Ahmedabad crime news: પરિણામેના છૂટકે મહિલાને ડેપો (depot) પર રાત્રિ રોકાણ કરવું પડે છે. અને મળવા પાત્ર વિકલી ઓફ પણ વેડફાઈ જાય છે. જો કે આ બાબતે તેઓ એ આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટને (Asi. Traffic superintendent) રજૂઆત કરતા હું તમારો ઇન્ચાર્જ છું, મને યોગ્ય લાગે તેમ નોકરીની વહેચણી કરીશ.
Ahmedabad news: બાવળા એસ ટી ડેપોના (Bavla ST depot) આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ સામે મહિલા કંડકટરે (Female conductor molestation) છેડતીનો આરોપ લગાવ્યો છે. મહિલા કંડકટરનો આરોપ છે કે આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ નોકરી વહેચણી નું કામ કરતા હોવાથી અવાર નવાર નોકરી બાબતે હેરાન પરેશાન કરીને મનફાવે તેમ રાત્રિ ના દસ વાગ્યે ફરજ પર થી ઉતારી દઈને બીજા દિવસે ઓફ આપી દે છે.
પરિણામેના છૂટકે મહિલાને ડેપો પર રાત્રિ રોકાણ કરવું પડે છે. અને મળવા પાત્ર વિકલી ઓફ પણ વેડફાઈ જાય છે. જો કે આ બાબતે તેઓ એ આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટને રજૂઆત કરતા હું તમારો ઇન્ચાર્જ છું, મને યોગ્ય લાગે તેમ નોકરીની વહેચણી કરીશ.
તમારે નોકરી કરવી પડશે. જ્યારે મહિલાએ યોગ્ય રીતે નોકરીની વહેચણી કરવા માટે કહેતા આરોપી એ કહ્યું હતું કે તમારું હેડ કવાર્ટર બાવળા ડેપો માં છે. જેથી તમને ગમે તે ફરજ આપી શકીએ, અને ગમે ત્યારે ઓફ આપી શકીએ.
એટલું જ નહિ મહિલા નો આરોપ છે કે આસી. ટ્રાફિક સુપ્રિટેન્ડેન્ટ અવાર નવાર તેને તેમની ઓફિસમાં બોલાવતા હતા અને બીભત્સ માંગણી ઓ કરતા હતા. જો કે મહિલા તેની વાતને ધ્યાન માં લેતી ના હતી.
જ્યારે મહિલા રેસ્ટ રૂમની ચાવી લેવા માટે ટીસી પોઇન્ટ પાસે રાખેલ ટેબલ પર જાય તો આરોપી યેન કેન પ્રકારે મહિલાના હાથને સ્પર્શ કરતો અને જો મહિલા કંઇ કહે તો તેનો રિપોર્ટ કરી દેવાની પણ ધમકી આપતો હતો.
જેથી મહિલા આ બાબત ની જાણ કોઈને કરતી ના હતી. મહિલા એ અંતે આ બાબત ની જાણ સ્ટાફ ના કર્મચારી અને ડેપો મેનેજર ને પણ મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ કોઈ ફરક પડ્યો ના હતો. જેથી અંતે કંટાળીને મહિલાએ આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસએ આ બાબતે મહિલાની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર