કૃષ્ણ વિશેનો વિવાદ : મોરારિ બાપુએ કહ્યું,'કૃષ્ણ મારા ઇષ્ટદેવ, કોઈનું દિલ દુભે તેના કરતાં સમાધી લેવાનું પસંદ કરીશ'

News18 Gujarati
Updated: June 9, 2020, 4:00 PM IST
કૃષ્ણ વિશેનો વિવાદ : મોરારિ બાપુએ કહ્યું,'કૃષ્ણ મારા ઇષ્ટદેવ, કોઈનું દિલ દુભે તેના કરતાં સમાધી લેવાનું પસંદ કરીશ'
મોરારિબાપુ (ફાઇલ તસવીર)

રામકથાકાર મોરારિબાપુ પર ભગવાન શ્રીકૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ થયો હતો. આજે બાપુએ વીડિયોના માધ્યમથી આપ્યો ખુલાસો

  • Share this:
જાણીતા કથાવાચક મોરારિ બાપુ (Morari Bapu)ની મુશ્કેલી વધી છે. કથાવાચક મોરારિ બાપુ પર ભગવાન શ્રીકૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી કરવાનો આરોપ સાથે રાજધાની જયપુરના કાલવાડ પોલીસ સ્ટેશન (Kalwar police Station)માં એક પરિવારે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ સંત સૌરભ રાધવેન્દ્ર આચાર્ય મહારાજ નામના એક વ્યક્તિએ નોંધાવી હતી. આ મામલો મોરારિ બાપુના ધ્યાનમાં આવ્યા બાદ આજે તેમણે પોતાના વીડિયોના પ્રવચનના માધ્યમથી ખુલાસો આપ્યો છે. બાપુએ કહ્યુ છે કે કૃષ્ણ મારા ઇષ્ટદેવ છે, કોઈનું દિલ દુભે તેના કરતાં હું સમાધી લેવાનું પસંદ કરીશ.

મોરારિ બાપુએ જણાવ્યું કે 'તમે મને પોતાનો સમજો કે ન સમજો પરંતુ હું તમને બધાને પોતાનો સમજું છું. મારા માટે કોઈ પરાયું નથી. કોઈને કોઈ કારણવશ કોઈ દુખી છે. ચર્ચાઓ ચાલતી રહે છે. હું મારા ભજનમાં રહું છું, મારી જાણકારીમાં જ્યારે વાત લાવવામાં આવી છે. ત્યારે એક વાત એવી આવી કે ભગવાન કૃષ્ણ વિશે મોરારી બાપુએ કઈક અજુગતી વાત કરી છે. ભાઈ મારા કૃષ્ણ મારા ઇષ્ટ દેવ છે. અમે નિમ્બાકી પરંપરામાંથી આવીએ છે. જગતગુરૂ પણ મારી વ્યાસપીઠને આદર આપે છે. હું કૃષ્ણ પરંપરાનો સાધુ છું. અમારી કૂલદેવી રૂકમણી છે. અમારું ધામ મથુરા છે.'

આ પણ વાંચો :  મોરારિબાપુની મુશ્કેલી વધી! ભગવાન શ્રીકૃષ્ણ પર આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે FIR દાખલબાપુએ ઉમેર્યુ કે અમારું ધામ દ્વારકા છે. મથુરા છે. અમારી પરિક્રમા ગિરિરાજ છે. મારા ભાઈઓ બહેનો મારે કોઈ શાસ્ત્રાર્થ નથી કરવા. કઈક પ્રમાણ છે છતાં મારે શાસ્ત્રાર્થ નથી કરવા. હું વાદ વિવાદ માટે થોડો છું. મારા જવાબતી કોઈ સાધુનું દીલ દુખી જાય તો હું અપરાધી કેમ ઠરું, હું કોઈ શાસ્ત્ર પ્રમાણમાં નહીં જાય. મેં મારા ઇષ્ટદેવ મારા પ્રાણેશ્વર ભગવવાનની વેદન વ્યક્ત કરી હતી. ઘણા ગ્રંથો, વિચારકોથી જે સાંભળ્યું તે તમને સારી ન લાગી હોય તો એનો જવાબદાર હું છું. આ જવાબદારી છે અને તે સ્વીકારતા. આ દુનિયામાં કોઈનું દિલ દુભે તે પહેલાં હું સમાધી લેવાનું પસંદ કરીશ. મારા ઇસ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણના કષ્ટ વિશે

 
First published: June 9, 2020, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading