અમદાવાદ : પિતાએ 12 વર્ષની સગીર પુત્રીને ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું

News18 Gujarati
Updated: March 13, 2020, 11:42 AM IST
અમદાવાદ : પિતાએ 12 વર્ષની સગીર પુત્રીને ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું
પ્રતિકાત્મક તસવીર

પત્ની રાત્રે ઊંઘી ગયા બાદ પતિએ તેની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું, પત્નીની ફરિયાદ બાદ અમરાઇવાડી પોલીસ તપાસ શરૂ કરી.

  • Share this:
અમદાવાદ : પિતા-પુત્રીની  (Father Daughter) સંબંધને લજવતો એક બનાવ શહેરના અમરાઇવાડી પોલીસ (Amraiwadi Police Station)મથકે નોંધાયો છે. જેમાં એક સાવકા પિતા (Step Father)એ પોતાની 12 વર્ષની દીકરી (Teenage Girl) પર બળાત્કાર ગુજાર્યો છે. એટલું જ નહીં આ વાત કોઈને કહેશે તો દીકરીની મમ્મીને  (Mother-Daughter) મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે આરોપીની પત્ની એટલે કે પીડિતાની માતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ફરિયાદીએ પહેલી પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા

આ મામલે પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી છે કે તેણી પોતાના પતિ અને બે દીકરી સાથે અમરાઇવાડીમાં રહે છે. પરિવાર મૂળ હરિયાણાનો છે. ફરિયાદી જીન્સના પેન્ટના કારખાનમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. જ્યારે તેનો આરોપી પતિ ભાડાની રિક્ષા ચલાવે છે. મહિલાના લગ્ન 2001ના વર્ષમાં થયા હતા. લગ્ન જીવન દરમિયાન ફરિયાદીને બે દીકરી જન્મી હતી. જેમાં મોટી દીકરી ધોરણ સાતમાં અને નાની દીકરી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે. જોકે, પતિ સાથે મનમેળ ન થતાં મહિલાએ વર્ષ 2008માં છૂટાછેડા લઈ લીધા હતા.

આ પણ વાંચો : કોરોના વાયરસ સામે ડર નહીં, સાવચેતી જરૂરી; ગુજરાતમાં આટલી જગ્યાએ સારવાર ઉપલબ્ધ

2009માં બીજા લગ્ન કર્યાં

આ દરમિયાન કેટરિંગનું કામ કરતી વખતે તેની મુલાકાત આરોપી સાથે થઈ હતી. જે બાદમાં વર્ષ 2009માં તેણે સમાજના રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા હતા અને થોડા સમય માટે રહેવા માટે તેને વતન હરિયાણામાં ચાલ્યા ગયા હતા. ફરિયાદી છેલ્લા ચાર વર્ષથી તેના પતિ સાથે અમદાવાદમાં રહેતી હતી. તારીખ 11ના રોજ પરિવાર જમીને ઊંઘી ગયો હતો. તારીખ 12 માર્ચના રોજ વહેલી સવારે ફરિયાદીએ જાગીને જોયું તો તેનો પતિ તેની બાજુમાં ન હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે તેનો પતિ તેની દીકરી ઉપર ઊંઘી રહ્યો હતો. 

આ પણ વાંચો :  અમદાવાદ: મહિલાને મારવાનું કાવતરૂ? બાઈક ચાલકે મહિલાને અડફેટે લઈ ઘસડી, જુઓ - Live Video

આ બનાવ બાદ મહિલાએ તેની દીકરીની પૂછપરછ કરતા તેણે સાવકા પિતાએ બદકામ કર્યું હોવાનું જણાવ્યું હતું. માતાએ દીકીરની વધુ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેનો સાવકો પિતા અવાર-નવાર આવું કરતો હતો તેમજ આ અંગે કોઈને કહેશે તો તેની મમ્મીને એટલે કે ફરિયાદીને જીવથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
First published: March 13, 2020, 11:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading