Home /News /madhya-gujarat /

Gandhinagar: દહેગામ APMCમાં એરંડા અને ઘઉંનો પાકોના વેચાણને લઈને ખેડૂતોનો ભારે ધસારો

Gandhinagar: દહેગામ APMCમાં એરંડા અને ઘઉંનો પાકોના વેચાણને લઈને ખેડૂતોનો ભારે ધસારો

દિવેલનો 1400 થી પણ વધુનો ભાવ પ્રતિ મણ

દહેગામ તાલુકાના ખેતીવાડી બજારમાં ખેડૂતો ઘઉં તથા એરંડાનો પાક (Crop) વેચવા માટે લાઇનો લગાવી રહ્યા છે. એક અંદાજ મુજબ 21 મી માર્ચથી 25 મી માર્ચ સુધી માત્ર પાંચ જ દિવસમાં દહેગામ ખેતીવાડી બજારમાં 2000 ક્વિન્ટલ બોરી એરંડાનો (Castor) પાક ઠલવાયો હતો.

વધુ જુઓ ...
    ગાંધીનગર:  દહેગામ (Dahegam) તાલુકામાં હોળી ધુળેટી પુર્ણ થયા બાદ ઘઉંની (Wheat) સિઝન લેવાની શરૂઆત પુરઝડપમાં ચાલી રહી છે. દહેગામ એપીએમસીમાં (APMC) અત્યારે રોજના બસો ટ્રેક્ટરોની (Tractor) લાઇનો જોવા મળી રહી છે. ઘઉનાં ભાવ પણ પોષણક્ષમ મળી રહ્યા હોવાની વિગતો મળી છે. તમને જણાવી દઈએ કે 11 હજાર બોરીની આવક માત્ર પાંચ જ દિવસમાં થઇ છે. ઘઉંની સાથે સાથે આ વર્ષે રોકડીયા પાક (Cash Crop) ગણાતા દિવેલનો ભાવ ઉંચો હોવાથી વેચવા માટે ખેડૂતોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

    ચાલુ વર્ષે ખેડૂતોને એરંડાનો ભાવ (Price) નજીકના વર્ષોમાં ક્યારેય ના મળ્યો હોય એવો ભાવ મળી રહ્યો હોવાથી સીધા જ ખેતરમાંથી પાક ઉતારીને બજારમાં (Market) વેચવા પહોંચી રહ્યા હોવાની વિગતો મળી આવી છે. દહેગામ તાલુકાના ખેતીવાડી બજારમાં ખેડૂતો ઘઉં તથા એરંડાનો પાક (Crop) વેચવા માટે લાઇનો લગાવી રહ્યા છે.

    દિવેલનો ભાવ હાલમાં 1400 થી પણ વધુનો ભાવ પ્રતિ મણ

    રોકડીયો પાક ગણવામાં આવતા દિવેલનો ભાવ હાલમાં 1400 થી પણ વધુનો ભાવ પ્રતિ મણ મળી રહ્યો છે. હાલ માર્કેટનો ભાવ ઉંચકાયેલો હોવાથી ખેડૂતોએ (Farmers) પોતાના ઘરમાં બે-ત્રણ વર્ષથી સંગ્રહી રાખેલો પાક પણ વેચવા માટે હવે કાઢી રહ્યા છે. સરેરાશ ખેડૂતોને હજાર - બારસોથી વધુ ભાવ નજીકના વર્ષોમાં મળ્યો નહી હોવાનું જણાવી રહ્યા હતા.

    આ પણ વાંચો: AAPએ BJPનું કર્યું એપ્રિલફુલ! BJPમાં જોડાયેલા વધુ એક કોર્પોરેટરની AAPમાં ઘરવાપસી

    એક અંદાજ મુજબ 21 મી માર્ચથી 25 મી માર્ચ સુધી માત્ર પાંચ જ દિવસમાં દહેગામ ખેતીવાડી બજારમાં 2000 ક્વિન્ટલ બોરી એરંડાનો (Castor) પાક ઠલવાયો હતો. આ માટે ખેડૂતો હજી પણ પાક વેચવા આવી રહ્યા છે. આ જ રીતે ઘઉંનો પાક વેચવા માટે પણ ખેડૂતોનો જાણે રાફડો ફાટયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રોજના 200 ટ્રેક્ટરોમાં ઘઉંનો પાક ભરીને ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં જ એપીએમસી (APMC) બજારમાં 9100 ક્વિન્ટલ બોરી ઘઉં બજારમાં ખેડૂતોએ વેચ્યા છે.

    આ પણ વાંચો: કાલથી નવા સંવત 2079 અને નવરાત્રીનો પ્રારંભ, જાણો, હિન્દુ નવવર્ષની 10 મોટી વાતો

    જગતનો તાત કહેવાતા ખેડૂતોમાં ખુશી છવાઈ

    ગયા વર્ષે એપીએમસી (APMC) બજારમાં ખેડૂતોએ ઘઉંના ઓછા ભાવને લઇને ભારે હંગામો કર્યો હતો. રસ્તા પણ રોક્યા હતા. આ વર્ષે ઘઉંના ભાવ બાબતે ખેડૂતો દ્વારા રકઝક કે અન્ય કોઇ માથાકુટ સામે આવી નથી. આ વર્ષે ઘઉંનો ભાવ પણ 450 થી 500 સુધી પહોંચ્યો હોવાથી જગતનો તાત કહેવાતા ખેડૂતોમાં (Farmers) ખુશી છવાઈ ગઈ હતી. આમ દહેગામના ખેડૂતો હાલમાં એરંડા અને ઘઉંના પાક વેચવા માટે બજારમાં લાઇનો લગાવી રહ્યા છે. 21મી થી 25મી સુધી ઘઉં અને એરંડાની 11 હજાર કરતા પણ વધુ બોરીઓની ખરીદી કરવામાં આવી હોવાની વિગતો મળી છે.

    હાલમાં જ દહેગામ તથા ચિલોડાના કેન્દ્રો ઉપર સરકાર દ્વારા ચણાની (Chickpeas) ખરીદી પણ ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે. દહેગામ એપીએમસી (APMC) બજારમાં તાજેતરમાં માર્ચ એન્ડીંગના કારણે 26મી થી ખરીદી બંધ કરવામાં આવી છે. જે 2જી એપ્રિલે શનિવારથી ખરીદી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. ત્યારે ખેડૂતોનો ભારે ઘસારો રહેવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmeadabad News, Farmer in Gujarat, અમદાવાદ, ખેડૂત

    આગામી સમાચાર