ડર સબકો લગતા હૈ! ખાનગી તબીબો અને મેડિકલ સ્ટાફ માટે વીમા કવચની માંગ ઉઠી

ડર સબકો લગતા હૈ! ખાનગી તબીબો અને મેડિકલ સ્ટાફ માટે વીમા કવચની માંગ ઉઠી
CSIRના આ પોર્ટલથી આશા રખાય છે કે હેલ્થકેર સપ્લાયની ઉપલબ્ધતામાં સુધાર લાવી ભારતમાં દર્દીઓની સારવારમાં થતી મુશ્કેલીને પૂરી કરવામાં આવશે.

સરકારી હોસ્પિટલના ડોકરર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સીગ સ્ટાફને વીમા રક્ષણ આપવામાં આવ્યું છે તેવું જ વીમા કવચ ખાનગી જનરલ પ્રેક્ટિશનર તબીબી સ્ટાફને પણ વીમા કવચ આપવાની માગ ઉઠી છે.

  • Share this:
અમદાવાદ: રાજ્યભરમાં કોરોનાનો (coronavirus) સકંજો વધી રહ્યો છે. અને લોકોની સાથે ડોકટર્સ અને નર્સીગ સ્ટાફ પણ કોરોના પોઝિટિવ (corona positive) બની રહ્યા છે. જો કે સરકારી હોસ્પિટલના ડોકરર્સ, પેરામેડિકલ સ્ટાફ, નર્સીગ સ્ટાફને વીમા રક્ષણ (Insurance protection) આપવામાં આવ્યું છે તેવું જ વીમા કવચ ખાનગી જનરલ પ્રેક્ટિશનર તબીબી સ્ટાફને પણ વીમા કવચ આપવાની માગ ઉઠી છે.

કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. ખુદ હોસ્પિટલમાં તબીબો અને નર્સીગ સ્ટાફ કોરોના પોઝીટીવ આવી રહ્યા છે. તો બીજીતરફ સરકાર દ્વારા ખાનગી દવાખાના અને ક્લિનિક હોસ્પિટલ ખોલવાની સૂચના આપી છે. ત્યારે શહેરના જનરલ પ્રેક્ટિશનર તબીબો એ પણ હવે વીમા કવચની માંગ કરી છે.આ પણ વાંચોઃ-શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: 15 ઓગસ્ટ સુધી સ્કૂલો- કોલેજો બંધ, ફી ભરવા માટે સ્કૂલો દબાણ નહીં કરી શકે

કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર એસોસિએશનના સેક્રેટરી ડો.  વસંત પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને (cm vijay rupani) પત્ર લખી આ માંગ કરી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં જનરલ પ્રેક્ટિશનર 7500 અને ગુજરાત માં એલોપેથીના 70 હજાર ખાનગી પ્રેક્ટિશનર છે. તો હોમીઓપેથી ના 22 હજાર, આર્યુવેદીકના 23હજાર પ્રેક્ટિશનર મળી કુલ 1 લાખ 20 હજાર આસપાસ ખાનગી પ્રેક્ટિશનર છે.

આ પણ વાંચોઃ-કોરોના ફેલાવનાર ચીન ઉપર નવી આફત, લોકોની હાતલ છે ખરાબ, જૂઓ તસવીરો

સરકારી કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરતા તબીબો કે નર્સીગ સ્ટાફને કોરોનાના સંક્રમણ નું જોખમ 0.5 ટકા હોય છે જ્યારે નોન કોવિડ હોસ્પિટલમાં કે ક્લિનિકમાં ફરજ બજાવતા ડોકટર્સ કે મેડિકલ સ્ટાફમાં કોરોના સંક્રમણ નું જોખમ 1.67 ટકા હોય છે. કારણ કે જનરલ પ્રેક્ટિશનર ને તમામ શરદી, ખાંસી, તાવના દર્દી ને તપાસવાના હોય છે. તેમને ખ્યાલ નથી હોતો કે કોણ કોરોના પોઝિટિવ છે અને કોણ નથી.

આ પણ વાંચોઃ-સુરતઃ ટેમ્પો ચાલકનો મોબાઈલ લૂંટીને ભાગતા બે યુવકો પૈકી એક ઝડપાયો, બીજાને ફિલ્મી રીતે પકડી ધોઈ નાંખ્યો

આ કોરોનાની મહામારીમાં અમદાવાદમાં જ ચાર ખાનગી જનરલ પ્રેક્ટિશનર અને એક ઓર્થોપેડિક ડોકટર જીવ ગુમાવી ચુક્યા છે. અને દર્દીઓની સારવાર માં જીવ જતા તે ડોકટર ના પરીવાર આર્થિક સંકડામણ માં મુકાઈ જાય છે. એટલે જે સરકારી તબીબો કે સ્ટાફ ને વીમા સુરક્ષા મળે છે તે ખાનગી જનરલ પ્રેક્ટિશનર ને પણ મળવી જોઈએ.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ખાનગી જનરલ પ્રેક્ટિશનર ને વીમા કવચ આપવાથી સરકાર ને કોઈ આર્થિક બોજો પડવાનો નથી. પણ જનરલ ડોકટર્સ ના પરિવાર જનો ને રાજ્યની આ સંવેદનશીલ સરકાર તરફથી આર્થિક ટેકો મળશે સાથે જ નોન કોવિડ હોસ્પિટલ કે કલીનીક ના તબીબને કોરોના સામે લડવામાં અને દર્દી ઓની સારવાર કરવામાં જુસ્સો પણ વધશે.
First published:June 13, 2020, 20:23 pm

टॉप स्टोरीज