Home /News /madhya-gujarat /

અમદાવાદઃ પરિવાર સાથે રીક્ષામાં બેસી બરફ ગોળો ખાવો પડ્યો ભારે, રોડ પર થઈ જોયા જેવી

અમદાવાદઃ પરિવાર સાથે રીક્ષામાં બેસી બરફ ગોળો ખાવો પડ્યો ભારે, રોડ પર થઈ જોયા જેવી

ચાંદખેડા પોલીસ સ્ટેશન

Ahmedabad Crime News: પરિવાર રીક્ષામાં બેસીને બરફ ગોળો (Baraf gola) ખાઈ રહ્યો હતો ત્યારે એક કારમાં આવેલા શખ્સએ ફરિયાદીને રીક્ષા હટાવી લેવા માટે કહીને તેની સાથે મારામારી (fighting) કરી હતી.

અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad news) ચાંદખેડા વિસ્તારમાં રીક્ષામાં પરિવાર સાથે બેસીને બરફ ગોળો (Baraf gola) ખાવો ભારે પડ્યું છે. પરિવાર રીક્ષામાં બેસીને બરફ ગોળો ખાઈ રહ્યો હતો ત્યારે એક કારમાં આવેલા શખ્સએ ફરિયાદીને રીક્ષા હટાવી લેવા માટે કહીને તેની સાથે મારામારી (fighting) કરી હતી. જોકે ફરિયાદીની પત્ની ઝઘડામાં વચ્ચે પડતાં તેને પણ વાળ ખેંચીને માર મારતા પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરવામાં આવી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતો એક પરિવાર કે ગઇકાલે મોડી રાત્રે આઇ ઓ સી રોડ ઉપર બરફ ગોળો ખાવા માટે ગયા હતા. પતિ પત્ની અને બે બાળકો જ્યારે રીક્ષામાં બેસીને બરફ ગોળો ખાઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક કારમાં ત્રણ યુવકો અને એક યુવતી આવ્યા હતા.

જેમાંથી એક ઈસમ કારમાંથી નીચે ઉતરીને બરફની લારી હટાવવાનું કહીને મનફાવે તેમ બોલવા લાગ્યો હતો બાદમાં તેણે ફરિયાદીને પણ તેની રીક્ષા હટાવવા માટે કયું હતું. જો કે ફરિયાદીએ શાંતિ રાખવાનું કહેતા જ ઉશ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીને પણ મનફાવે તેમ ગાળો બોલી નહીં તેની સાથે મારામારી કરવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-Pati, patni aur woh! અમદાવાદઃ 'હું તેને ઘરમાં બેસાડવાનો છું, અને તને કાઢી મૂકવાની છે'

જોકે આ ઘટના જોઈને કારમાં બેઠેલા અન્ય બે ઈસમો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી અને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. ફરિયાદીની પત્ની વચ્ચે પડતાં કારમાં બેઠેલી યુવતી બહાર આવીને તેના વાળ ખેંચી ને મારવા લાગી હતી જ્યારે અન્ય એક ઇસમને ફરિયાદીની પત્નીની ફેંટ પકડી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ પારિવારિક ઝઘડામાં મહિલા ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, પતિ સાથે લાંબા સમયથી ચાલતો હતો વિવાદ

જો કે આસપાસમાં લોકો એકઠા થઇ જતા ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી જેથી એક આરોપીએ ફરિયાદીને ફોન ખેંચીને ફેંકી દીધો હતો. અને ફરિયાદીને આઇ ઓ સી રોડ પર રીક્ષા ચલાવવા નહિ દઉં તેવી ધમકી આપી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.

જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી એને કારમાં સવાર ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર