Ahmedabad crime news: જમીન દલાલીનું (landh broker) કામ કરતી વ્યક્તિએ પહેલા એક વ્યાજખોર પાસે પાંચ લીધા હતા જેના વ્યાજ અને પેનલ્ટી ચૂકવી દીધા છતાંય ઉઘરાણી કરતા હતાં.
અમદાવાદ: શહેરમાં ફરી એક વાર વ્યાજખોરોનો (Usurers) ત્રાસ સામે આવ્યો છે. જમીન દલાલીનું (landh broker) કામ કરતી વ્યક્તિએ પહેલા એક વ્યાજખોર પાસે પાંચ લીધા હતા જેના વ્યાજ અને પેનલ્ટી ચૂકવી દીધા છતાંય ઉઘરાણી કરતા હતાં. જ્યારે બીજા વ્યાજખોરએ 15 લાખ 10 ટકે આપી 70થી 80 લાખ લઈને પણ ધક ધમકીઓ આપતા આખરે આ વ્યક્તિએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ (suicide attempt) કર્યો હતો. જે મામલે હવે પોલીસે (police) તપાસ શરૂ કરી છે.
મૂળ મહેસાણાના અને હાલ ચાણક્યપુરીમાં રહેતા વિશાલ દેસાઈના કાકા ભાથી ભાઈ દેસાઈ જમીન દલાલીનું કામ કરી પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલા તેઓને ફોન આવ્યો કે તેમના કાકાએ દવા પી લેતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિશાલ ભાઈ હોસ્પિટલમાં પહોંચ્યા તો ત્યાં તેઓના કાકાને આઇસિયુંમાં રાખ્યા હતા.
જ્યાં તેમના પેન્ટના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી. જેમાં તેઓએ જે લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા તેઓના નામ લખ્યા હતા. અને રૂપિયા ચૂકવ્યા હોવા છતાંય ઊંચું વ્યાજ વસુલ કરવા ધાકધમકીઓ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ચિઠ્ઠીમાં લખેલ મુજબ ગોવિંદ રબારી પાસેથી તેઓએ પાંચેક વર્ષ પહેલા 2 લાખ પાંચ દિવસ માટે 10 ટકા વ્યાજે લીધા હતા. જેના આઠ લાખ ચૂકવ્યા છતાંય ગોવિંદ ભાઈના ભાઈ રાજુ અમે કાળુ ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા.
આનંદ રબારી પાસેથી 15 લાખ લીધા હતા અને તેની સામે 70થી 80 લાખ ચૂકવ્યા છતાંય ઉઘરાણી કરી મકાન પચાવી પાડવાની ધમકીઓ આપતા હતા. આ બને વ્યાજખોરોથી કંટાળી ભાથી ભાઈએ ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા હવે ઘાટલોડિયા પોલીસે આનંદ રબારી, રાજુ રબારી, કાળુ રબારી અને ગોવિંદ રબારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર