વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ 33% નુકસાન હશે તો વળતર ચુકવાશે : કૃષિ મંત્રી

News18 Gujarati
Updated: November 6, 2019, 1:58 PM IST
વીમો ન લીધો હોય તેવા ખેડૂતોને પણ 33% નુકસાન હશે તો વળતર ચુકવાશે : કૃષિ મંત્રી
ફાઇલ તસવીર

આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહેશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચુકવવાનું થશે : આર.સી.ફળદુ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગાંધીનગર ખાતે આજે કેબિનેટ બેઠક મળી હતી. બેઠક દરમિયાન ગુજરાત પર આવી રહેલી આફત 'મહા' વાવાઝોડું અને અકુદરતી વરસાદને કારણે ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠક બાદ કૃષિ મંત્રી આર.સી.ફળદુએ મીડિયાને સંબંધો કરતા જણાવ્યું હતું કે, વીમા કંપની આગામી 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરશે. આ ઉપરાંત જે ખેડૂતોએ વીમો નથી લીધો તેમને પણ કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે સહાય ચુકવવામાં આવશે.

રાજ્ય સરકારે વીમા કંપનીને વળતર ચુકવવા આદેશ કર્યો

આર.સી. ફળદુએ જણાવ્યું કે, "આ વર્ષે ગુજરાતી પર કુદરતની અસીમ કૃપા રહી છે. રાજ્યમાં 144 ટકા વરસાદ પડ્યો છે. ખેડૂતો પણ ઉમંગ હતા. પરંતુ અંતિમ સમયમાં ખેડૂતો પાક લેવાની તૈયારી કરી રહ્યો હતા ત્યારે અકુદરતી વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે. અનેક જગ્યાએ અતિવૃષ્ટિની પરિસ્થિતિ ઉભી થઈ છે. આ દરમિયાન રાજ્ય સરકારે ચારેય કંપનીઓને બોલાવીને ખેડૂતોને પ્રધાન મંત્રી ફસલ બીમા યોજનાની માર્ગદર્શિકા પ્રમાણે વળતર આપવાની સૂચના આપી છે. કૃષિ વિભાગના કર્મચારીઓ તરફથી પણ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે."

આ પણ વાંચો : સરકાર ખેડૂતોને 7 દિવસમાં સંપૂર્ણ પાક વીમો નહીં આપે તો આંદોલન કરીશું : હાર્દિક પટેલ

લેખિતમાં પણ ફરિયાદ લેવા સૂચના

"સર્વેની કામગીરી દરમિયાન ખેડૂતો વીમા કંપનીઓને ફોનથી ફરિયાદ કરતા હતા. આ સમયે તમામ ખેડૂતોના ફોન કોલ લેવામાં આવતા ન હોવાની, તેમજ ફરિયાદ કરવા માટેનો સમય ખૂબ ઓછો હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. આથી રાજ્ય સરકારે સૂચના આપીને ખેડૂતોની લેખિતમાં પણ ફરિયાદ લેવાની સૂચના આપી છે. સર્વે કામગીરી કરીને વળતર ચુકવવું વીમા કંપનીની ફરજ છે."10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહેશે

"આજે કેબિનેટમાં થયેલી ચર્ચા પ્રમાણે ચારેય કંપનીઓએ 10 દિવસમાં સર્વેની કામગીરી પૂરી કરવાની રહેશે. પછીના 15 દિવસમાં ગણતરી કરીને ખેડૂતોને વળતર ચુકવવાનું થશે. જેમણે વીમો લીધો છે તે તમામનો સર્વે કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના અમુક ભાગમાં ખેડૂતોએ વીમો નથી લીધો. આવા ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન થયું હશે તો તેમને કેન્દ્ર સરકારની યોજના પ્રમાણે વળતર ચુકવવામાં આવશે."

આ પણ વાંચો : જે ખેડૂતોએ પાક વીમો નથી લીધો તેમને કેન્દ્રના નિયમો મુજબ સહાયતા મળશે : રૂપાણી

ખેતીને નુકસાન

કૃષિ મંત્રીએ કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજીત આંકડા આપતા કહ્યુ કે, "અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય."

પૈસા ઉઘરાવનાર એજન્ટ સામે કાર્યવાહી થશે

અમરેલી જિલ્લામાં ખેડૂતો પાસે સર્વેની કામગીરી માટે પૈસા લેવાનો વીડિયો વાયરલ થવા અંગે આર.સી.ફળદુએ કહ્યુ હતુ કે, "સરકારે અમરેલી જિલ્લાના અધિકારીઓને તેની સામે પગલાં લેવાની સૂચના આપી દીધી છે. એજન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
First published: November 6, 2019, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading