અમદાવાદ : PSI સહિત અન્ય કર્મચારીના માનસિક ટોર્ચરથી કંટાળી GRD જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, Video વાયરલ


Updated: June 2, 2020, 7:18 PM IST
અમદાવાદ : PSI સહિત અન્ય કર્મચારીના માનસિક ટોર્ચરથી કંટાળી GRD જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, Video વાયરલ
જીઆરડી જવાને આપઘાતની કોશિસ કરી

આ જવાને એક વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરીને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમા આપઘાતનો પ્રયાસ કર્યો

  • Share this:
અમદાવાદ : શહેરના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના GRD (ગ્રામ રક્ષક દળ) જવાને આપઘાતનો પ્રયાસ કર્યો છે. GRD જવાને આપઘાતના પ્રયાસ પહેલા એક વિડ્યો બનાવ્યો હતો, જેમા વિવેકાનંદ નગર મથકના પીએસઆઇ અને અન્ય પોલીસ કર્મી દ્ધારા માનસિક ત્રાસ આપતા અંતિમ પગલુ ભર્યુ હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. જે મામલે અમદાવાદ જિલ્લાના ડીવાયએસપીએ GRD જવાને લગાવેલ આક્ષેપો નકાર્યા છે.

આ જવાને એક વીડિયો સોશિયલ મિડિયામાં વાયરલ કરીને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તાત્કાલિક હાજર પોલીસ કર્મીઓએ સંદિપને 108 મારફતે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેણે ગંભીર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, વિવેકાનંદ નગરના પીએસઆઇ સહિત પોલીસ કર્મી માનસિક હેરાન કરી રહ્યા છે.

આ મામલે અમદાવાદ જિલ્લાના ડીવાયએસપી કે. ટી કામરીયાએ કહ્યુ કે, GRD જવાને 20 મેના રોજ એક ટપાલ એસ.પી. કચેરી આપવા જવા માટે કહ્યું હતું. જો કે તેમને ના કહેતા તેની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી હતી. ત્યારબાદ તેણે 23મીમે ના દિવસે પણ પો.એ.ઓ. સહિતના કર્મચારી સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી. જેની નોંધ પણ પોલીસે સ્ટેશન ડાયરીમાં કરી હતી.

એટલું જ નહીં પોલીસ અધિકારીનું કહેવું છે કે, આ જવાનને રાત્રિ દરમિયાન ફરજ પર બોલાવતા તે વારંવાર મોર્નિંગ ડયુટીની માંગણી કરી રહ્યા હતા. હાલમાં ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જી.આર.ડી. જવાન છેલ્લા 12 વર્ષથી અહી ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
First published: June 2, 2020, 7:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading