Home /News /madhya-gujarat /

Ahmedabad News: પોલીસનો રૌફ જમાવી એક્ટિવા ચાલકને અટકાવ્યો, પણ આઇ કાર્ડ માંગતા જ થઇ જોવા જેવી

Ahmedabad News: પોલીસનો રૌફ જમાવી એક્ટિવા ચાલકને અટકાવ્યો, પણ આઇ કાર્ડ માંગતા જ થઇ જોવા જેવી

આ મામલે યુવકે બન્ને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા

Ahmedabad Crime News - ઉમેશ અને તેનો સાળો એક્ટીવા લઇ માણેકચોકથી કાંકરીયા વિસ્તારમાં જઇ રહ્યાં હતા. ત્યારે બે અજાણ્યા વ્યક્તિ બાઇક પર આવ્યા હતા અને પોલસની ઓળખ આપી તેમનું વ્હીકલ સાઇડમાં ઉભુ રખાવ્યું હતું

અમદાવાદ : શહેરના (Ahmedabad)મણિનગર વિસ્તારમાંથી પસાર થઇ રહેલા યુવકને બે શખ્સોએ અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસ (Police)તરીકે ઓળખ આપી વિવિધ દસ્તાવેજ માગ્યા હતા. પરંતુ ફરિયાદી યુવકને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. જેથી બન્ને શખ્સો તકનો લાભ લઇ પલાયન થઇ ગયા હતા. આ મામલે યુવકે બન્ને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે.

શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતા અને ખાનગી ફેક્ટીરમાં રહી ઉમેશ કુલાલ મજૂરી કામ કરે છે. 28મીના રોજ સાંજે સાત વાગ્યે ઉમેશ અને તેનો સાળો એક્ટીવા લઇ માણેકચોકથી કાંકરીયા વિસ્તારમાં જઇ રહ્યાં હતા. ત્યારે બે અજાણ્યા વ્યક્તિ બાઇક પર આવ્યા હતા અને તેમનું વ્હીકલ સાઇડમાં ઉભુ રખાવ્યું હતું. ત્યારબાદ બન્ને શખ્સોએ અમે પોલીસ છીએ તમે નીચે ઉતરો અને લાયસન્સ આપો, તમે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જાવ છો, માસ્ક કેમ પહેર્યું નથી અને ડેકીમાં શું છે તેવી પૂછપરછ કરી હતી. બાદ માં ડેકી ખોલી હતી પરંતુ કશું જ મળ્યું ન હતું. જેથી શખ્સોએ મોબાઇલ ફોન લઇ ચેક કર્યો હતો. પરંતુ પછી ફોન પરત આપી દીધો હતો.

આ પણ વાંચો - ગાર્ડનમાં કોલેજ ફ્રેન્ડ યુવતી સાથે બેઠેલા યુવકને ઉપાડી જઈ ઢોર માર માર્યો

ત્યારબાદ બન્ને શખ્સોએ પૈસાની માંગણી કરી હતી. જોકે ફરિયાદીને શંકા જતા તેમનું આઇકાર્ડ માગ્યું હતું. ત્યારે બન્ને શખ્સોએ તું પોલીસનું આઇકાર્ડ માંગે છે તેમ કહી બોલાચાલી કરી રકઝક કરી હતી. આ દરમિયાન ઉમેશે બન્ને શખ્સ જે બાઇક પર આવ્યા હતા તેનો નંબર જોઇ લીધો હતો. પરંતુ બન્ને શખ્સો પર શંકા જતા ઉમેશે પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન બન્ને પલાયન થઇ ગયા હતા. બીજી તરફ ઉમેશ પોલીસ મથક પહોંચ્યો હતો. પોલીસે હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના વિરાટનગરમાં એક જ પરિવારના ચાર લોકોની હત્યા

અમદાવાદ (Ahmedabad News)ના વિરાટનગર (Viratnagar)થી ખુબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક જ ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ (Dead Body)મળી આવતા પોલીસ (Ahmedabad Police) દોડતી થઇ ગઇ છે. અમદાવાદના વિરાટનગરમાં દિવ્યપ્રભા સોસાયટીના મકાનમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોમાં એક વૃદ્ધા, મહિલા સહિત બે બાળકોનો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે . પ્રાથમિક તપાસમાં એક જ પરિવારના ચાર લોકોની ઘાતકી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, અમદાવાદ

આગામી સમાચાર