Home /News /madhya-gujarat /

અમદાવાદઃ શરમનજક ઘટના! પતિ નોકરીએ જાય ત્યારે ઘરમાં સાસુની હાજરીમાં સસરાં પુત્રવધૂ સાથે કરતાં શારીરિક અડપલાં

અમદાવાદઃ શરમનજક ઘટના! પતિ નોકરીએ જાય ત્યારે ઘરમાં સાસુની હાજરીમાં સસરાં પુત્રવધૂ સાથે કરતાં શારીરિક અડપલાં

પરીણિત મહિલાની પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: પરિણીતા એ (married woman in Ahmedabad) ટુકડે ટુકડે એક લાખ રૂપિયા તેના પતિને આપ્યા હોવા છતાં દહેજ પેટે (dowry) તેઓ રૂપિયા દસ લાખની માંગણી કરતા હતા.

Ahmedabad news: અમદાવાદ શહેરના (Ahmedabad city news) વાસણા વિસ્તારમાં (vasana news) રહેતી એક પરિણીતાએ તેના સસરા વિરુદ્ધમાં આક્ષેપ કર્યો છે કે તેના પતિની ગેરહાજરીમાં સસરા તેની (father in law molested daughter in law) સાથે શારીરિક અડપલા કરે છે. આ સાથે પરિણીતાએ સાસરિયાં સામે દહેજને (dowry case) લઈને ત્રાસ આપતા હોવાની (married woman complains against in laws) ફરિયાદ પણ કરી છે.

વાસણા વિસ્તારમાં રહેતી પરિણીતાએ વર્ષ 2018માં નિકોલના એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે લગ્નના કેટલાક દિવસ સુધી તેના સાસરિયાંએ તેને સારી રીતે રાખી હતી. બાદમાં દહેજને લઈનેને તેને ત્રાસ આપવાનુ શરૂ કરી દીધું હતું.

એટલું જ નહિ આ પરિણીતાનો આક્ષેપ છે કે જ્યારે તેના પતિ નોકરી એ જતાં ત્યારે તેના સસરા સાસુની હાજરીમાં તેની સાથે શારીરિક અડપલા કરતા હતા. જોકે આ બાબતની જાણ પરિણીતાએ તેના પતિને કહેતા તેના પતિએ તેને અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને આ બાબતની જાણ કોઈને ના કરવા માટે કહેતો હતો.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: વૃશ્ચિક રાશિના લોકો વધુ બોલશે તો મુશ્કેલીમાં મૂકાશે, જાણો રાશિફળ

પરિણીતા એ ટુકડે ટુકડે એક લાખ રૂપિયા તેના પતિને આપ્યા હોવા છતાં દહેજ પેટે તેઓ રૂપિયા દસ લાખની માંગણી કરતા હતા. અને એક દિવસ પરિણીતા ના પતિએ તેના માતા પિતાની હાજરીમાં પરિણીતાનું માથું દીવાલ પર પછાડીને રૂપિયાની માંગણી કરી ઘરમાંથી કાઢી મૂકી હતી.

આ પણ વાંચોઃ-લો બોલો! મહિલાએ બાંધ્યો શ્વાન સાથે શરીર સંબંધ, પછી એવી ભરાઈ કે... પસ્તાવાનો પાર નહીં

તેનો પતિ ચારિત્ર્ય પર પણ શંકા કરી રહ્યો હોવાનો આરોપ પરિણીતાએ લગાવ્યો છે. જોકે પરિણીતા એ તેના પતિ સાથે છૂટાછેડાની અરજી પણ કરી છે. જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે આ બાબતની ફરિયાદ પરિણીતાએ વાસણા પોલીસમાં નોંધાવતા પોલીસએ ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ રૂંવાડા ઉભા કરી દે એવી હત્યા! પરિણીત યુવકે પ્રેમિકાને નંદુબાર લઈ જઈ કરી હત્યા, ગળું કાપ્યું, ટુકડા કર્યા, મોંઢાની ચામડી પણ કાઢી

ઉલ્લેખનીય છે કે અત્યારના આધુનિક યુગમાં પણ દહેજનું દુષણ હજી પણ જોવા મળી રહ્યું છે. દહેજ ભૂખ્યા સાસરીના સભ્યો પરિણીતાઓ ઉપર અત્યાચારની તમામ હદો વટાવતા હોય છે. સાસરીના લોકો પરિણીતાઓને એ હદ સુધી ત્રાસ આપતા હોય છે કે છેવટે પરિણીતાઓ કાંતો પોલીસ સ્ટેશનનું પગથિયું ચડે છે કાંત આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરીને પોતાના જીવનનો અંત લાવી દે છે. ત્યારે વાણસામાં પ્રાકશમાં આવેલી આ ઘટના કહેવાતા ભદ્ર સમાજમાં શરમજનક કહી શકાય.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Dowry case, Woman molestation

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन