સસરાએ પીઠ પર હાથ ફેરવીને વહુને કહ્યું, 'આપણે મોટા નેતાઓની CD બનાવી બ્લેકમેલ કરીએ'


Updated: June 22, 2020, 1:32 PM IST
સસરાએ પીઠ પર હાથ ફેરવીને વહુને કહ્યું, 'આપણે મોટા નેતાઓની CD બનાવી બ્લેકમેલ કરીએ'
પ્રતિકાત્મક તસવીર

અડાલજ પોલીસસ્ટેશનમાં એક મહિલા એડવોકેટએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી, જાણો પીશાચ સસરાએ શું માંગણી કરી હતી?

  • Share this:
અમદાવાદ: ગાંધીનગર જીલ્લા ના અડાલજ પોલીસસ્ટેશનમાં એક મહિલા એડવોકેટ એ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. તેને આક્ષેપ કર્યો છે કે તેના સસરા મોટા લોકોની સીડીઓ બનાવી બ્લેકમેલ કરી તોડપાણી નો ધંધો કરવાનું કહી પીઠ પર હાથ ફેરવીને વાત કરતા હતા. સમગ્ર મામલે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ કરતા અડાલજ પોલીસે તપાસ હાથ ધરી છે.

વૈષ્ણવદેવી પાસે રહેતી 30 વર્ષીય યુવતી બે વર્ષથી ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. વર્ષ 2016 માં આ યુવતીના લગ્ન થયા હતા. યુવતીનો પતિ નિરમા યુનિ. માંથી અભ્યાસ કરે છે અને પ્લાસ્ટિકનો વ્યવસાય પણ કરે છે. યુવતીના સસરા એક બેંકમાં સિનિયર મેનેજર તરીકે કામ કરે છે. યુવતીના લગ્ન બાદ તેના સાસરે જ તેના દાગીના સાસુએ મુકાવી દીધા હતા. બાદમાં થોડા જ સમયમાં સસરા આ યુવતીને ખરાબ નજરે જોતા હતા.


અવાર નવાર કહેવા છતાં સસરાએ આ હરકત શરૂ રાખી હતી. બાદમાં આ યુવતીએ કંટાળીને પતિને અલગ રહેવા જવાનું કહેતા વૈષ્ણવદેવી ખાતે એક ફ્લેટમાં ભાડે રહેવા લાગ્યા હતા. જેનો સામાન પણ યુવતીને તેના માતા પિતાએ વસાવી આપ્યો હતો.

આ પણ વાંચો :   સુરતમાં હીરા ઉદ્યોગને લઈને મોટો નિર્ણય : ત્રણ પોઝિટિવ કેસ આવશે તો જે તે યુનિટ બંધ કરાશે 

શનિ રવિની રજા આવતા યુવતીના સસરા આ ફ્લેટમાં રહેવા આવતા હતા. એક દિવસ યુવતીનો પતિ ટ્યુશન ગયો ત્યારે સસરાએ પોતાની હરકતો શરૂ કરી હતી. સસરાએ તેની પુત્રવધૂને કહ્યું કે , "તું નોકરી છોડી દે આપણે તોડપાણી નો ધંધો કરીએ, પણ યુવતીને સમજ ન આવતા તેના સસરા એ કહ્યું કે મોટા મોટા લોકોનો સંપર્ક કરવાનો જેમાં રાજનેતાઓ જેવા લોકોને મળવાનું બાદમાં તે લોકોની સીડીઓ બનાવવાની.જો એમની કોઈ કલીપ ન હોય તો પણ બ્લેકમેલ કરવાના અને આપણી પાસેના ઇન્સ્ટ્રુમેન્ટ બતાવી એ લોકો પાસે પૈસા પડાવવાના." યુવતીએ આ વાત સાથે સહમતી ન દર્શાવી તેના પતિને વાત કરી હતી. પતિને એવું પણ કહ્યું કે તેના સસરા એ પીઠ પર હાથ ફેરવ્યો હતો. પણ પતિએ કહ્યું કે તેના પરિવારજનો ફ્રી માઇન્ડના છે.

આ પણ વાંચો :  અમદાવાદ સહિત આ મોટા શહેરોમાં હેકર્સ Cyber Attack કરીને ખાતા કરી શકે છે ખાલી, SBIએ આપી ચેતવણી

પણ યુવતીથી આ બાબતો સહન ન થઈ હતી. સાસરિયાઓ દહેજની માંગણી કરતા, મારઝૂડ કરતા અને લંપટ સસરા છેડતી કરી બીભત્સ વાતો કરતા આખરે યુવતીએ તેના સસરિયાઓ સામે અડાલજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: June 22, 2020, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading