જાણીતા અભિનેતા અને દિગ્દર્શક આશિષ કક્કડનું નિધન, કોલકત્તામાં હાર્ટ એટેક આવ્યો

જાણીતા અભિનેતા અને દિગ્દર્શક આશિષ કક્કડનું નિધન, કોલકત્તામાં હાર્ટ એટેક આવ્યો
આશિષ કક્કડે ગુજરાતી સિનેમાને અનેક રીતે યોગદાન આપ્યું હતું. તેઓ જાણીતા નાટ્યકાર પણ હતા

કોલકત્તા પ્રવાસ દરમિયાન ઊંઘમાં હતા ત્યારે જ હાર્ટ એટેક આવતા નિધન થયું, ગુજરાતી સિનેમા પર ઊપરાછાપરી ત્રીજી મોટી ઘાત

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસની મહામહામારી વચ્ચે જ્યારે ગુજરાતી ફિલ્મના જાણીતા (Gujarati Film Industry) અદાકાર નરેશ કનોડિયાના નિધનના દુખમાંથી રાજ્યની જનતા ઉગરી નથી ત્યાં વધુ એક કલાકાર-દિગ્દર્શકનું નિધન થતાં શોકનું મોજું છવાઈ ગયું છે. અમદાવાદ રહેતા રાજ્યના જાણીતા ફિલ્મકાર, (Film Director Ashish KaKkad Died) અભિનેતા દિગ્દર્શક અને નાટ્યકાર આશિષ કક્કડનું દુ:ખદ નિધન થયું છે. આશિષ કક્કડના નિધનના પગલે તેમના ચાહકોને ઉંડો આઘાત લાગ્યો છે.

  કોલેજકાળથી જ નાટ્યક્ષેત્રે રસ ધરાવતા આશિષને અભિનય કરતા બેકસ્ટેજ- લાઈટિંગ જેવી પ્રોડ્ક્શનની ઝીણી ઝીણી વાતોમાં વધુ રસ પડતો. પોતાના કૉલેજ કાળ દરમિયાન જ આશિષે એક શોર્ટ ફિલ્મ બનાવી, જેને ફિલ્મોના વિવિધ પાસાઓના જાણકારોએ બિરદાવતા તેમને અભિનય અને ફિલ્મોને ક્ષેત્રે આગળ વધવાનું પ્રોત્સાહન મળ્યું.  આ પણ વાંચો :  રાજ્યમાં વાયરસના વળતા પાણી! Coronaનાં 875 નવા કેસ, 1004 દર્દી સાજા થયા

  ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘બેટર હાફ’થી સમાંતર ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કરનાર આશિષ કક્કડ નાટક-ટીવી અને ફિલ્મો જેવા ત્રિવિધ માધ્યમમાં એમની પ્રતિભા દર્શાવી ચૂક્યા છે. પોતે અભિનેતા હોવા છતાં પરદા પાછળના કાર્યોમાં વધુ રસ ધરાવતા આશિષે અભિનેતા તરીકે પણ કામ કર્યુ હતું. તેઓ ઉમદા સ્વરકાર વ્યક્તિ હતા. તેમના નિધનના સમાચાર મળતા જ ગુજરાતી કર્મશીલો, પત્રકારો અને નાટયકારો તેમજ ફિલ્મ અને સાહિત્ય જગત સાથે સંકળાયેલા અનેક લોકોએ અશ્રુભેર શ્રદ્ઘાંજલિ આપી હતી.

  આશિષ કક્કડ તેમના દિકરાના જન્મદિવસની ઉજવણી કરવા અમદાવાદથી ખાસ કલકત્તા ગયા હતા, જે 6 નવેમ્બરે પરત આવવાના હતા. તેઓ પરિવાર સાથે ગયા હતા અને સ્વસ્થ્ય હતા પરંતુ ઊંઘમાં જ તેમના હ્રદયનો હુમલો આવતા પ્રાણનું પંખેરૂ ઊડી ગયું હતું તેવું તેમના મિત્રો પાસેથી જાણવા મળ્યું છે.

  આ પણ વાંચો :  અમદાવાદ : ગરીબોને આપવાનું સરકારી અનાજ ઝડપાયું, 2500 કિલો ઘઉના જથ્થા સાથે ત્રણ અટકાયત

  ફિલ્મ 'બેટર હાફ' એક માઇલ સ્ટોન હતો

  આશિષ કક્કડે પોતાની ફિલ્મ 'બેટર હાફ' ફિલ્મથી ગુજરાતી સિનેમામાં નવો પ્રાણ ફૂંક્યો હતો. ત્યારબાદ તેમણે 2016માં 'મિશન મમ્મી' નામની ગુજરાતી ફિલ્મ ડિરેક્ટ કરી હતી.  'બે યાર', 'વિટામિન શી', 'કાઇ પો છે' વગેરે ફિલ્મોમાં તેમણે અમુક કિરદારોમાં અભિયનના અજવાળા પાથર્યા હતા પરંતુ ગ્રામિણ વિષયો પર બનતી ગુજરાતી ફિલ્મોની વચ્ચે 'બેટર હાફ' એક માઇલ સ્ટોન સમાન ફિલ્મ હતી

  Published by:Jay Mishra
  First published:November 02, 2020, 19:37 pm