અમદાવાદ: તપાસમાં જવાનું કહીને નકલી પોલીસ કાર લઈને ફરાર, ફરિયાદ દાખલ

અમદાવાદ: તપાસમાં જવાનું કહીને નકલી પોલીસ કાર લઈને ફરાર, ફરિયાદ દાખલ
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch)માં ફરજ બજાવતો હોવાનું જણાવી તપાસ માટે જવાનું કહીને ગઠિયો કાર લઈને ફરાર થઈ ગયો.

  • Share this:
અમદાવાદ: ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા એક વ્યક્તિને અન્ય એક શખ્સને પોલીસ (Fake Police) માનવાનું ભારે પડ્યું છે. એક ગઠિયો પોતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ (Rajkot Crime Branch)માં ફરજ બજાવતો હોવાનું જણાવી તપાસ માટે જવાનું કહીને ગાડી લઈને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે કાર લઈને નકલી પોલીસ સાથે ગયેલા વ્યક્તિએ નરોડા પોલીસ સ્ટેશન (Naroda Police Station)માં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ ખાતે રહેતા શક્તિસિંહ જાડેજા ડ્રાઇવિંગનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ અમદાવાદના કુબેરનગર ખાતે જોગેશ્વરી નગરમાં રહેતા નવીન સોલંકીની એક કાર ભાડે લીધી હતી. આ કાર રાજકોટથી અમદાવાદ વર્ધીમાં ફેરવતા હતા. અગાઉ તેઓ રાજકોટ ખાતે જય ગોપાલ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ધરાવતા ભરતભાઈને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હતા. આ વખતે અવારનવાર ભરતભાઇની ટ્રાવેલ્સમાંથી રાજકોટ ખાતે રહેતા નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા ભાડેથી ગાડી મંગાવતા હતા અને શક્તિસિંહ ગાડીઓ આપવા પણ જતા હતા. આ નરેન્દ્રસિંહ શક્તિને પોતાની ઓળખ પોલીસકર્મી તરીકેની આપી હતી અને પોતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનું જણાવ્યું હતું.આ પણ વાંચો: 'આજે કઈ હોટલમાં જમવા ગઈ હતી એવું પૂછતાં જ પત્નીએ પતિના માથામાં સાણસી મારી દીધી!

થોડા દિવસ પહેલા આ નરેન્દ્રસિંહ જાડેજાનો તેમના પર ફોન આવ્યો હતો. આ સમયે તેમણે જણાવ્યું હતું કે, લીંબાસી તથા તારાપુર પોલીસ સ્ટેશન ખાતે તપાસમાં જવાનું છે, આથી ગાડી ભાડે લઈ જવાની છે. ભાડું નક્કી કરી તેમની સાથે વાતચીત કરી હતી. જેથી શક્તિસિંહને અમદાવાદ બોલાવી બાદમાં હોટલ ઉપર બોલાવ્યા હતા. જ્યાં તેઓને બોલાવી એક હોટલના માલિક પાસે પૈસા બાબતે વાત થઈ ગઈ છે અને એક ફાઈલ લઈને તેમની પાસે જજો તો તેઓ તેમને પૈસા આપી દેશે એમ જણાવી લીંબાસી તથા તારાપુર ખાતે નીકળ્યા હતા.

આ પણ જુઓ-

નરેન્દ્રસિંહ જણાવ્યું કે અમદાવાદ રિંગ રોડ ઉપર જે હોટલમાં પૈસા લેવાના છે ત્યાં જવાનું છે તેમ કહીને હોટલ ખાતે લઈ ગયા હતા. બાદમાં નેરેન્દ્રસિંહ પૈસાની વાતચીત કરી ગાડી પાર્ક કરાવી શક્તિસિંહને હોટલમાં મોકલ્યા હતા. બાદમાં પાર્ક કરેલી ગાડી અને નરેન્દ્રસિંહ બંને ન જણાતા શક્તિસિંહે પોલીસને જાણ કરી હતી. જેથી નરોડા પોલીસે આ નકલી પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:October 30, 2020, 11:20 am

ટૉપ ન્યૂઝ