'પોલીસ હોય તો શું થઈ ગયું અમારી સોસાયટીમાં અમારું જ ચાલે,' સોલા પોલીસ પર પિતા-પુત્રનો હુમલો
'પોલીસ હોય તો શું થઈ ગયું અમારી સોસાયટીમાં અમારું જ ચાલે,' સોલા પોલીસ પર પિતા-પુત્રનો હુમલો
સોલા પોલીસ સ્ટેશન
Ahmedabad Crime News: એક્ટીવા ચાલકે (Activa rider) તેઓની બાઈક સાથે એકટીવા અથડાવી હતી અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. જોકે ફરિયાદીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપવા છતાં પોલીસવાળા (Police) છો તો શું થઈ ગયું આ મારો વિસ્તાર છે તેમ કહીને જોરથી બૂમો પાડવા લાગ્યો હતો.
અમદાવાદ: MCR તથા HS તર્કસ એપ્લિકેશનમાં (Application) એ ચેક કરવા માટે રાખેલ ડ્રાઇવના અનુસંધાનમાં પોલીસ કોન્સ્ટેબલ (Police constable) દેવેન્દ્ર દાન અને હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ બાઇક લઇને ચાણક્યપુરી વિસ્તારમાં એમ સી આર કાર્ડ વાળા એક ઈસમની તપાસ કરવા માટે ગયા હતા. જો કે તેનું સરનામું ના મળતા તેઓ બાઈક લઈને ત્યાંથી નીકળતા હતા તે દરમિયાન એક્ટીવા ચાલકે (Activa rider) તેઓની બાઈક સાથે એકટીવા અથડાવી હતી અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. જોકે ફરિયાદીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપવા છતાં પોલીસવાળા છો તો શું થઈ ગયું આ મારો વિસ્તાર છે તેમ કહીને જોરથી બૂમો પાડવા લાગ્યો હતો.
આમ બાજુના ઘરમાંથી બીજા બે વ્યક્તિઓને બોલાવી પોલીસ સાથે ઝપા ઝપી કરવા લાગ્યા હતા. જોકે કરી ફરી પોતે પોલીસ તરીકેની ઓળખ આપતાં આરોપીઓએ કહ્યું હતું કે પોલીસ છો તો શું થઈ ગયું અમારી સોસાયટીમાં અમારું જ ચાલશે અહી ઉભા, અને તમને જોઈ લઈ એ છીએ. તેમ કહી ને ઘર માં ગયા હતા.
જો કે આરોપી ઓ હુમલો કરશે તેવા ડર થી ફરિયાદી એ તુરત જ ઘટના ની જાણ ઉપરી અધિકારી ને કરી હતી. એવામાં આરોપી ઓ લાકડી, લોખંડ ની પાઇપ અને કોસ લઈને આવી બંને પોલીસ જવાનોને માર માર્યો હતો. અને કહેવા લાગ્યા હતા કે આ પોલીસવાળાને આજે જીવતા જવા દઇશું તો આપણા વિરોધમાં પોલીસ ફરિયાદ કરશે,
જેથી આ લોકોને તો આજે પતાવી જ દેવા છે. જો કે આ દરમિયાન અન્ય પોલીસ સ્ટાફ આવતા આરોપી ઓએ તેમની સાથે પણ મારા મારી કરી હતી. પરંતુ પોલીસે જરૂરી બળ પ્રયોગનો ઉપયોગ કરીને આરોપી ઓને ઝડપી લીધા છે. હાલ માં પોલીસ એ કનુભાઈ સોલંકી, અજય સોલંકી, અને આકાશ સોલંકી નામના ત્રણ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન (Danilimbada police station) વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે અને જેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના (police complaint) આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે ફરિયાદી પોતાના પરિવાર (family) સાથે રહે છે અને જે મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.
ફરિયાદીના ઘરની બાજુમાં આરોપીનો પરિવાર રહે છે અને આરોપીને વહેમ હતો કે તેની પત્નીનું ફરિયાદી સાથે મિત્રતા છે જવાથી શંકા વહેમ રાખીને ફરિયાદી સાથે અવારનવાર બબાલ અનવ ઝઘડો કરતો હતો. ગત 1 એપ્રિલના રોજ રાત્રીના સાડા દસ વાગેની આસપાસ ફરિયાદી પોતાના ઘરની પાસે બેસેલ હતો.
તે દરમિયાનમાં આરોપી તેનો પુત્ર અને તેનો ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આરોપીઓ અચાનક ફરિયાદી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે તું કેમ અમારી સામે ધુરી ધુરી ને જોવે છે? તું મોટો દાદા થઈ ગયો છે? તે કહી ફરિયાદીને ગંદી ગાળો બોલવા લાગેલ જેથી ફરિયાદી ગાળો બોલવાની ના પાડતા આરોપી બન્ને ભાઈઓ ફરિયાદીને માર મારવા લાગેલ અને ત્યાર બાદ આરોપીનો પુત્ર પોતાની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદીના હાથમાં મારી દીધેલ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર