corona સામે લડવા 108 અને 104 સેવામાં બેથી ચાર ગણો વધારો કરાયો, કેન્દ્ર ટીમે AMCની ચાર સેવાઓનું કર્યું નિરીક્ષણ

corona સામે લડવા 108 અને 104 સેવામાં બેથી ચાર ગણો વધારો કરાયો, કેન્દ્ર ટીમે AMCની ચાર સેવાઓનું કર્યું નિરીક્ષણ
દિલ્હી આરોગ્યની ટીમની તસવીર

મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર દ્વારા એએમસી દ્વારા શરૂ કરાયેલ ધન્વતંરી વાન, ૧૦૪ સેવા, વડીલ સુખાકારી સેવા અને સંજીવનની વાન કામગીરી અંગે માહિતગાર કર્યા હતા ડેપયુટી કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

  • Share this:
અમદાવાદઃ અમદાવાદમાં દિલ્હીની ત્રણ ડોક્ટરોની (Delhi 3 doctors team) ટીમ મુલાકાતે આવે હતી. આ કેન્દ્રીય આરોગ્ય ટીમે (Central Health Team) એસવીપી હોસ્પિટલ (SVP hospital) મુલાકાત લીધી હતી. ડો રાજીવ કુમાર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે શહેરમાં કોરોના સંક્રમણ વધતા અનેક પગલાઓ રાજ્ય સરકાર અને એએમસી તંત્ર તરફથી લેવામા આવ્યા છે .  ૧૦૮ એબ્યુલન્સ સેવા અને ૧૦૪ સેવા કઇ રીતે વધુ ઝડપી બને તેના પર મોટો ભાર મુકવામા આવ્યો છે. અમદાવાદીઓને ઝડપથી કેમ સારવાર મળા રહે તે અભિગમ સરકારનો છે . રાજ્ય સરકાર દ્વારા પહેલા કોવિડ માટે ૨૦ ૧૦૮ એબ્યુલન્સ ફાળવામાં આવી હતી. જેમા ત્રણ ગણો વધારો કરી હવે ૬૩ ૧૦૮ એબ્યુલન્સ મુકાશે . આજ રીતે ૧૦૪ સેવા જેમા અત્યાર સુધી ૧૨૫ એબ્યુલન્સ હતી તેમાં આજ રાત્રથી ૩૫ વધારી કુલ ૧૬૦ એબ્યુલન્સ મુકાશે . આગામી દિવસમાં વધુ ૬૨ ૧૦૪ સેવા ઉમેરી ૨૨૫ ૧૦૪ સેવા એબ્યુલન્સ મુકાશે .. ઉદેશ્ય માત્ર એટલો છે કે લોકોને ઝડપથી સેવા મળી રહે.

વધુમા અધિક મુખ્ય સચિવ ડો ગૃપ્તાએ જણાવ્યુ હતુ કે હવે  ૧૦૮ એબ્યુલન્સના માધ્યમથી કોરોના દર્દીને કઇ હોસ્પિટલ શિફ્ટ કરવા તે અંગે નિર્ણય લેવાશે . ૧૦૮ કંટ્રોલ રૂમમાં ૨૫ એએમસીના ડોક્ટર ટીમ ૨૪ કલાક હાજર રહેશે . અને તેના માધ્યમથી કઇ હોસ્પિટલમા બેડ ખાલી છે તે જાણ કીર કોરોના દર્દીઓને ત્યા શિફ્ટ કરાશે. ૧૦૮ કંટ્રોલ રૂમમાં સંકલન કરવામાં આવશે. રાજ્ય સરકારના સહયોગથી શહેરમાં વધુ નવા ૧૩૦૦ બે વધારવાની વ્યવસ્થા કરાઇ છે. આ સાથે આગામી બે દિવસની  વધારે બેડ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરાશે.અમદાવાદીઓ અન્ય જિલ્લાઓમાં દાખલ કરવાના પ્રશ્ન જવાબ આપતા ડો ગૃપ્તાએ જણાવ્યુ હતુ કે એએમસીએ સંકલન કરી રાજ્યની બેસ્ટ કરમસદ હોસ્પિટલમાં ૧૦૦ બેડ વ્યવસ્થા કરાઇ છે . આણંદની ૨ -૩ હોસ્પિટલ સાથે પણ સંકલન  કરાયું છે . લાભા નારોલ જેવા પૂર્વ અને દક્ષિણ વિસ્તારના દર્દીઓને કરમસદ અને આણંદ મોકલાયા છે . કારણ કે તેઓને અસારવા સિવિલ કરતા કરમસદ અને ખેડા જિલ્લાની હોસ્પિટલ અનુકુળ પડે. જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દર્દીને વધુ સરળતાથી સેવા કઇ રીતે આપવામા આવે તે વ્યવસ્થા કરાઇ છે.

આ પણ વાંચોઃ-ગાયબ પત્નીને શોધવા ખાસ મિત્રના ઘરે પહોંચ્યો પતિ, બંધ ફ્લેટમાં જોયુ તો પતિના માથે આભ તૂટી પડ્યું

વડીલ સુખાકારી સેવા અંતર્ગત જે લોકો વૃદ્ધ છે અને કોરોના સંક્રમણ થઇ શકે છે તેવા   ૩૮ હજાર વડીલોની ઓળખ કરાયા છે. દર ૧૦ થી ૧૫ દિવસ ડોક્ટર ટીમ ઘરે જઇ તપાસ કરે છે. દેશમાં માત્ર એક જ એએમસી હશે જ્યા આ પ્રકારની સેવાઓ ચાલતી હશે . કોરોનાનુ સંક્રમણ ચોક્કસ થોડું વધ્યું છે . દિવાળી અને દશેરા દિવસ સોશિયલ ડિસ્ટન્સ ઉલ્લંઘન અને નિયમ પાલન ન કરતા આ સ્થિત ઉભી થઇ છે . અમદાવાદમા બેડની કોઇ તકલીફ નહી ઉભા થાય કારણ કે એસ વી પી હોસ્પિટલમા વધુ ૩૦૦ બેડ વધારવા આયોજન કરાયું છે.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ વડાલ ગામમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોત

દેશના પ્રથમ એએમસી છે કે જ્યા સંજીવની સેવા , ધન્વતંરી રથ અને વડીલ સુખાકારી સેવા ચાલતી હોય. શહેરમાં અગત્યનું છે કે ૨ કિમી અંતરે ટેસ્ટીંગ સેવા ઉપલબ્ધ છે . સીએમની સુચનાથી એચ આર સી ટી ટેસ્ટ પણ કરવા આવ્યો છે.શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાના પ્રશ્ન પર ડો રાજીવકુમાર ગૃપ્તાએ જણાવ્યુ હતુ કે અમદાવાદમા કોઇ ગંભીર સ્થિતની નથી કેસ માત્ર અમદાવાદ નહી અન્ય દેશમાં પણ વધ્યા છે આશ્ચર્યજનક નથી . આપણે સૌ કોઇ કાળજી ઓછી લીધી . પીએમ મોદી સતત અપીલ કરી સીએમ પણ અપીલ કરી . આપણી ઢીલી નિતી આ પરિણામ આવ્યું છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ચાલું કારે ફાયરિંગ કરી વીડિયો બનાવી 'સ્ટાઈલ' મારવી 'ભરવાડ' યુવકને ભારે પડી, થઈ ધરપકડ

સીએમ વિજય રૂપાણીએ ચિંતા વ્યક્ત કરી હતી . જેના પગલે ૪૫૦ ચો કિમી દરેક અડધો કલાક કિમી એક ૧ વાન ઉપસ્થિતિ છે અન્ય સેવાઓ હાજર છે . કોરોના માટે ૨૧ હજાર મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કામ કરે છે. દરેક ૨૫૦ વ્યક્તિ કામ કરે છે . અત્યાર સુધી ૧૬ લાખ લોકોએ ધન્વતંરી લાભ લીધો છે . જેનો સારો પ્રતિભાવ મળ્યો છે.

આ પણ વાંચોઃ-આશ્ચર્યજનક કિસ્સો! 18 મહિનાથી શૌચ કરવા નથી ગયો આ યુવક, રોજ ખાય છે 18થી 20 રોટલીઓ

ધન્વતંરી રથ , સંજીવની રથ , વડીલ સુખાકારી સેવા અને ૧૦૪ સેવા અંગે કેન્દ્ર ટીમને કમિશનર આપી માહિતી
અમદાવાદ શહેરમાં કેન્દ્રની ટીમ દ્વારા ધામા નાખવામા આવ્યા હતા. એએમસી સંચાલિત એસ વી પી હોસ્પિટલમા ચાર કલાક મુલાકત બાદ ટીમ રિવરફ્ન્ટ હાઉસ ખાતે પહોંચી હતી. અહીં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર દ્વારા એએમસી દ્વારા શરૂ કરાયેલ ધન્વતંરી વાન, ૧૦૪ સેવા, વડીલ સુખાકારી સેવા અને સંજીવનની વાન કામગીરી અંગે માહિતગાર કર્યા હતા ડેપયુટી કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

શહેરમાં કોરોના સારવાર માટે વિવિધ સેવા ચાલુ ઓછે . ૯૦૦ મેડિકલ મોબાઇલ વાન હાલ મા કાર્યકરત છે . જો પૈકી ૫૫૦ કોરોના સંજીવની ઘર સેવા , ૧૫૦ ધન્વતંરી મોબાઇલ મેડિકલ વાન , ૧૦૦ વાન ૧૦૪ સુવિધા માટે . તથા ૧૦૦ વડીલ સુખાકારી સેવા માટે વપરાય છે . આમ શહેરમાં અડધો કિમી વિસ્તાર મોબાઇલ વાન ઉપલબ્ધ છે.શહેરમાં કોવિડ મેનેજમેન્ટ માટે ૨૦ હજાર કોરોના વોરિયર્સ દિવસ રાત્ર સેવા આપી રહ્યા છે . જેમા એએમસીના હેલ્થ વર્કર , મેડિકલ ડેન્ટલ , ફિજીયોથેરાપા , નર્સિંગના વિધાર્થીઓ , પેરામેડિકલ સ્ટાફ , શિક્ષકો , આંગડવાળી કાર્યકરનો સમાવેશ થાય છે . લગ ભંગ ૫ હજાર જેટલા હેલ્થ વર્કર શહેરની ૭૬ કોવિડ હોસ્પિટલમા ફરજ બજાવે છે. આમ કુલ મળીને ૨૫ હજાર કોરોના વોરિયર્સના માનવ બળના સાથે અમદાવાદમાં શહેરમાં પ્રતિક ૨૭૫ લોકોની વસ્તુ વચ્ચે એક હેલ્થ કેર ઉપલબ્ધ છે . શહેરમાં ૩ હજાર થી વધુ સર્વેલન્સ ટીમ દરરોજ ૧.૮ લાખ ઘરનો સર્વે કરીને પ્રતિદિન ૧૦ લાખની વસ્તીને આવરી લે છે . જૂન ૨૦૨૦ થી અત્યાર સુધીમાં શહેરમાં સમગ્ર વસ્તીને ૧૮ વખત આવરી લેવાના આવી છે .. આ પ્રકારના સઘન સર્વેલન્સને પગલે કોરોના દર્દીઓની વહેલા ઓળખ થઇ શકે છે . જેનાથી ઘણા લોકોને મૃત્યુથી બતાવી શકાય છે.
Published by:ankit patel
First published:November 21, 2020, 20:48 pm

ટૉપ ન્યૂઝ