કૉંગ્રેસનો આક્ષેપ : સરકારે ખેડૂતોને પાક વીમાના 91.54% બદલે 1.48% જ ચૂકવ્યા

News18 Gujarati
Updated: December 31, 2019, 12:35 PM IST
કૉંગ્રેસનો આક્ષેપ : સરકારે ખેડૂતોને પાક વીમાના 91.54% બદલે 1.48% જ ચૂકવ્યા
ખેડૂત અગ્રણી, પાલ આંબલિયાએ પાક વિમાનું આખુ ગણિત સમજાવ્યું છે.

  • Share this:
અમદાવાદ : પાક વીમા અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરવા કૉંગ્રેસનાં અમિત ચાવડાની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં ખેડૂત અગ્રણી, પાલ આંબલિયાએ પાક વીમાનું આખુ ગણિત સમજાવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને 91.547 ટકા પાક વીમો મળવા પાત્ર છે જેમાંથી તેમને માત્ર 1.48 ટકા પાક વીમો મળે છે.

ખેડૂત અગ્રણી, પાલ આંબલિયાએ પાક વીમાનું ગણિત સમજાવતા વધુમાં કહ્યું કે, 'પ્રધાનમંત્રી પાક વીમા યોજના'ની કલમમાં સ્પષ્ટ જોગવાઇઓ છે. જેમાં  એપમાં ઘણી વસ્તુઓ અપલોડ કરવામાં આવે છે. પરંતુ હાલ આ એપને બાજુ પર મુકી દેવામાં આવી છે. જો ખેતીનાં આંકડા આમાંથી લેવામાં આવે તો સ્પષ્ટ આંકડા મળે પરંતુ એપને બાજુમાં મુકતા તેમાંથી કોઇ આંકડા સ્પષ્ટ થતા નથી. જેથી તાલુકા અને જિલ્લા કક્ષાનાં માધ્યમથી આંકડા મંગાવે છે અને તેમાં ઘણી જ ગેરરીતિઓ થાય છે. '

ખેડૂત અગ્રણી, પાલ આંબલિયાએ પાક વિમાનું આખુ ગણિત સમજાવ્યું છે.


તેમણે વધુમાં જણાવ્યું કે, 'અમે આ અંગે આરટીઆઈ પણ કરી હતી, જેમાં અમને વિચિત્ર જવાબ આપવામાં આવ્યો હતો કે, આ દેશની અખંડીતતા દેશની સલામતી અને સાર્વભૌમિકતાને અસર કરે છે જેના કારણે આ પાકવીમાનો હિસાબ જાહેર કરવામાં આવતો નથી. જ્યાં ખેડૂતને 91.55 ટકા ખેડૂતોનો પાકો વીમાો થતો હો ત્યાં તેને માત્ર 1.48 જાહેર કર્યો છે. જો આની ખબર ખેડૂતોને ખબર પડે તો કેવો હાલ થાય? જેથી અમે અમારી કાર પર સૂત્રો લખીને ગામે ગામે ફરીને લોકોને પાકવીમા અંગે સમજાવીએ છીએ.'
Published by: Kaushal Pancholi
First published: December 31, 2019, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading