Ahmedabad news: ગોડાઉનમાં બનાવવામાં આવતા બેરાના સમોસાના કારણે માતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી પુત્ર ગોડાઉનના માલિકને રજૂઆત કરવામાં ગયો હતો. અને મામલો પોલીસ સ્ટેશન (police station) પહોંચી ગયો હતો.
Ahmedabad news: ક્યારેક નજીવી બાબત એવું ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે કે ક્યારેય કલ્પના ન કરી હોય. અત્યારસુધીમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના (Ahmedabad city) શાહપુર વિસ્તારમાં (shahpur) સમોસાએ (Samosa) ભારે કરી છે. ગોડાઉનમાં બનાવવામાં આવતા બેરાના સમોસાના કારણે માતાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી પુત્ર ગોડાઉનના માલિકને રજૂઆત કરવામાં ગયો હતો. અને મામલો પોલીસ સ્ટેશન (police station) પહોંચી ગયો હતો.
દરિયાપુર વિસ્તારમાં રહેતા ગુલામ હૈદર શેખે શાહપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે શાહપુરમાં આવેલ બેરાના સમોસા બનાવતા ગોડાઉન માં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
16 મી જાન્યુઆરી એ સવારે નવ વાગ્યાની આસપાસ તે ગોડાઉનમાં કામકાજ કરી રહ્યો હતો ત્યારે મહોલ્લામાં રહેતા ફૈઝન શેખ અને તેની માતા ત્યાં આવ્યા હતા. અને ફરિયાદીને કહ્યું હતું કે તમારું ગોડાઉન બંધ કરી નાખો, તમારા બેરા સમોસા બનાવવાના લીધે મારી માતાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
તેમ કહીને ફરિયાદી અને તેના શેઠને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જો કે ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો.
જો કે બૂમાબૂમ થતાં ગોડાઉનના માલિક અને આસપાસના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને જતા જતા આરોપીએ ધમકી આપી હતી કે જો તમે મહોલ્લામાં તમારું ગોડાઉન બંધ નહીં કરો તો તમને જાનથી મારી નાખીશ. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે અન્ય એક ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં ફરી એક ઘટના સામે આવી છે અને જેમાં એક યુવક પડોશમાં રહેતી કિશોરીને ફોસલાવીને લઈ ગયો છે.કિશોરી હોવાથી પોલીસે તાત્કાલિક એકશનમાં આવી ગઈ. મળતી માહિતી પ્રમાણે વિસ્તારમાં રેહતી એક કિશોરી ઘરેના મળી આવતી પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા.
આ મામલે તપાસ કરતા તેની બાજુમાં રેહતો એક યુવક પણ ગાયબ હતો જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે યુવક કિશોરીને લઈને જતો રહ્યો છે. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે પરિવાર જનોની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર