ઉત્તરપ્રદેશના રાજકારણમાં કાકા-ભત્રીજા વચ્ચે જંગ, શિવપાલ યાદવ દિલ્હીમાં તો અખિલેશ બધા કાર્યક્રમ રદ કરી ઘરે

Haresh Suthar | Pradesh18
Updated: September 14, 2016, 12:31 PM IST
ઉત્તરપ્રદેશના રાજકારણમાં કાકા-ભત્રીજા વચ્ચે જંગ, શિવપાલ યાદવ દિલ્હીમાં તો અખિલેશ બધા કાર્યક્રમ રદ કરી ઘરે
ઉત્તરપ્રદેશના રાજકારણમાં મોટા દાવપેચ શરૂ થઇ ગયા છે. અખિલેશ સરકારમાં જાણે કે ધમાસાણ શરુ થયું છે. કાકા-ભત્રીજા વચ્ચેની અણબણ હવે સપાટીએ દેખાઇ રહી છે. શિવપાલ યાદવે આજે દિલ્હીમાં છે તો અખિલેશ તમામ કાર્યક્રમો રદ કરીને પોતાના ઘરે બેઠા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉત્તરપ્રદેશના રાજકારણમાં મોટા દાવપેચ શરૂ થઇ ગયા છે. અખિલેશ સરકારમાં જાણે કે ધમાસાણ શરુ થયું છે. કાકા-ભત્રીજા વચ્ચેની અણબણ હવે સપાટીએ દેખાઇ રહી છે. શિવપાલ યાદવે આજે દિલ્હીમાં છે તો અખિલેશ તમામ કાર્યક્રમો રદ કરીને પોતાના ઘરે બેઠા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated: September 14, 2016, 12:31 PM IST
  • Share this:
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશના રાજકારણમાં મોટા દાવપેચ શરૂ થઇ ગયા છે. અખિલેશ સરકારમાં જાણે કે ધમાસાણ શરુ થયું છે. કાકા-ભત્રીજા વચ્ચેની અણબણ હવે સપાટીએ દેખાઇ રહી છે. શિવપાલ યાદવે આજે દિલ્હીમાં છે તો અખિલેશ તમામ કાર્યક્રમો રદ કરીને પોતાના ઘરે બેઠા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉત્તરપ્રદેશના રાજકારણની પટકથા ઉત્તરપ્રદેશમાં નહીં પરંતુ રાજધાની દિલ્હીમાં લખાઇ રહી છે. કહેવાઇ રહ્યું છે આ મહાભારતનો અંત પણ દિલ્હીથી જ આવશે.

શિવપાલ યાદવ લખનૌ આવવાને બદલે ઇટાવાથી સીધા ચાર્ટર પ્લેનથી દિલ્હી માટે રવાના થઇ ગયા છે. દિલ્હીમાં શિવપાલ પાર્ટીના સુપ્રીમો મુલાયમ સાથે બેઠક કરશે.

દરમિયાન મુખ્યમંત્રીએ પણ પણ પોતાના તમામ સરકારી કાર્યક્રમો રદ કરી દીધા છે અને તે પોતાના નિવાસ સ્થાન 5 કાલિદાસ માર્ગ પર તમામ ગતિવિધીઓ પર નજર રાખી બેઠા છે. મુખ્યમંત્રીને આજે હિન્દી સંસ્થાન અને પીડબલ્યૂડીના કાર્યક્રમમાં જવાનું હતું પરંતુ એમણે એ કાર્યક્રમોને રદ કરી દીધા છે. એટલું જ નહીં મુખ્યમંત્રી અખિલેશ યાદવ કોઇ પણ રાજનેતા કે પાર્ટીના નેતા સાથે પણ નથી મળી રહ્યા.

હવે બધાની નજર દિલ્હીમાં મુલાયમસિંહ યાદવના નિવાસ સ્થાન પર મંડાઇ છે. હવે ફેંસલો નેતાજીએ લેવાનો છે. કારણ કે કાકા-ભત્રીજા વચ્ચેની આ લડાઇ ઘણી ઉંડે પહોંચી ચુકી છે, જેને ઉકેલવી જાણે કઠીન લાગી રહ્યું છે.

રાજકીય પંડિતોનું માનીએ તો હવે લડાઇ આરપારની થવા આવી છે. શિવપાલ યાદવે મહત્વપૂર્ણ વિભાગ છીનવાઇ જતાં રાજીનામું આપ્યા સિવાય એમની પાસે કોઇ રસ્તો ન હતો. આ જ કારણ છે કે તે લખનૌ જવાને બદલે સીધા દિલ્હી આવી પહોંચ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી પણ પોતાનો નિર્ણય બદલવાના મૂડમાં નથી કારણ કે છેવટે જનતા વચ્ચે એમણે જવાબ આપવાનો છે.
First published: September 14, 2016, 12:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading