નાટક 'ગુજ્જુભાઈની ગોલમાલ'માં દારૂ સાથે ગાયત્રી મંત્રનાં જાપ કરવા બદલ સિદ્ધાર્થ રાંદેરિયા સામે ફરિયાદ

નાટક 'ગુજ્જુભાઈની ગોલમાલ'માં દારૂ સાથે ગાયત્રી મંત્રનાં જાપ કરવા બદલ સિદ્ધાર્થ રાંદેરિયા સામે ફરિયાદ
ફાઇલ તસવીર

આ સીનની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જબરદસ્ત વિવાદ થયો હતો. જે બાદ હવે ફરિયાદ પણ નોંધાઇ છે.

 • Share this:
  નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે આઠેક વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક 'ગુજ્જુભાઈની ગોલમાલ'ના એક સીન સામે જેમા દારૂ સાથે ગાયત્રી મંત્રના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. આ સીનમાં ગુજ્જુભાઇ ઘરમાં દારૂ પીતા હોય ત્યારે પત્ની પૂજાપાઠ કરતી હોય એટલે પોતાની દારૂની લતની ખબર ન પડે એ માટે તે મંત્રજાપ સમયે પાસે પડેલા તાંબાના કળશમાં શરાબની બોટલ ખાલી કરીને પત્ની સાથે ગાયત્રી મંત્ર બોલતી વખતે એ મંત્રમાં ભૂર્ભૂવઃ સ્વઃ ને બદલે ‘ભરવા દે’ એ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. આ સીનની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જબરદસ્ત વિવાદ થયો હતો. જે બાદ હવે ફરિયાદ પણ નોંધાઇ છે.

  ફરિયાદમાં કડક સજાની માંગ  ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયાનો કોમેડી શો 'ગજ્જુભાઇની ગોલમાલ' પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેના ભાગો યુટ્યુબ પર પણ પ્રસારિત થાય છે. એક દ્રશ્યમાં, હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતા બતાવવામાં આવી છે. તે દરમિયાન, એક્ટર (સિદ્ધાર્થ રાંદેરિયા) તેની ખાતરી કરે છે કે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે. મંત્રો વિશે ઘણાં જોક્સ કરે છે. હકીકતમાં, ગાયત્રી મંત્રએ એક વેદ મંત્ર છે અને દરેક ધાર્મિક વિધિમાં તેનો પાઠ કરવામાં આવે છે. વિકૃતિ દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. તેથી તાત્કાલિક કેસ નોંધવા જોઈએ અને તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક સજા થવી જોઈએ.

  રાજકોટમાં રાત્રિ કરફ્યૂમાં લગ્ન યોજવા પડ્યા ભારે, પિતા સહિત 130થી વધુ લોકો સામે નોંધાઇ ફરિયાદ

  સની દેઓલ થયા કોરોના પોઝિટિવ, મનાલીથી મુંબઈ આવતા પહેલા થઈ પુષ્ટિ

  'નાટકમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન'

  નોંધનીય છે કે, થોડા સમય પહેલા હિન્દુ પરિષદના પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, સિદ્ધાર્થ રાંદેરિયા ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર છે. પણ તેમણે પોતાના નાટકમાં હિંદુ સંસ્કૃતિનું અપમાન કરીને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે. બજરંગ દળે જણાવ્યું હતુ કે, આ ખૂબ જ મોટી ભૂલ છે અને 24 કલાકમાં આ માટે સિદ્ધાર્થ રાંદેરિયાએ માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવો પડશે. આ સંદર્ભમાં પોલીસ ફરિયાદ કરાશે.

  સિદ્ધાર્થ રાંદેરિયાએ માંગી હતી માફી

  જે બાદ સિદ્ધાર્થ રાંદેરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી માફી માગતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. સિદ્ધાર્થ રાંદેરિયાએ વીડિયો માં જણાવ્યું હતુ કે, 'આ જાહેર નિવદેન દ્વારા મારે એટલું જ કહેવાનું કે એ કરવા પાછળ ધાર્મિક લાગણી દુભાવવાનો કે એને ઉલ્લંઘવાનો કોઈ જ આશય નહોતો. એટલે જ આ ઇરાદારહિત ભૂલ માટે દેશ-વિદેશમાં વસતા તમામ દર્શકોની હું અંતઃકરણપૂર્વક માફી માગું છું.' આ ઉપરાંત સ્પષ્ટતા સાથે એ પણ કહ્યું હતું કે, 'આવી કોઈ ભૂલ ભવિષ્યમાં નહીં થાય એની પણ ખાતરી આપું છું.'
  Published by:Kaushal Pancholi
  First published:December 02, 2020, 07:40 am

  टॉप स्टोरीज