અમદાવાદ : કૌટુંબિક ભાઈએ પરિણીતાનો સ્નાન કરતો Video બનાવ્યો, બ્લેકમેલ કરી શારિરીક સંબંધો બાંધ્યા

અમદાવાદ : કૌટુંબિક ભાઈએ પરિણીતાનો સ્નાન કરતો Video બનાવ્યો, બ્લેકમેલ કરી શારિરીક સંબંધો બાંધ્યા
પ્રતિકાત્મક તસવીર

આખરે અવાર નવાર બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ તેના ઘરે વાત ન કરી શકતા ડરીને તેણે બાથરૂમમાં પડેલી દવાઓ અને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના એલિસબ્રિજ પોલીસસ્ટેશનમાં એક મહિલાએ તેના કૌટુંબિક ભાઈ સામે જ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. બે બાળકોની માતા એવી આ મહિલાના પુત્રનો જન્મદિવસ હતો ત્યારે આ યુવકને પણ બોલાવ્યો હતો. અને ઉજવણી બાદ મહિલાનો પતિ કામે જતા આ યુવકે મહિલાના સ્નાન કરતા બીભત્સ વિડીયો અને ફોટો બતાવી આવર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં માનીતા ભાઈએ લગ્નની લાલચ પણ આપી હતી. એક લગ્નપ્રસંગમાં આ મહિલા ફોઈના દિયરના દીકરા એવા આ આરોપીને મળી હતી ત્યારબાદ આરોપીએ વધુ મુલાકાતો કરી મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આખરે કંટાળીને મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: આંબાવાડીમાં રહેતી 37 વર્ષીય મહિલા ના વર્ષ 2001 માં લગ્ન થયા હતાં. આ મહિલા તેના બે બાળકો અને પતિ સાથે રહે છે. આજથી એક બે વર્ષ પહેલા આ મહિલા અને તેનો પતિ સગી બહેનની દીકરીના લગ્નમાં લીમડી ખાતે ગયા હતા. ત્યાં આ મહિલાના ફોઈના દિયરનો દીકરો પરિચયમાં આવ્યો હતો. આ મહિલા આ લગ્ન બાદ આ યુવકના ઘરે બે ત્રણ કલાક રોકાયા હતા. મહિલા સાથે 35 વર્ષીય યુવકની મુલાકાત બને એ મોબાઈલ નમ્બરની આપ લે કરી હતી અને આ મહિલાએ તેને કૌટુંબિક ભાઈ માની તેની સાથે વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ યુવકે મહિલા સાથે ફોન પર અલગ અલગ પ્રકારની માંગણીઓ શરૂ કરી પણ મહિલા તેને ભાઈ માનતી હોવાથી કઈ કહ્યું ન હતું.આ પણ વાંચો :  સુરત : 'ખંડણીના પૈસા નહીં આપો તો બાંધકામ તોડાવી નાખીશ,' કુખ્યાત 'બાપ્ટી' અને 'મીંડીનો આતંક

બાદમાં આ મહિલાના દીકરાનો જન્મદિવસ  આવતા તેની ઉજવણી કરાઈ હતી. જેમાં આ મહિલાએ તેના કૌટુંબિક ભાઈને પણ બોલાવ્યો હતો. ઉજવણી બાદ મહિલાનો પતિ નોકરીએ ગયો અને બાળકો ભણવા ગયા ત્યારે આ યુવકે મહિલાને તેના સ્નાન કરતા બીભત્સ ફોટો વિડીયો બતાવ્યા હતા. અને બાદમાં શારીરિક સંબંધ બાંધવા જણાવ્યું અને જો ન સબન્ધ ન બાંધે તો ફોટો વિડીયો પતિ અને સમાજના લોકોને બતાવી દેવાની ધમકી આપી હતી.

બાદમાં આ 35 વર્ષીય યુવકે જબરદસ્તીથી તેના ગામની બાજુમાં રહેતી મહિલાની બહેનના ઘરે તેને બોલાવી હતો. અને બાદમાં તેની સાથે ગામની સીમમાં અવાવરું જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં એ મહિલાને તેના પતિ સાથે ઝગડો થયો છે અને સારું નથી રાખતા તેમ કહી એક અઠવાડિયું તેને ત્યાં રાખી હતી.

આ પણ વાંચો :  વલસાડ : શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળતા મચી નાસભાગ, બળેલી હાલતમાં જિન્સ પેન્ટ પણ મળી આવ્યું

બાદમાં ફરી લોકડાઉન બાદ દિવાળી સમયે શારીરિક સંબંધ બાંધવા આ યુવક મહિલાના ઘરે પણ આવ્યો હતો અને લગ્ન કરવાનું કહી બળાત્કાર ગુજાર્યો હતો. આખરે અવાર નવાર બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ તેના ઘરે વાત ન કરી શકતા ડરીને તેણે બાથરૂમમાં પડેલી દવાઓ અને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી આ મામલે એલિસબ્રિજ પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે મહિલાના માનીતા કૌટુંબિક ભાઈ એવા 35 વર્ષીય યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published:January 17, 2021, 14:45 pm

ટૉપ ન્યૂઝ