અમદાવાદ : ખાડીયામા રહેતી 50 વર્ષીય મહિલા પતિના મૃત્યુ બાદ એકલી રહે છે. તેના બે પુત્રોએ દીક્ષા લીધી છે જ્યારે એક પુત્રી લગ્ન કરી રાજકોટ ખાતે રહે છે. પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે આ મહિલા દેહવ્યાપાર કરતી હતી. પણ છેલ્લા ઘણા સમયથી તેણે આ કામ મૂકી દીધું હોવા છતાં પોલીસની ઓળખ આપી ચાર મહિલાઓ અને તેની ગેંગ ના લોકો તેના ઘરે ઘુસી ગયા હતા. મહિલાને તેની સામે અરજી આવી છે સ્ટેશન લઈ જઈને મારવાની ધમકી આપી 30 હજાર માંગ્યા હતા. જોકે બુમાબુમ થતા લોકોએ ચારેય મહિલાને પકડી પોલીસ હવાલે કરી હતી. ત્યારે હવે આ કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં ખાખી વરદી પહેરીને એક લાખનો તોડ કરનારી વધુ એક મહિલાની ધરપકડ કરાઈ છે જ્યારે બે પુરુષો વોન્ટેડ છે.
શહેરના ખાડીયામાં આવેલી એક પોળમાં રહેતી ૫૦ વર્ષીય મહિલા તેની નણંદ સાથે રહે છે. તેના પતિ 14 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. આ મહિલાને સંતાનમાં 25 વર્ષની એક પુત્રી કે જેના લગ્ન રાજકોટ ખાતે થયા છે અને બીજા બે જુડવા પુત્રો હતા, જોકે આ બંને પુત્રોએ જૈન ધર્મની દીક્ષા લઈ જૈન મુનિ બની ગયા છે અને હાલમાં આ બંને મુનિઓ સુરત ખાતે આશ્રમમાં રહે છે. ખાડિયામાં રહેતી ૫૦ વર્ષીય મહિલાને પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં હોવાથી તે ઘરે દેહ વ્યાપાર કરતી હતી. જોકે હાલ આ મહિલાએ દેહવ્યાપાર બંધ કરી દીધો છે. તે જ્યારે દેહવ્યાપાર કરાવતી હતી ત્યારે તેના ત્યાં પ્રીતિ જાદવ નામની એક યુવતી પણ આવતી હતી અને તે પણ તે પણ દેહ વ્યાપાર કરતી હતી.
ગઈકાલે આ ૫૦ વર્ષીય મહિલા તેના ઘરે હતી તેને રાત્રે પ્રીતિ જાદવ નામની યુવતી અન્ય ત્રણ યુવતીઓ સાથે આવી હતી. બાદમાં આ મહિલાના ઘરનું બારણું ખખડાવી તેને બહાર બોલાવી હતી. ત્યારે મહિલાના ઘરે આવેલી ચાર યુવતીઓ સાદા ડ્રેસમાં હતી અને મોઢા પર દુપટ્ટા તથા માસ્ક પહેરીને આવી હતી. પ્રીતિ નામની યુવતીએ ૫૦ વર્ષીય મહિલાને પોતે તથા તેની સાથે આવેલી તમામ યુવતીઓ પોલીસ હોવાનું કહી મહિલા પર રોફ જમાવ્યો હતો.
આ ચારેય લોકોએ મહિલાને કહ્યું કે, તું ઘરે દેહવ્યાપાર કરે છે અને તારા વિરુદ્ધમાં અરજી આવેલી છે. જેથી આ મહિલા ગભરાઈ ગઈ હતી અને તેણે જણાવ્યું કે, તે જે કરતી હતી તે પહેલા કરાવતી હતી, પરંતુ હાલમાં જે છેલ્લા ઘણા સમયથી આ ધંધો કરતી નથી. જેથી આ ચાર છોકરીઓએ સમાધાન કરવું હોય તો 30 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહી મહિલાને પોલીસ સ્ટેશન લઇ જઇ મારવાની ધમકી આપી હતી. ખાડિયા પોલીસે આરોપી મહિલા પ્રીતિ જાદવ, પ્રિયંકા મકવાણા, અંકિતા પરમાર, દિપાલી પરમારની ધરપકડ કરી હતી. જ્યારે આ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, આ ગેંગમાં અન્ય એક મહિલા અને બે પુરુષો પણ હતા.
જેથી પોલીસે ગેંગની મુખ્ય આરોપી પ્રીતિ જાદવ, મીના સાહિલભાઈ તથા બે પુરુષો સામે વધુ એક ફરિયાદ નોંધી છે. આરોપી મીનાને બે પુરુષો પહેલા આ ભોગ બનનાર મહિલાના ઘરે ગયા હતા અને ત્રણ લાખ રૂપિયા દેહવ્યાપારના નામે માંગ્યા હતા. બાદમાં એક લાખ લઈને મામલો પતાવ્યો હતો. એક લાખનો તોડ કરવા મીના ગઈ ત્યારે ખાખી વરદી પહેરીને ગઈ હતી અને હાલ પોલીસે તેની પણ ધરપકડ કરી બે પુરુષોની શોધખોળ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર