અમદાવાદ: પત્નીની ચેટ જોઈ જતા પતિએ થિયેટર બહાર જ પત્નીને માર્યા ચાર લાફા


Updated: February 11, 2020, 10:07 PM IST
અમદાવાદ: પત્નીની ચેટ જોઈ જતા પતિએ થિયેટર બહાર જ પત્નીને માર્યા ચાર લાફા
પ્રતિકાત્મક તસવીર

ફિલ્મના ઇન્ટરવલમાં જ પતિ-પત્ની ઝઘડી પડ્યા - લોકો ફિલ્મ છોડી પતિ-પત્નીનો ઝગડો જોવા ઉમટી પડતા પતિ રફૂચક્કર

  • Share this:
અમદાવાદ: પતિ-પત્નીના ઝઘડાના બનાવો રોજે આપણી સામે આવતાં હોય છે, જ્યારે અમદાવાદના એલિસબ્રિજમાં એક વિચિત્ર પ્રકારની ઘટના બની હતી. બંને થિયેટરમાં ફિલ્મ જોવા ગયાં હતાં અને ઇન્ટરવલમાં જ ઝઘડી પડ્યા અને પતિએ પત્ની પર હાથ ઉઠાવી બિભીત્સ ગાળો આપી હતી.

એલિસબ્રિજમાં રહેતી ડોક્ટર યુવતી અને તેનો પતિ ઇસ્કોન મોલની બાજુમાં આવેલ ન્યુ ફેન્ગન્ડ ‌મિનીપ્લેક્સ મોન્ડીલ રિટેલપાર્કમાં મલંગ ફિલ્મ જોવા માટે ગયાં હતાં. ઈન્ટરવલ વખતે પતિએ પત્નીના મોબાઈલમાં તેના મિત્રની ચેટ વાંચી જઇ તેના પર શંકા રાખી યુવતીને થિયેટરમાંથી ખેંચી લાવી ચાર થપ્પડ મારી દેતાં ચકચાર મચી ગઈ હતી.

એલિસબ્રિજ વિસ્તારમાં રહેતી ર૩ વર્ષીય ડોક્ટર યુવતીએ તેના પતિ વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ડોક્ટર યુવતીએ બોડકદેવ વિસ્તારમાં આવેલ નિશા એપાર્ટમેન્ટમાં રહેતા અવધ પટેલ સાથે વર્ષ ર૦૧૯માં પ્રેમલગ્ન કર્યાં હતાં. અભ્યાસ ચાલુ હોવાથી યુવતી તેનાં માતા-પિતા સાથે રહેતી હતી.

ગઈ કાલ બપોરના ચાર વાગ્યાની આસપાસ યુવતી અને તેના પતિને મળવાનું હતું. ત્યારબાદ યુવતી અને અવધ ઇસ્કોન મોલની બાજુમાં આવેલ મોન્ડિયલ રિટેલ પાર્કમાં આવેલા ન્યૂ ફેન્ગલ્ડ ફેન્ટસી મીનીપ્લેક્સમાં મલંગ ફિલ્મ જોવા માટે ગયાં હતાં. ઈન્ટરવલ વખતે યુવતી તેનો મોબાઈલ અવધને આપી વોશરૂમ ગઈ હતી ત્યારે અવધે પત્નીનો ફોન ચેક કરતાં પત્ની વોટ્સએપમાં કોઈ અન્ય યુવક સાથે વાત કરતી હતી, જેથી અવધે એકદમ ઉશ્કેરાઈ જઈ પત્નીને થિયટરમાંથી બહાર ખેંચી લાવી આ કોણ છે? તું આની સાથે કેમ વાત કરે છે? તેમ કહી બીભત્સ ગાળો બોલી જાહેરમાં ચાર જેટલી થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ અવધે તેની પત્નીને ધક્કો મારી નીચે પાડી દેતાં તેના માથાના ભાગે ઇજા થઇ હતી.

આસપાસના લોકો આવી જતાં અવધ ત્યાંથી નીકળી ગયો હતો. યુવતીએ તેનાં માતા-પિતાને જાણ કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
First published: February 11, 2020, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading