FASTagની અમલવારીમાં મોટી રાહત, 15 જાન્યુઆરી સુધી રોકડમાં ટોલ ભરી શકાશે

News18 Gujarati
Updated: December 15, 2019, 2:41 PM IST
FASTagની અમલવારીમાં મોટી રાહત, 15 જાન્યુઆરી સુધી રોકડમાં ટોલ ભરી શકાશે
મોદી સરકારે લોકોની સમસ્યાઓ ઓછી કરવા માટે FASTag લેનમાં કેશ પેમેન્ટની પરવાનગી આપી છે.

મોદી સરકારે લોકોની સમસ્યાઓ ઓછી કરવા માટે FASTag લેનમાં કેશ પેમેન્ટની પરવાનગી આપી છે.

  • Share this:
અમદાવાદ : આજથી નેશનલ હાઇવેના (National) ટોલ પ્લાઝા (toll Plaza) પરથી પસાર થતી ગાડીઓને ઓનલાઇન ટોલ ભરવા માટે FASTag ફરજીયાત કરવામાં આવ્યું છે. જોકે, સરકારે લોકોની સમસ્યાને જોતા અમલવારીમાં મોટી રાહત આપી છે. ભારત સરકારની ઘોષણા મુજબ આગામી 15મી જાન્યુઆરી સુધી FASTag નહીં હોય તો રોકડ પૈસા આપી ટોલ ચુકવી શકાશે.

30 દિવસ માટે મંજૂરી


ભારત સરકારના પરિવહન મંત્રાલય મુજબ 30 દિવસ માટે ટોલ પ્લાઝાઓ પર રોકડ પેમેન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી FASTagની લેનને હાઇબ્રીડ લેન તરીકે કાર્યરત કરવાની સૂચના આપવામાં આવી છે. એટલે કે આ લેનમાંથી પસાર થતા વાહનો રોકડમાં પણ ટોલ ભરી શકશે.

આ પણ વાંચો :  પાયલ રોહતગીની અમદાવાદથી અટકાયત, પાયલે કહ્યું, 'રાજસ્થાન પોલીસે ધરપકડ કરી'

ફાસ્ટેગ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ ટેકનીક છે જે નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. આ ટેકનીક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)ના આચાર્ય પર કામ કરે છે. આ ટેગને વાહનની વિન્ડસ્ક્રીન પર મૂકવામાં આવે છે જેથી ટોલ પ્લાઝા પરના સેન્સર તેને વાંચી શકે. જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થાય છે ત્યારે ટોલ ચાર્જ ઓટોમેટિક કપાઇ જાય છે. આ માટે વાહનો અટકાવવાની જરૂર નથી. એકવાર જાહેર થયા પછી ફાસ્ટેગ 5 વર્ષ માટે સક્રિય છે. તેને ફક્ત સમયસર રિચાર્જ કરવાનું હોય છે.

પ્રતિકાત્મક તસવીર


ફાસ્ટેગ કેવી રીતે મેળવવું?

તમારા વાહન માટે ફાસ્ટેગ ખરીદવું ખૂબ જ સરળ છે. નવી કાર ખરીદતી વખતે જ તમે વેપારી પાસેથી ફાસ્ટેગ મેળવી શકો છો.જૂના વાહનો માટે નેશનલ હાઇવેના પોઇન્ટ ઑફ સેલથી ખરીદી શકાય છે. આ ઉપરાંત તમે ખાનગી ક્ષેત્રની બૅન્કો પાસેથી ફાસ્ટેગ પણ ખરીદી શકો છો. તેમનું જોડાણ ભારતના નેશનલ હાઇવે ઓથોરિટીનું છે. આમાં સિન્ડિકેટ બૅન્ક, Axis બૅન્ક IDFC બૅન્ક, HDFC બૅન્ક SBI બૅન્ક, અને ICICI સામેલ છે. જો તમે ઇચ્છો તો તમે પેટીએમથી ફાસ્ટેગ પણ ખરીદી શકો છો.ફાસ્ટેગનો ઉપયોગ કેવી રીતે કરવો?સૌ પ્રથમ ફાસ્ટેગ માટે તમારે પ્લાસ્ટિકનું કવર ઉતારીને વાહનના વિન્ડ સ્ક્રીન પર લગાવવું પડશે અને પહેલી વખત યૂઝ કરી રહેલા યૂઝર્સને તેમના ઑનલાઇન વૉલેટથી લિંક કરવું પડશે. આ માટે તેમને બૅન્કની વેબસાઇટ પર જવું પડશે જ્યાંથી ફાસ્ટેગ ખરીદવામાં આવ્યા છે. આ વૉલેટને ઑલાઇન રિચાર્જ કરી શકાય છે. જ્યારે પણ ફાસ્ટેગ ઍકાઉન્ટમાંથી પૈસા કાપવામાં આવે છે ત્યારે એક એસએમએસ અલર્ટ પણ આવશે.

આ પણ વાંચો :  આજથી FASTag ફરજિયાત, જાણો નવા નિયમને લગતી તમામ બાબતો

જરૂરી દસ્તાવેજો

જો તમે તોઈ પોઇન્ટ ઑફ સેલ સેન્ટર (POS) પરથી FASTag ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારે કેટલાક દસ્તાવેજો આપવા પડશે. આ દસ્તાવેજોમાં વાહનોના રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ એટલે કે આરસી બૂક, વાહન માલિકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, KYC ડૉક્યૂમેન્ટ્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ, વૉટર આઇડી, આધારમાંથી કોઈ પણ ઑરિજનલ સાથે રાખવા પડશે.
First published: December 15, 2019, 2:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading