નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના(Ahmedabad) સોલા વિસ્તારમાંથી એક નકલીપોલીસ સબ ઇન્સ્પેક્ટર (P.S.I)ની ધરપકડ કરવામાં આવી છે. અસલી પોલીસના (Police) હાથે ઝડપાયેલો આરોપી પારસ ઉર્ફે પાર્થ સુથાર પાસેથી પોલીસે એક ફુગ્ગો ફોડવા માટે વપરાતી એક ગન પણ કબ્જે કરી છે. નકલી PSI પાસેથી બંદૂકનું જે કવર મળી આવ્યું છે કે તે અસલી પોલીસ અધિકારી રાખે છે તેવું હતું.
પોલીસે જ્યારે સુથારને ઝડપી પાડ્યો ત્યારે તે ગોતા બ્રિજ પાસે પોતાની ઍક્સેસ પર બેઠો હતો અને જેના પર પોલીસ લખ્યું હતું. પોલસની શી (she) ટીમ 18 તારીખે પેટ્રોલિંગમાં હતી ત્યારે સુથાર પર શંકા ગઈ હતી. સુથારને પકડી પોલીસે પૂછપરછ હાથ ધરી ત્યારે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ તેની ગાડી પોલીસે કબ્જે કરી લીધી હતી.
પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી અને તેની ધરપકડ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આરોપી મૂળ બોટાદ નો રહેવાસી છે અને છેલ્લા 7 મહિનાથી અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહે છે. પોલીસની તપાસાં ખૂલ્યું કે આરોપી સુથાર માટીના ટ્રેકટર વાળા પાસેથી પોલીસના નામે તોડ કરે છે. મૂળ સુથારી કામ કરતો પારસ ઉર્ફે પાર્થ અગાઉ કોઈ ગુનાને અંજામ આપી ચુક્યો છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.