Video: તંત્ર સામે વાહનચાલકની આજીજી, 'મારવો હોય તો મારી લો પણ દંડ નહી આપુ'


Updated: February 4, 2020, 10:42 PM IST
Video: તંત્ર સામે વાહનચાલકની આજીજી, 'મારવો હોય તો મારી લો પણ દંડ નહી આપુ'
વાહનચાલક દંડ ન ભરવા માટે રકઝક કરે છે

મને મારી નાખવો હોય તો મારી નાખો દંડ નહી ભરું, મોદી જેવા કરોડોનું ફુલેકુ કરી ભાગી ગયા તેમની પાસે જઇ દંડ વસૂલ કરો

  • Share this:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસ દ્વારા જેટની રચના કરી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં એએમસી અને પોલીસ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં જાહેર રસ્તા પર રહેલા વાહન ટ્રોઇન કરવા અને વાહનચાલ પાસે વહિવટી ચાર્જના ભાગ રૂપે દંડ વસૂલ કરવો. પરંતુ સોશિયલ મિડીયામાં અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં વાહનચાલક એએમસી અને પોલીસ તંત્ર સામે આજીજી કરી રહ્યો છે. અને દંડના બદલે મરવા પણ તૈયાર થયો છે.

આ વિડીયો છે અમદાવાદ શહેરનો જેમાં એક વાહનચાલક પોતાની કાર પાસે ઉભા છે. અને એએમસી એસ્ટેટ તેમજ પોલીસ કોન્સેટબલ આ વ્યક્ત પાસેથી જાહેર રસ્તા પર પાર્કિગ બદલ દંડ વસૂલવાની વાત કરે છે. પરંતુ અહીં વાહનચાલક દંડ ન ભરવા માટે રકઝક કરે છે. જેમાં વાહનચાલક કહે છે કે, 'સાહેબ, પૈસા મફત નથી આવતા, તમારે મને મારી નાખવો હોય તો મારી નાખો દંડ નહી ભરું, મોદી જેવા કરોડોનું ફુલેકુ કરી ભાગી ગયા તેમની પાસે જઇ દંડ વસૂલ કરો, મને જાહેર રસ્તા પર મારવો હોય તો મારી નાખો, મે કોઇ ગુન્હો કર્યો નથી.

આ રકઝકમાં અધિકારી અને પોલીસ તો કહી રહ્યા છે કે, પૈસા તો ભરવા પડશે અથવા કાર ડિટેન કરાશે. પરંતુ વાહનચાલક ટસનો મસ નથી થતો અને પૈસા આપતો નથી.



છેલ્લા અનેક દિવસથી અમદાવાદના જાહેર રસ્તા પર આ પ્રકારની રકઝક અને ઉગ્રતા દેખાઇ રહી છે. કારણ કે, એએમસી દ્વારા જાહેર રસ્તા પર પાર્ક કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી કરાઇ રહી છે. ખાસ કરીને ટ્રાફિકને અડચણ રૂપ બિલ્ડીંગ સામે પણ કાર્યવાહી થઇ છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતુ કે, ફુટપાથ લોકોને ચાલવા માટે છે. તેમજ અમદાવાદીઓ વાહન પોતાના પાર્કિગ ઓરિયામાં જ પાર્ક કરવા અપીલ કરી છે. અને જો આ નિયમનું પાલન નહી થાય તો કાર્યવાહી કરવા તંત્રને સુચના આપી છે. ત્યારે આવા નિયમોથી સામાન્ય માણસ પરેશાન થઇ રહ્યો છો, અને તેમના ખિચામાથી તંત્રના ડરે પૈસા પડાવા જઇ રહ્યા છે.
First published: February 4, 2020
વધુ વાંચો
अगली ख़बर