ખરીફ બાદ હવે રવિ પાકમાં પણ ખેડુતોને રોવાનો વારો આવ્યો, 136 ગામોમાં યૂરિયાની તંગી

News18 Gujarati
Updated: January 8, 2020, 12:38 PM IST
ખરીફ બાદ હવે રવિ પાકમાં પણ ખેડુતોને રોવાનો વારો આવ્યો, 136 ગામોમાં યૂરિયાની તંગી
અમદાવાદના ધોલેરા, ધંધુકા, રાણપૂર બરવાડા તાલુકાનાં 136 ગામોનાં ખેડુતો પાસે યુરિયા ખાતર ન હોવાને કારણે રવિ પાકમાં નુકશાની થશે.

અમદાવાદના ધોલેરા, ધંધુકા, રાણપૂર બરવાડા તાલુકાનાં 136 ગામોનાં ખેડુતો પાસે યુરિયા ખાતર ન હોવાને કારણે રવિ પાકમાં નુકશાની થશે. સરકારને નથી કોઈ પણ જાણ APMCના ચેરમેન પણ યુરિયા ખાતરની અછતથી અજાણ.

  • Share this:
અમદાવાદ : ગુજરાતમાં રવિ પાકનું વાવેતર જાણે કે ખોરંભે ચડી ગયું છે. અમદાવાદ જિલ્લાની જો વાત કરીએ તો ધંધુકા, ધોલેરા, રાણપૂર અને બરવાળા તાલુકાનાં 136 ગામોના ખેડુતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે આ ખેડુતોને ખેતી માટે નથી મળતું યુરિયા ખાતર. જેને કારણે રવિ પાકના વાવેતરની કામગીરી સાવ તળિયે બેસી ગઈ છે. એક તરફ ખરીફ પાક માટે ખેડુતોને અતિવૃષ્ટિ , વાવાઝોડાની અસર, વારંવરા લંબાઈ રહેલી વરસાદની આગાહી આ તમામને કારણે ગુજરાતમાં ખેતી અને ખેડુતોની દશા બગડી ગઈ છે.

રવિ સિઝન ચાલુ હોવા છતાં ખેડૂતોનાં ખેતરોમાં ખરીફ પાક હજુ પડયો છે, એવામાં હવે ખેડૂતો માટે નથી યુરિયા ખાતર. અમદાવાદ જિલ્લાનાં ધંધુકા તાલુકામાં APMCમાં આવેલાં સરકાર માન્ય ડેપો છેલ્લાં 7 દિવસથી નથી યુરિયા ખાતર. જેને કારણે દરરોજ સવારે આ ખેડુતો આવે છે પરંતુ તેમને મળે છે આવતીકાલનો વાયદો. આ અંગે જ્યારે ન્યૂઝ18 ગુજરાતીએ તપાસ કરી ત્યારે ખેડુતો જણાવ્યું કે યુરિયા ખાતર માટે તેમને માત્રને માત્ર વાયદો મળે છે.યુરિયા ખાતર માટેની અછત શા માટે છે તે અંગે કોઈ જાણકારી મળતી નથી.

આ પણ વાંચો : સુરત : ઉત્તરાયણ પહેલાં સાવધાન! મીઠાઈ આપી પરત ફરી રહેલા યુવાનનું દોરીથી ગળું કપાયું

આવતીકાલે યુરિયા ખાતર મળવાના સાત દિવસથી વાયદા

ધંધુકામાં 70 વિધા જમીન ધરાવતાં અજયસિંહ ચુડાસમાએ પોતાના ખેતરમાં ઘઉં અને ચણા વાવ્યા છે, જેની માટે તેમને વધુ ને વધુ 700 કિલો યુરિયા ખાતરની જરુર છે. પરંતુ હજુ સુધી તેમને 100 કિલો પણ યુરિયા ખાતર નથી મળ્યું જેને કારણે તેમનાં ખેતરમાં ઘઉં અને ચણાનો પાક ખાતર વગર નુકશાન પામે તેવી ભીતી તેમને સતાવી રહી છે. આવા જ હાલ નરેન્દ્રસિંહ ચુડાસમા મોહનભાઈ અને પંકજભાઈના છે.. જેઓ છેલ્લાં 20 વર્ષથી ઘઉં અને ચણાના રવિ પાકનું વાવેતર કરે છે. આમ તો નવેમ્બર મહિનામાં તેઓ રવિાપકનું વાવેતર કરી લેતા હોય છે.. પરંતુ આ વર્ષે સિઝન મોડી હોવાને કારણે હવે તેમણે વાવેતર કર્યુ છે.. પરંતુ તેમને યુરિયા ખાતર મળ્યું નથી.

સરકારને નથી કોઈ પણ જાણ. APMCના ચેરમેન પણ યુરિયા ખાતરની અછતથી અજાણ.
આ પણ વાંચો :  વડોદરાનાં એન્જિનિયરે પતંગ ચગાવવાનું મશીન બનાવ્યું, પતંગ કાપીને દોરો લપેટી પણ લેશે

યુરિયા ખાતર ન હોવાની મને જાણ નથી : ધંધુકા APMC ચેરમેન

ન્યૂઝ18 ગુજરાતીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે અમે ધંધુકા APMC પહોંચીને તપાસ કરી. અહીં ગોડાઉન જોયું તો ગોડાઉન સાવ ખાલી ખમ જોવા મળ્યું. જે થેલી અમને જોવા મળી તેમાં યુરિયા ખાતર નહોતું ડેપો ઈન્ચાર્જે કહ્યું કે તેમને ખાતરની ઘટ અંગેનું કોઈ ચોક્કસ કારણ ખબર નથી. પરંતુ ઉપરથી માલ આવતો નથી. બીજી તરફ APMCના ચેરમેન સહદેવસિંહ ગોહિલને ખબર જ નથી કે યુરિયા ખાતરની અછત છે. તેમણે ન્યૂઝ18ના સવાલમાં જણાવ્યું કે જો કોઈ ખેડુત તેમને જાણ કરશે તો તેઓ ચોક્કસથી સરકાર સુધી વાત પહોંચાડશે.. પરંતુ વાસ્તવિક ચિતાર એ છે કે યુરિયા ખાતરનો ઓછો પુરવઠો હાલ ખેડુતોને પરેશાન કરી રહ્યો છે. જેની જાણ તો APMC ના ચેરમેનનને નથી તો સરકારને ક્યાંથી હશે તે સવાલ છે. આ સવાલ વચ્ચે હવે જોવું રહ્યું કે અમદાવાદ જિલ્લામાં ક્યારે ખેડુતોને મળશે યુરિયાનો પુરવઠો.

 
First published: January 8, 2020, 12:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading