Home /News /madhya-gujarat /

'કોરોના અમારું કંઈ ન બગાડી લે...' એવું કહેનારા લોકો ચેતી જાય, ચોંકાવનારા છે અમદાવાદના આ આંકડા!

'કોરોના અમારું કંઈ ન બગાડી લે...' એવું કહેનારા લોકો ચેતી જાય, ચોંકાવનારા છે અમદાવાદના આ આંકડા!

અમદાવાદ જિલ્લામાં બીજી એપ્રિલ સુધી 31 પોઝિટિવ કેસ.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સૌથી ઓછા કેસ, પોઝિટિવ કેસમાં 13 મહિલા અને 16 પુરુષ, 18 વર્ષના કિશોરનો પણ રિપોર્ટ પોઝિટિવ.

    અમદાવાદ : બીજી એપ્રિલના સવારના 11 વાગ્યા સુધી અમદાવાદ શહેર (Ahmedabad City)માં કોરોના વાયરસના કુલ 31 પોઝિટિવ (Coronavirus Positive Cases) કેસ નોંધાયા છે. હાલ અમદાવાદ કોરોના વાયરસનું હૉટસ્પોટ (HotSpot of Coronavirus )બની ગયું છે. એમાં પણ પહેલી એપ્રિલના રોજ એક જ દિવસમાં શહેરમાં આઠ જેટલા પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી ખૂબ જ આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશને તેની હદમાં આવતા કોરોના પોઝિટિવ દર્દીઓ (Ahmedabad Corona Positive Case List)ની યાદી જાહેર કરી છે. જેથી આ લોકોના સંપર્કમાં આવેલા લોકો પણ સચેત રહે અને જરૂર પડે તો ડૉક્ટરની મુલાકાત લે. અમદાવાદમાં જે 29 લોકોની યાદી જાહેર કરવામાં આવી છે તેના આંખ ઉઘાડતા કેટલાક તારણો અહીં રજૂ કરી રહ્યા છીએ.

    યુવાનો પણ ભોગ બન્યા!

    સામાન્ય રીતે એવું કહેવામાં આવતું હતું કે કોરોનાનો શિકાર એકથી 10 વર્ષના બાળકો અને 60થી વધારે ઉંમરના લોકોને વધારો બનતા હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે નામો બહાર પાડવામાં આવ્યા છે તેમાં અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. યાદી પ્રમાણે બાપુનગરમાં રહેતા એક 18 વર્ષના કિશોરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત 20થી 30 વર્ષની ઉંમર ધરાવતા હોય તેવા ત્રણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 30થી 40ની વયની વચ્ચેના પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 40થી50 વર્ષની વયના ત્રણ કેસ સામે આવ્યા છે. 50થી 60ની વચ્ચેની વય હોય તેવા 6 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે 60-70 વર્ષની વયના સૌથી વધારે 9 કેસ સામે આવ્યા છે. 80 વર્ષથી વધારે વયની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમનું મોત થયું છે.

    આ પણ વાંચો : ગુજરાત માટે રાહતનાં સમાચાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નથી નોંધાયો

    ઉંમર અને પોઝિટિવ કેસ

    10થી 20 વર્ષ ------------1 કેસ



    20થી 30 વર્ષ-------------3 કેસ
    30થી 40 વર્ષ-------------5 કેસ
    40થી 50 વર્ષ------------ 4 કેસ
    50થી 60 વર્ષ------------ 6 કેસ
    60થી 70 વર્ષ------------ 9 કેસ
    70થી વધારે ઉંમર-------- 2 કેસ

    સૌથી વધારે પોઝિટિવ કેસ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા

    અમદાવાદમાં કુલ 31 કેસ નોંધાયા છે. જેમાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નોંધાયેલા કેસનો સંખ્યા 29 છે. અમદાવાદના તમામ કેસનો ટ્રાવેલ ડિસ્ટ્રી તપાસમાં આવે તો તેમાંથી સૌથી વધારે 15 કેસ વિદેશ પ્રવાસના છે. એટલે કે 31માંથી 15 પોઝિટિવ કેસ એવા છે જે વિદેશ પ્રવાસથી ગુજરાત આવ્યા હતા. જ્યારે છ કેસ એવા છે જેઓ ગુજરાત બહાર ગયા હતા અને તેમને ચેપ લાગ્યો છે. જ્યારે 10 કેસ સ્થાનિક ટ્રાન્સમિશનના છે. એટલે કે કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોના સંપર્કમાં આવ્યા બાદ તેને ચેપ લાગ્યો છે.

    એક જ પરિવારમાં ત્રણનો રિપોર્ટ પોઝિટિવ

    આરોગ્ય વિભાગ તરફથી સર્વેની કામગીરી દરમિયાન બાપુનગરના એક પરિવારમાંથી ત્રણના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં એક 18 વર્ષના કિશોરનો પણ સમાવેશ થાય છે.

    17 પોઝિટિવ કેસ ચોક્કસ સમુદાયના

    અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે 29 લોકોની યાદી જાહેર કરવામાં આવી છે તેમાં 17 લોકો મુસ્લિમ સમુદાયમાંથી આવે છે. એટલે કે બહુમત સંખ્યા મુસ્લિમ સમાજમાંથી આવે છે. જેમાંથી અનેક લોકો વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આ ઉપરાંત લોકલ ટ્રાન્સમિશનના પણ અનેક કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેર જ્યારે કોરોનાનું હૉટસ્પોટ બન્યું છે ત્યારે હવે તંત્ર આગામી સમયમાં મસ્જિદો, મંદીરો, ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળોની તપાસ કરશે. અહીં જો ચારથી વધારે લોકો એકઠા થયા હશે તો કાર્યવાહી કરવામાં આવશે.

    આ પણ વાંચો :  વડોદરામાં કોરોનાને કારણે પહેલું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

    મહિલા Vs પુરુષ

    કોરોના વાયરસ એક ચેપી રોગ છે. તે કોઈ સ્ત્રી-પુરુષ, નાત-જાત કે ધર્મ જોઈને નથી ફેલાતો. છતાં પણ જો યાદીને તપાસમાં આવે તો સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા થોડી વધારે છે. 29માંથી મહિલાઓની સંખ્યા 13 છે જ્યારે પુરુષોની સંખ્યા 16 છે. અમદાવાદમાં કોરોનાને કારણે ત્રણ મોત નોંધાય છે, જેમાંથી બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.

    પૂર્વ ઝોન સૌથી સુરક્ષિત?

    અમદાવાદમાં ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો પૂર્વ ઝોનમાં સૌથી ઓછા 1 એક નોંધાયો છે. જ્યારે મધ્ય ઝોનમાં સૌથી વધારે આઠ કેસ નોંધાયા છે. ત્યાર બાદ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં છ કેસ, ઉત્તર ઝોનમાં પાંચ કેસ, પશ્ચિમ ઝોનમાં ચાર કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં ત્રણ કેસ, દક્ષિણ ઝોનમાં બે કેસ નોંધાયા છે.

    દક્ષિણ પશ્ચિમ------6 કેસ
    પશ્ચિમ-------------4 કેસ
    ઉત્તર---------------5 કેસ
    મધ્ય---------------8 કેસ
    દક્ષિણ-------------2 કેસ
    ઉત્તર પશ્ચિમ-------3 કેસ
    પૂર્વ---------------1 કેસ

    ઘરમાં રહો સુરક્ષિત રહો

    ઉપરના તારણ પરથી કહી શકાય કે કોરોના કોઈ પણ ઉંમરની વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે. આ માટે તમે લૉકડાઉન દરમિયાન ઘરોમાં જ સુરક્ષિત રહો તે આવકાર્ય છે. જો લોકો ઘરોમાં નહીં રહે તો લોકલ ટ્રાન્સમિશન ખતરનાક રીતે શરૂ થશે અને કોરોનાને ઝડપથી નાથી નહીં શકાય.

    એએમસી તરફથી જાહેર કરવામાં આવેલી યાદી :





















































































































































































































    નંબરનામઝોનઉંમરવિસ્તાર
    1નિયોમી શાહદક્ષિણ પશ્ચિમ21સેટેલાઇટ
    2સુમીતી સિંગપશ્ચિમ34નવરંગપુરા
    3શ્રીકિશન સુરજમલ અગ્રવાલદક્ષિણ પશ્ચિમ69આનંદનગર
    4હેમંત રાયસિંઘાણીઉત્તર24રાજસ્થાન
    5શમસાદ બેગમ સૈયદમધ્ય62લાલ દરવાજા
    6ફિદા હુસેન સૈયદમધ્ય65લાલ દરવાજા
    7સ્મૃતિ ઠક્કરપશ્ચિમ23નારણપુરા
    8કાંતિલાલ મીનાદક્ષિણ પશ્ચિમ33સેટેલાઇટ
    9હસમુખ હીરપરાઉત્તર61બાપુનગર
    10હુસેનાબીબી શેખદક્ષિણ85દાણીલીમડા
    11મો. ઇકબાલ શેખમધ્ય58જમાલપુર દરવાજા
    12ફુરકાનાબાનુ શેખમધ્ય57જમાલપુર દરવાજા
    13સિલ્કી જૈન (૩૧)ઉત્તર પશ્ચિમ31મેમનગર
    14વત્સલા વોરાઉત્તર પશ્ચિમ59થલતેજ
    15હારુન વોરાદક્ષિણ પશ્ચિમ70સરખેજ
    16વલય શાહપશ્ચિમ33ગુલબાઈ ટેકરા
    17યાસ્મીન પીપડવાલામધ્ય45આસ્ટોડિયા
    18રઝીયા હારુન વોરાદક્ષિણ પશ્ચિમ67જુહાપુરા
    19મોહમ્મદ સૈયદપૂર્વ47ગોમતીપુર
    20પ્રતીક શાહઉત્તર પશ્ચિમ39મેમનગર
    21અબ્દુલ ક્યુમ શેખદક્ષિણ55શાહઆલમ
    22શહેનાઝ આબુવાલામધ્ય58રાયપુર
    23સાહેદા પઠાણઉત્તર45બાપુનગર
    24ઝુબેરભાઈ પઠાણઉત્તર52બાપુનગર
    25અબ્દુલ્લા પઠાણઉત્તર18બાપુનગર
    26રમીલાબેન સુરવંશીપશ્ચિમ65ચાંદખેડા
    27ઇશાક મન્સુરીમધ્ય54ક્રિસ્ટલ ફ્લેટ
    28મકસુદ ગાંધીમધ્ય68કાલુપુર
    29શૈલેષભાઈ ધ્રુવઉત્તર પશ્ચિમ67બોડકદેવ

    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Coronavirus, COVID-19, અમદાવાદ, આરોગ્ય, એએમસી`, હોસ્પિટલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन