Home /News /madhya-gujarat /અમદાવાદ: રિવરફ્રન્ટ પર ટહેલવા કે વોકિંગ કરવા જતા હોવ તો ભૂલથી ન કરતા આ કામ નહીં તો પસ્તાશો

અમદાવાદ: રિવરફ્રન્ટ પર ટહેલવા કે વોકિંગ કરવા જતા હોવ તો ભૂલથી ન કરતા આ કામ નહીં તો પસ્તાશો

તેલ અવીવ તેના રાષ્ટ્રીય ચલણ તેમજ પરિવહન અને કરિયાણાના ભાવમાં વધારાને કારણે રેન્કિંગમાં આંશિક રીતે ઉપર આવ્યું છે. આ યાદીમાં પેરિસ અને સિંગાપોર સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ત્યારપછી ઝ્યુરિક અને હોંગકોંગ આવ્યા. ન્યુયોર્ક છઠ્ઠા સ્થાને છે. સ્વિત્ઝરલેન્ડનું જીનીવા સાતમા સ્થાને પહોંચી ગયું છે. (અમદાવાદ રિવરફ્રન્ટ)

લોકોએ વાહનની ડેકીમાં કિંમતી વસ્તુ ન લાવવી તેમાં જ હોશિયારી છે.

અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) વેસ્ટ અને ઇસ્ટમાં અનેક સહેલાણીઓ ફરવા કે મોર્નિંગ અને ઇવનિંગ વોક (walking at Riverfront) કરવા આવતા હોય છે. પહેલા અહીં વાહન ચોરીના કિસ્સા વધતા હતા પણ બાદમાં પોલીસના સઘન ચેકીંગના લીધે વાહન ચોરીની ઘટનાઓ તો ઘટી છે. પણ હવે વાહનની ડેકીમાં લોકો કિંમતી મતા લઈને આવતા તસ્કરોએ તેનો લાભ ઉઠાવી ચોરી કરવાનું શરૂ કર્યું છે. લોકોએ વાહનની ડેકીમાં કિંમતી વસ્તુ ન લાવવી તેમાં જ હોશિયારી છે. એક વેપારી રિવરફ્રન્ટ પર વોક કરવા આવ્યા અને તેમના વાહનની ડેકીમાં મુકેલા 50 હજાર રૂપિયા કોઈ ચોરી જતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.

રિવરફ્રન્ટ વોકિંગ કરવા ગયા અને થઇ ચોરી

જીવરાજપાર્કની બળદેવ નગર સોસાયટીમાં રહેતા તુષારભાઈ ભાસ્કર જેતલપુર તળાવની બાજુમાં મિક્સ કોન્ક્રીટ સપ્લાયનો બિઝનેસ કરે છે. શુક્રવારે તેઓને તેમના વેપારીએ ઉઘરાણીના 50 હજાર રૂપિયા આપ્યા હતા. જે તેઓએ તેમના ઘરમાં રાખ્યા હતા. બાદમાં તેઓ શનિવારે આ રૂપિયા વાહનની ડેકીમાં મૂકી રિવરફ્રન્ટ વોકિંગ કરવા ગયા હતા. ત્યાંથી તેઓ ઓફિસ જવાના હતાં.
સવારે ઘરેથી નીકળી અંજલિ ચાર રસ્તા પર પેટ્રોલ પમ્પમાં પેટ્રોલ પુરાવી તેઓ નવા બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ગયા હતા.

આ પણ વાંચો- અમીરગઢના વિરમપુર પાસે ખેતરમાં 7 ફૂટ લાંબા અજગરનું રેસ્કયુ, ફોટા જોઇને મગજ ચકરાઇ જશે

પોલીસની અપીલ

ત્યાં વાહન મૂકી ફલાવર ગાર્ડન સુધી વોકિંગ કરી પરત આવ્યા અને વાહનની ડેકી ખોલી પાણીની બોટલ કાઢવા જતા તેમાં રહેલા 50 હજાર ગાયબ હતા. જેથી તાત્કાલિક તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આ મામલે તુષારભાઈની ફરિયાદ નોંધી ચોરને શોધવા તજવીજ શરૂ કરી છે. પરંતુ લોકોએ કિંમતી મતા લઈને રિવરફ્રન્ટ પર ન જવા પોલીસ પણ અપીલ કરી રહી છે નહીં તો લોકોએ પસ્તાવવાનો વારો આવી શકે છે.

આ પણ વાંચો- જામનગરનો આ મુસ્લિમ પરિવાર વર્ષોથી ઉજવે છે રક્ષાબંધન, પરણેલી બહેન પણ ભાઇને રાખડી બાંધવા ખાસ આવે છે

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લોકોના મોબાઈલ ફોન સહિતની મતા ચોરી થયાની ઘટના સામે આવી હતી. જોકે પોલીસે પેટ્રોલિંગ વધારતા હવે આવી ઘટનાઓ રિવરફ્રન્ટ પર ભાગ્યે જ બને છે. ત્યારે 50 હજારની ચોરી કરનાર સુધી પોલીસ કેટલા સમય સુધીમાં પહોંચી શકે છે તે જોવાનું રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Loot, અમદાવાદ, ગુજરાત, રિવરફન્ટ

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन