અમદાવાદ : ટ્રમ્પના આગમન પહેલાં ફ્રૂટની લારીઓનું ડિમોલિશન કરાયું? ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી


Updated: February 15, 2020, 2:54 PM IST
અમદાવાદ : ટ્રમ્પના આગમન પહેલાં ફ્રૂટની લારીઓનું ડિમોલિશન કરાયું? ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઓડિશાના વીડિયોની તસવીર

ઓડિશાના વીડિયોને અમદાવાદના નામે વાયરલ કરાયો, વર્ગ વિગ્રહ અને વયમનસ્ય ફેલાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો

  • Share this:
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી  ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. જેને લઈ સરકારી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એક વિડીયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જેસીબી મશીનથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. લારીઓમાં તોડફોડ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોવાથી તોડફોડ કરી ગરીબો પર જુલમ કરવામા આવતો હોવાના નામે ખોટી રીતે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

હકિકતે ઓરિસ્સાનો એક વીડિયો જેમાં લારીઓમાં તોડફોડ કરવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમા અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરિબનુ જીવન ધુળ ધાણી કરી નાખ્યું હોવાના નામે વાયરલ કરવામાં આવેલા આ વીડિયોમાં  સરકારના નામે ખોટો વિડીયો વાયરલ કરાતા વર્ગ વિગ્રહ અને વયમનસ્ય ફેલાય તેવી સ્થિતિ ઉભી થાય તેમ હોવાથી ક્રાઈમ બ્રાન્ચે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : સુરત : પત્નીની છેડતીનો બદલો લેવા હાર્દિકે છરીના 50 ઝીંકી સુર્યા મરાઠીને પતાવી નાખ્યો

ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પૂર્વ શહેરમાં અનેક જગ્યાએ રોડ રસ્તા બની રહ્યા છે. આ કામગીરીમાં રાતોરાત રંગરોગાનથી લઈ અને નવા કનસ્ટ્રક્શન થઈ રહ્યા છે. એક જગ્યાએ તો ગરીબોના ઝૂપડાંને ઢાંકવા માટે દિવાલ પણ ચણવામાં આવી છે ત્યારે સોસિયલ મીડિયામાં કોઈએ અમદાવાદના ડિમોલિશનના નામે ઓરિસ્સાનો વીડિયો વાયરલ કરી નાખ્યો હતો.
First published: February 15, 2020, 2:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading