પ્રધાનમંત્રી કૃષી વીમા યોજના હેઠળ વળતર ન મળતા ખેડૂતોની હાઈકોર્ટમાં ઘા

News18 Gujarati
Updated: August 14, 2019, 6:43 PM IST
પ્રધાનમંત્રી કૃષી વીમા યોજના હેઠળ વળતર ન મળતા ખેડૂતોની હાઈકોર્ટમાં ઘા
ફાઇલ તસવીર

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પાક વીમાંનું વળતર ન મળતા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે આજે હાઇકોર્ટે સરકારને એક્સન ટેક્ન રીપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

  • Share this:
Gujપ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ પાક વીમાંનું વળતર ન મળતા ખેડૂતોએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અરજી મામલે આજે હાઇકોર્ટે સરકારને એક્સન ટેક્ન રીપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. આજે બુધવારે આ મામલે સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર સબસિડી અને ખેડૂતોનું પ્રીમિયમ આપે છે પરંતુ વીમા કંપનીએ ખેડૂતોને વળતરની રકમ ચૂકવતી નથી. જો કે આ મામલે હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો કે જો તમેને ખબર છે કે આવી પરિસ્થિતિ ઊભી થઇ છે તો તમે વીમા કંપની સામે હજુ સુધી કેમ કોઈ પગલાં નથી લીધા તેનો જવાબ આપો.

હાઈકોર્ટે સરકારને આ મામલે કડક પગલા લેવા કહ્યુ કે વીમા કંપનીને બ્લેક લિસ્ટ કરવી હોય તો કરો. તેમજ પ્રિમિયમ રિકવર કરવું હોય તો તે કરો પરંતુ ખેડૂતોને તેમે પાક વીમાનું વળતર ચૂકવો. આજે હાઇકોર્ટે સરકારની કામગીરીથી નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ હાઇકોર્ટે સરકારને અત્યાર સુધી કેટલા ખેડૂતોને વળતર ચૂકવામાં આવ્યું છે અને કેટલા ખેડૂતોને પાક વીમા વળતર ચુકવાનું બાકી છે. અને તેની કેટલી રકમ છે તે તમામ માહિતી સાથેનો એક્સન ટેકન રીપોર્ટ 18 સપ્ટેમ્બર સુધી રજુ કરવા માટે આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્પાયડરમેનને પકડનાર અને સોની બજારમાં નેટવર્ક ધરાવતા પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ મેડલ

વર્ષ 2016થી પાક વીમા યોજના હેઠળ વળતર નહીં મળતા સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના બોડીયા ગામના ખેડૂતો એ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે ખેડૂતો પાસેથી પ્રીમિયમના પૈસા લીધા બાદ પણ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાકવીમાનું વળતર ચુકવવામાં વર્ષ 2016થી ઠાગાઠૈયા કરી રહી છે

ખેડુતોના વકીલ અમીરાજ બારોટે જણાવ્યુ હતુ કે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ બોડીયા ગામના 100 થી 150 ખેડુતો એવા છે જેમને 2016 થી એક પણ રુપીયો પાક વીમા પેટે મળ્યો નથી. જ્યારે સરકારની આ સ્કીમમાં તેઓ છેલ્લા 3 વર્ષથી સરકારને, વીમા કંપનીને રુપીયા ચુકવેલા છે. જેના માટે આ પીટીશન અમે કરેલી જેમાં હાઈકોર્ટે આજે સરકારને નોટીસ કાઢી એક્શન ટેકન રીપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. ઈન્સયોરેન્સ કંપની વકીલ પણ હાજર હતા તેમને પુરતું વળતર ચુકવવા અને સરકારને જવાબદારી લેવા કોર્ટે કહ્યું છે.

વધુ સુનાવણી આ કેસમાં 18 સપટેમ્બરે રાખેલી છે. વીમાં કંપનીએ કહ્યુ હતુ કે 22 હજાર ખેડુતોને 90 કરોડ જેટલા રુપીયા ચુકવેલા છે રુપીયા ચુકવ્યા તે બાબતનો રીપોર્ટ સરકારને આપવો તથા તે બાબતનો સરકાર રીપોર્ટ બનાવી હાઈકોર્ટ સમક્સ રજુ કરવાનો રહેશે
First published: August 14, 2019, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading