય છે. જેમાં 43.5 ટકા એક્સાઇઝ ડ્યૂટી, 25.7 ટકા સર્વિસ ટેક્ષ અને 5.6 ટકા કસ્ટમ ડ્યૂટીમાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે, પ્રત્યક્ષ કરોમાં કુલ જમા થયેલી રકમ ગત વર્ષની સરખામણીએ વધીને 14.4 ટકા નોંધાઇ છે. જે ગત વર્ષે આ વિકાસ દર 8.3 ટકા હતો.

કેન્દ્રિય નાણામંત્રીએ કહ્યું કે, નવી નોટોની આવક ઝડપથી થઇ રહી છે. નોટબંધીને કારણે કોઇ જગ્યાએથી કોઇ ખરાબ સમાચાર આવ્યા નથી. ગત છ સપ્તાહ દરમિયાન સ્થિતિમાં સતત સુધારો થયો છે. સ્થિતિ જલ્દીથી સામાન્ય થવાની દિશામાં આગળ વધી રહી છે.
First published: December 29, 2016
વધુ વાંચો
अगली ख़बर