Home /News /madhya-gujarat /અમદાવાદ : ગ્રેડ પે ની તપાસ માટે મહિલા હે.કો. એ પોલીસ સાથે જ ચોર પોલીસની રમત રમી, જાણો કેવી રીતે

અમદાવાદ : ગ્રેડ પે ની તપાસ માટે મહિલા હે.કો. એ પોલીસ સાથે જ ચોર પોલીસની રમત રમી, જાણો કેવી રીતે

રાજ્યભરમાં પોલીસ પરિવારજનોએ ગ્રેડ પે નું (police grade pay)આંદોલન છેડયું હતું (પ્રતિકાત્મક તસવીર)

police grade pay- પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા પર ગ્રેડ પે નું આંદોલન (digital Andolan)શરૂ કરી દીધું હતું. બાદમાં આ મામલો ગરમાતા તે મામલે કમિટીની રચના કરવામાં આવી છે

અમદાવાદ : રાજ્યભરમાં પોલીસ પરિવારજનોએ ગ્રેડ પે નું (police grade pay)આંદોલન છેડયું હતું. જેમાં કેટલાય પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા પર આંદોલન (digital Andolan)શરૂ કરી દીધું હતું. બાદમાં આ મામલો ગરમાતા તે મામલે કમિટીની રચના કરવામાં આવી હતી. બાદમાં સોશિયલ મીડિયા (Social media)પર આંદોલનને શાંત પાડવા અધિકારીઓએ પ્રયાસ શરૂ કર્યા હતા. તેવામાં આ મામલે સીઆઇડી સાયબર સેલ (CID Cyber ​​Cell)તથા અમદાવાદ સાયબર સેલ (Ahmedabad Cyber ​​Cell)મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી.

આજ તપાસના ભાગરૂપે એક મહિલા હે.કો. ને તપાસ માટે સાયબર સેલની ઓફિસે આવવાનું કહેતા તેઓએ પોલીસની ટીમ સાથે ચોર પોલીસની રમત રમી હોય તેમ માહોલ ઉભો કર્યો હતો. હોટલમાં રહેલા મહિલા હે.કો. ને બોલાવવા ગયેલી પોલીસ સાથે ફરજમાં રુકાવટ કરનાર આ હે.કો. પ્રજ્ઞા બહેન સામે આખરે ગુનો નોંધાવતા હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો - સુરત : મોલમાં એક સગર્ભા સહિત ચાર મહિલાએ ડ્રાયફ્રુટની ચોરી કરી, CCTVમાં થઇ ગઇ કેદ

શહેરના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ વીએ દેસાઈને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ગુર્જરનો ફોન આવ્યો હતો. તેઓએ ફોન પર જણાવ્યું કે તપાસ માટે તેમના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વુમન હે.કો. પ્રજ્ઞા બહેન પ્રવીણભાઈ કે જે પાંજરાપોળ ખાતે ફરજ બજાવે છે તેઓને સાયબર સેલની ઓફિસે તપાસ માટે લઈ જવાના છે. આ મહિલાને ગ્રેડ પે ના આંદોલન બાબતે લઈ જવાના હતા. ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની ટીમ પાંજરાપોળ ખાતે પહોંચી તો ત્યાં ટ્રાફિકના પીએસઆઇ મળ્યા હતા. જેઓને આ હકીકત જણાવવામાં આવી હતી. બાદમાં ટ્રાફિક પીએસઆઇએ જણાવ્યું કે હે.કો. પ્રજ્ઞા બહેન હોનેસ્ટ હોટલમાં ગયા છે. ત્યાં આ ટીમ પહોંચી તો હે.કો. પ્રજ્ઞા બહેન હાજર મળી આવ્યા હતા. તેઓને તપાસમાં સાયબર સેલ આવવાનું કહેતા તેઓએ પોલીસને જણાવ્યું કે "હું શું કામ ત્યાં આવું?" કહીને હોટલની બહાર નીકળી ગયા હતા.

આ હે.કો. પ્રજ્ઞા બહેન હોટલની બહાર આવી ગયા ત્યારે તેઓને પોલીસની ટીમે શાંતિથી તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું. તેવામાં જ ટ્રાફિક પોલીસના મદદનીશ પોલીસ કમિશનર સિંઘાલ પણ આવી ગયા હતા અને તેઓએ પણ આ હે.કો. પ્રજ્ઞા બહેનને તપાસમાં સહકાર આપવા સમજાવ્યા હતા. પણ હે.કો. પ્રજ્ઞા બહેન ફરી હોટલમાં જતા રહ્યા હતા.

આ પણ વાંચો - પોલીસ ગ્રેડ-પે મામલે કમિટીની જાહેરાત કરી, DGPએ કહ્યું- હવે ગેરશિસ્ત કરશો તો એક્શન લેવાશે

મહિલા પોલીસ અધિકારીએ બાવડું પકડી હે.કો. પ્રજ્ઞા બહેનને પોલીસ વાનમાં આવવાનું કહ્યું પણ તેઓએ એક જ ઝટકામાં છૂટી જઈ "તમે મને લઈ જવા પ્રયત્નો કરશો તો હું મીડિયા બોલાવીશ પણ સાથે તો નહીં જ આવું" કહીને ઘર્ષણ કર્યું હતું અને ફરજમાં રુકાવટ કરી હતી. તેવામાં તેમના પતિ પણ આવી ગયા હતા અને હે.કો. પ્રજ્ઞા બહેન સતત સાયબર સેલની ઓફિસે જવાનો ઇનકાર કરી રહ્યા હતા. જેથી પોલીસે આખરે આ હે.કો. પ્રજ્ઞા બહેન સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હવે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Gujarat police, Police grade pay, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन