પેપ્સીએ તેની બટાટાની જાત વાવવા બદલ ગુજરાતનાં ખેડૂતો પર કેસો કર્યા

News18 Gujarati
Updated: April 24, 2019, 7:46 PM IST
પેપ્સીએ તેની બટાટાની જાત વાવવા બદલ ગુજરાતનાં ખેડૂતો પર કેસો કર્યા
પ્રતિકાત્મક તસવીર

સમગ્ર દેશભરનાં 191થી પણ વધુ ખેડૂતો, તજજ્ઞો, સંગઠનોએ ભેગા મળી એક પત્ર કેન્દ્ર સરકારને આ મામલે લખ્યો છે

  • Share this:
અમદાવાદ: અમેરિકાની બહુરાષ્ટ્રિય કંપની પેપ્સીએ ગુજરાતમાં બટાટાની ખેતી કરતા અંદાજિત નવ જેટલા ખેડૂતો પર વિવિધ કોર્ટોમાં કરોડો રૂપિયાનાં દાવા કરતા બટાટાની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે અને ખેડૂત સંગઠનોએ પેપ્સી કંપની સામે લડી સેવા બાંયો ચઢાવી છે.

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ ખેડૂત સંગઠનોનાં આગેવાનો, કર્મશીલો અને તજજ્ઞોએ પત્રકારોને માહિતી આપતા કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બટાટાની ખેતી કરતા નવ જેટલા ખેડૂતો સામે પેપ્સી કંપનીએ અલગ-અલગ કોર્ટોમાં વળતરનાં દાવા માંડ્યા છે.

આ કંપનીએ આ ખેડૂતો પર આક્ષેપ કર્યો છે કે, તેઓ પેપ્સી કંપનીએ વિકસાવેલી બટાટાની વિશેષ જાતનું બિયારણ વાવીને ખેતી કરે છે અને એવો દાવો કર્યો છે કે, ખેડૂતો ગેરકાયદેસર રીતે તેની આ બટાટાની જાતની ખેતી કરે છે.

સજીવ ખેતી અને ખેડૂતો માટે લડતી જતન સંસ્થાનાં કપિલ શાહે જણાવ્યું કે, કંપનીએ આ વર્ષે અમદાવાદની કોમર્સિયલ કોર્ટમાં ચાર ખેડૂતો સામે દરેક ખેડૂત સામે એક કરોડ પાંચ લાખનાં દાવા કર્યા છે અને આ કેસની સૂનાવણી દરમિયાન કોર્ટે તપાસનાં આદેશ પણ આપ્યા છે અને ખેડૂતોને બટાટા વેચવા પર રોક લગાવી છે.

“અમેરિકાની પેપ્સીકો ઇન્ડિયા હોલ્ડિંગ પ્રાઇવેટ લી. એ તેની બટાટાની એફસી-પ જાતની કંપનીના કહેવા મુજબ ગેરકાયદે ખેતી બદલ નાના ખેડૂતો પર પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટી અને ફાર્મર્સ રાઇટ્સ એક્ટ, 2001 અતંર્ગત કેસો કર્યા છે. અમે માનીએ છીએ કે, આ કેસો ખેડૂતોને ડરાવવા માટે અને ભયનું વાતાવરણ ફેલાવવા માટે કેસો કર્યા છે પણ ખેડૂતો ગભરાશે નહીં. અમે આ મામલે કેન્દ્ર સરકારનાં સબંધિત વિભાગને પત્ર લખીને જાણ કરી છે અને તાત્કાલિક તેમની દરમિયાનગિરીની માંગણી કરી છે. અમારી માંગણી છે કે, ખેડૂતો પર કરવામાં આવેલા કેસો તૂર્ત જ પાછા ખેંચવામાં આવે. કેમ કે, આ કાયદાની જોગવાઇમાં જ છે કે, ખેડૂતો કોઇ પણ બિયારણ વાવી શકે છે. તેને કોઇ રોકી શકતું નથી,” કપિલ શાહે જણાવ્યું હતું.

ભારતીય કિસાન સંઘનાં વાઇસ પ્રેસિડેન્ટ અંબુભાઇ પટેલે જણાવ્યું કે, કંપની આવા કેસો કરીને ખેડૂતોને ભયમાં રાખવા માંગે છે પણ અમે ખેડૂતોની પડખે ઊભા છીએ અને ખેડૂતોએ ડરવાની જરૂર નથી,’’.અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશભરનાં 191થી પણ વધુ ખેડૂતો, તજજ્ઞો, સંગઠનોએ ભેગા મળી એક પત્ર કેન્દ્ર સરકારને આ મામલે લખ્યો છે અને ખેડૂતોની પડખે ઉભી રહેવા માટે કહ્યું છે.

તો કંપનીના પ્રવક્તાએ ન્યૂઝ 18ને જણાવ્યું કે આ કેસ ન્યાયાધિન હોવાથી અત્યારની સ્થિતિએ વિગતવાર નિવેદન આપવું યોગ્ય ગણાશે નહીં.
First published: April 24, 2019, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading