પાક વીમા માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદ્દત વધારાઈ, 3 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે

News18 Gujarati
Updated: November 1, 2019, 4:57 PM IST
પાક વીમા માટે રજિસ્ટ્રેશન કરાવવાની મુદ્દત વધારાઈ, 3 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે
ગુજરાત સરકારે પાક વીમાના મુદ્દે રજિસ્ટ્રેશનની મર્યાદા લંબાવી છે.

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું કે અત્યાર સુધીમાં ખેડૂતોના 2672 કોલ રિસવી કરાયા છે.

  • Share this:
ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસમાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. જે અનુસંધાને વિજય રૂપાણી સરકારે આજે પાક વીમા અંગે ખેડૂતોની સુવિધા માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. આ ટોલ ફ્રી નંબર પર ખેડૂતો પોતાની ફરિયાદ 3 નવેમ્બરે સાંજે સાડા છ વાગ્યા સુધી નોંધાવી શકશે એમ કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવ પૂનમચંદ પરમારે જણાવ્યું હતું.

આ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, રાહત કમિશ્નર તથા કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. બેઠક દરમિયાન કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કૃષિ વિભાગ તરફથી પત્રકાર પરિષજ યોજીને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : સરકારે પાકને થયેલા નુકસાનની માહિતી આપવા ખેડૂતો માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કર્યા

3-13 નવેમ્બર સરવે થશે, 30મી સુધી ચુકવણીની વ્યવસ્થા કરાશે

પૂનચંદ પરમારે વધુમાં જણાવ્યું હતું. વીમા કંપનીના અધિકારઓ આગામી 3-13 નવેમ્બર સુધીમાં પાકની નુકશાનીના સરવેની કામગીરી પૂર્ણ કરશે તેમજ આગામી 30મી નવેમ્બર સુધીમાં પાક વીમાની રકમની ચુકવણીની વ્યવસ્થા કરાશે. જે ખેડૂતો ભેજના કારણે મગફળી વેચી ન શક્યા હોય તેમાના માટે ટેકાના ભાવે મગફળી આપવાની સમય મર્યાદા વધારાશે.આ પણ વાંચો : 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, 6-7 નવેમ્બરે ભારે પવન સાથે વરસાદની આગાહી

જિલ્લા કક્ષાએ પણ ફરિયાદ નોંધાવી શકાશે

પરમારના જણાવ્યા મુજબ જો ખેડૂતોના કોલ વીમા કંપની રિસીવ ન કરે તો તેઓ જિલ્લા કક્ષાના સર્વિસ સેન્ટર પર ફરિયાદ નોંધાવી શકશે. અત્યારસુધીમાં વીમા કંપનીએ 2672 કોલ રિસીવ કર્યા છે. કેટલીક કંપનીની રજૂઆતો હતી કે સર્વર ડાઉન હોવાના કારણે વધારે કોલ રિસવી થઈ શક્યા નથી.
First published: November 1, 2019, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading