ઉપસરપંચ હત્યા: 'બે કલાકમાં સરકાર અમારી સાથે વાત નહીં કરે તો મૃતદેહ સાથે આત્મવિલોપન કરીશ'

News18 Gujarati
Updated: June 20, 2019, 1:02 PM IST
ઉપસરપંચ હત્યા: 'બે કલાકમાં સરકાર અમારી સાથે વાત નહીં કરે તો મૃતદેહ સાથે આત્મવિલોપન કરીશ'
મૃતકનાં ભાઇ, પત્ની અને પુત્રની તસવીર

'અમને સરકારની કોઇ સહાય નથી જોઇતી, અમને ભીખ જોઇતી નથી'

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : બોટાદના જાળીલા ગામનાં ઉપસરપંચ અને સરપંચનાં પતિ મનજીભાઈ સોલંકીને 6 જણનાં ટોળાએ માર માર્યો હતો. જે બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં મુખ્ય ત્રણ આરોપીઓ ભગીરથ જીલુભાઈ ખાચર, કિશોરભાઈ જીલુભાઈ ખાચર, હરદીપ ભરતભાઇ ખાચરની અટકાયત કરવામાં આવી છે. મૃતક મનજીભાઇનાં પુત્ર તુષારે ચીમકી ઉચ્ચરતા કહ્યું છે કે, 'અમને સરકારી સહાય નહીં પરંતુ ન્યાય જોઇએ છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.' મૃતકનાં પરિવારે તેમની માંગણીઓ લખીને એક પત્ર સરકારને પણ આપ્યો છે.

આ પણ વાંચો : 1 વર્ષથી અરજી કર્યા છતાં ન આપ્યું પોલીસ રક્ષણ: ઉપસરપંચ હત્યા મુદ્દે અમિત ચાવડા

મનજીભાઇનાં પુત્ર તુષારે કડક શબ્દોમાં કહ્યું છે કે, 'અમને સરકારની કોઇ સહાય નથી જોઇતી, અમને ભીખ જોઇતી નથી પરંતુ અમને લેખિતમાં બાંહેધરી જોઇએ છે. તમામ આરોપીને ઝડપી પકડી પાડે પછી જ હું આગળ કંઇક વિચારીશ.'

મનજીભાઇનાં પુત્ર તુષાર સોલંકી


મૃતકનાં પત્ની ગીતાબેન સોલંકી, એસઆરપી જવાનો સુરક્ષામાં મુક્યાં હતાં તે બધાને પાછા ખેંચી લીધા હતાં. જેના પાંચ દિવસ પછી જ આ હુમલો થયો છે. પોલીસની બેદરકારીને કારણે આ હુમલો થયો છે. મારી મુખ્ય માંગ એ છે કે પહેલા મુખ્ય આરોપીને હાજર કરો પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું.

મનજીભાઇનાં પત્ની ગીતાબેન
ગઇકાલથી પરિવારની સાથે આખો સમાજ અમદાવાદનાં સિવિલ હોસ્પિટલમાં ભેગો થયો છે. ત્યારે તમામ પરિજનોમાં રોષ ભભુક્યો છે.

મનજીભાઇનાં ભાઇ દિપકભાઇ


મૃતક સરપંચનાં ભાઇ દિપકભાઇએ ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું કે, 'અમે ગઇકાલ બપોરથી સિવિલ હોસ્પિટલમાં બેઠા છીએ. પરંતુ સરકારે અમારી સાથે કોઇ વાત નથી કરી. હું સરકારને બે કલાકનો સમય આપું છું, ચુનોતી આપું છું કે સરકાર બે કલાકમાં અમારી સાથે વાત કરવા નહીં આવે તો હું અહીંથી મૃતદેહ લઇને સચિવાલય જઇશ, સીએમ હાઉસ જઇશ અને ત્યાંજ મૃતદેહ સાથે હું આત્મવિલોપન કરીશ'

પરિવારે સરકાર પાસે કરેલી માંગણીઓનો પત્ર


હાલ તેમના બોટાદનાં ઘર અને ગામમાં પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
First published: June 20, 2019
વધુ વાંચો
अगली ख़बर