આજથી FASTag ફરજિયાત, નહીં હોય તો બમણો ટેક્સ ચૂકવવો પડશે

News18 Gujarati
Updated: January 15, 2020, 10:22 AM IST
આજથી FASTag ફરજિયાત, નહીં હોય તો બમણો ટેક્સ ચૂકવવો પડશે
જે વાહનોમાં ફાસ્ટેગ નહિ હોય તેમણે ગુજરાત (Gujarat) સહિત દેશનાં તમામ ટોલ બૂથ પર દરેક વખતે બે ગણો ટેક્સ ભરવો પડશે.

દેશના તમામ ધોરીમાર્ગો પરથી પસાર થવા માટે વાહનમાં ફાસ્ટેગ નહિ હોય તો ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે.

  • Share this:
અમદાવાદ : આજથી નેશનલ હાઈવેનાં (National Highway) ટોલ પ્લાઝા પરથી પસાર થતી ફોર વ્હીલ વાહન પર ફાસ્ટેગ (Fastag) લગાવવું ફરજિયાત થઈ ગયું છે. મહત્વનું છે કે, નેશનલ હાઈવે સ્થિત ટોલ પ્લાઝા પર ચોથા ભાગનાં ફાસ્ટેગ લેનને એક મહિના માટે હાઇબ્રિડ લેન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ હાઈબ્રિડ લેનમાં 15 જાન્યુઆરી સુધી એટલે આજ સુધી ફાસ્ટેગની સાથે કેશથી પણ પેમેન્ટ કરાતુ હતું. એટલે તમારે આજથી રાજ્યમાં કે દેશનાં કોઇપણ ટોલ પ્લાઝાને પાર કરવો હશે તો તમારે ફાસ્ટેગ જરૂરી બની ગયું છે. દેશના તમામ ધોરીમાર્ગો પરથી પસાર થવા માટે વાહનમાં ફાસ્ટેગ નહિ હોય તો ડબલ ટોલ ટેક્સ ભરવો પડશે. જે વાહનોમાં ફાસ્ટેગ નહિ હોય તેમણે ગુજરાત (Gujarat) સહિત દેશનાં તમામ ટોલ બૂથ પર દરેક વખતે બે ગણો ટેક્સ ભરવો પડશે.

શું છે ફાસ્ટેગ અને કેવી રીતે મેળવશો?

ફાસ્ટેગ એ ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ ટેકનીક છે જે નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ઉપલબ્ધ છે. આ ટેકનીક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID)ના આચાર્ય પર કામ કરે છે. આ ટેગને વાહનની વિન્ડસ્ક્રીન પર મૂકવામાં આવે છે જેથી ટોલ પ્લાઝા પરના સેન્સર તેને વાંચી શકે. જ્યારે કોઈ વાહન ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ લેનમાંથી પસાર થાય છે ત્યારે ટોલ ચાર્જ ઓટોમેટિક કપાઇ જાય છે. આ માટે વાહનો અટકાવવાની જરૂર નથી. એકવાર જાહેર થયા પછી ફાસ્ટેગ 5 વર્ષ માટે સક્રિય છે. તેને ફક્ત સમયસર રિચાર્જ કરવાનું હોય છે.

આ પણ વાંચો : PM મોદીએ 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ખાતે ઉજવાયેલી ઉત્તરાયણની તસવીરો શેર કરી

ઉપયોગ કરવાની રીત

સૌથી પહેલા ફાસ્ટેગ માટે તમારે પ્લાસ્ટિકનું કવર કાઢીને તેને વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવાનું રહેશે. પહેલી વખત ઉપયોગ કરતા યુઝર્સે ફાસ્ટેગને પોતાના ઓનલાઈન વોલેટથી લિંક કરવું પડશે. તેના માટે તેમને તે બેંકની વેબસાઈટ પર જવાનું રહેશે જ્યાંથી ફાસ્ટેગની ખરીદી કરી હોય. ત્યારબાદ આપવામાં આવેલ સ્ટેપને ફોલો કર્યા બાદ ઉપયોગ કરી શકશે. આ વોલેટનું ઓનલાઈન રિચાર્જ કરી શકાય છે. ફાસ્ટેગ અકાઉન્ટમાંથી પૈસા કટ થયા બાદ તેનો એક એસએમએસ અલર્ટ પણ આવશે.ફાસ્ટેગથી શું ફાયદો થશે?

ફાસ્ટેગ ઉપયોગ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ટોલ પ્લાઝા પર લાંબી લાઈન નહીં લાગે. ઓનલાઈન પૈસા કટ થવાથી ટોલ પ્લાઝા પર પેપરનો ઉપયોગ પણ ઓછો થાય છે. લેનમાં વાહનોની લાંબી લાઈનો નહીં હોય તો પ્રદૂષણ પણ ઘટશે. ફાસ્ટેગનાં ઉપયોગ પર ઘણા પ્રકારની કેશબેક અને અન્ય ઓફર પણ મળે છે.

 
First published: January 15, 2020
વધુ વાંચો
अगली ख़बर