Home /News /madhya-gujarat /

રૂપિયાનો કકળાટ! અમદાવાદઃ અડધી રાત્રે ઉછીના પૈસાની તકરાતમાં સાળાઓએ ભેગા મળીને બનેવીને ઢીબી નાંખ્યો

રૂપિયાનો કકળાટ! અમદાવાદઃ અડધી રાત્રે ઉછીના પૈસાની તકરાતમાં સાળાઓએ ભેગા મળીને બનેવીને ઢીબી નાંખ્યો

પ્રતિકાત્મક તસવીર

રાત્રીના એક વાગ્યાની આસપાસ વાતો કરતા સમયે મુકેશભાઈએ તેમના સાળા પાસે ઉછીના આપેલા રૂપિયા પરત માગ્યા હતા. અચાનક જ લક્ષ્મણ લાકડાનો દંડો લઈ આવ્યો હતો અને મુકેશભાઈના માથાના ભાગે તથા બરડાના ભાગે ફટકા મારવા લાગ્યો હતો. 

અમદાવાદઃ ગુજરાતીમાં એક કહેવત છે કે ધરમ કરતા ધાડ પડવી. આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો અમદાવાદના (Ahmedabad) ઓઢવ વિસ્તારમાં જોવા મળ્યો છે.ઓઢવમાં રહેતા બનેવીએ સાળાને ઉછીના આપેલા પૈસા પરત માંગવા ભારે પડ્યા છે. રૂપિયા પરત માંગતા બંન્ને સાળાઓએ (fight) બનેવીને ઢોરમાર માર્યો હતો. આ અંગે બનેવીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે (police) બંન્ને સાળાઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

ઓઢવના મધુમાલતી ચાર માળીયામાં રહેતા મુકેશભાઈ છુટકમાં કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.  18મી ફેબ્રુઆરીએ મુકેશભાઈ તેમના સાળા ચંદન કુમાર અને લક્ષ્મણ જયસ્વાલ સાથે બેઠા હતા.

આ દરમિયાન રાત્રીના એક વાગ્યાની આસપાસ વાતો કરતા સમયે મુકેશભાઈએ તેમના સાળા પાસે ઉછીના આપેલા રૂપિયા પરત માગ્યા હતા. ત્યારે બંન્ને સાળા ઉશ્કેરાઈ ગયા હતા અને મુકેશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન અચાનક જ લક્ષ્મણ લાકડાનો દંડો લઈ આવ્યો હતો અને મુકેશભાઈના માથાના ભાગે તથા બરડાના ભાગે ફટકા મારવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

જેથી મુકેશભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયા હતા. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. લોકો આવતા જ લક્ષ્મણ  અને ચંદનકુમાર બંન્ને ત્યાંથી તકનો લાભ લઇ પલાયન થઇ ગયા હતા.



બીજી બાજુ મુકેશભાઈને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા.આ અંગે ઓઢવ પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે મુકેશભાઈએ બંન્ને સાળાઓના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Latest crime news

આગામી સમાચાર