અમદાવાદ: શહેરમાં (Ahmedabad crime news) ફરી એક વાર નકલી પોલીસની (fake police gang) ગેંગ એક્ટિવ થઈ છે. એક યુવક પોતાના નોકરીના સ્થળે હતો ત્યારે બે શખશો આવ્યા અને બાજુની ચોકીમાંથી આવતા હોવાનું જણાવી વાતચીત શરૂ કરી હતી. પર્સ મળતું નથી પાકિટ બતાવો કહીને આ નકલી પોલીસના સ્વાંગમાં આવેલા શખસોએ યુવકના પાકિટમાંથી હથિયાર બતાવી 18,500 રૂ. લૂંટી લીધા હતા. તાત્કાલિક પોલીસને (Ahmedabad police) જાણ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનના અને હાલ બાપુનગરમાં રહેતા ધર્મેન્દ્ર ભાઈ માલી તેમના ભત્રીજા સાથે છૂટક ટાઇલ્સની મજૂરી કામ કરે છે. છેલ્લા બારેક દિવસથી તેઓ વેજલપુરમાં મ્યુનિસિપાલિટીની ઓફિસમાં ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે. 27 જાન્યુઆરીના રોજ તેઓ રિક્ષામાં આ કચેરી ખાતે કામ કરવા માટે આવ્યા હતા. ત્યાં કામ શરૂ કર્યું બપોરે ચા નાસ્તો કરવા આ મ્યુનિ. કચેરીમાંથી તેઓ બહાર નીકળ્યાં હતા. ત્યારે જ બે લોકો ત્યાં એક્ટિવા પર આવ્યા હતા.
આ બે લોકોએ તેઓની પાસે આવી ને કહ્યું કે, અમે બાજુની પોલીસ ચોકીમાંથી આવીએ છીએ, અમારું પર્સ અહીં પડી ગયું છે તમે જોયું? ધર્મેન્દ્ર ભાઈ અને તેમના ભત્રીજાએ આ બાબતે મનાઈ કરતા બે શખસોએ ધર્મેન્દ્ર ભાઈના ભત્રીજાનું પર્સ જોવા માંગ્યું હતું. જેથી તેણે પર્સ બતાવવાની ના પાડતા બે લોકોએ છરી બતાવી પર્સ લૂંટી લીધું હતું. પર્સમાં રાખેલા 18, 500 રૂ. લઈ બને શખ્સો ફરાર થઇ ગયા હતા.
જે મામલે હવે ધર્મેન્દ્ર ભાઈએ પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી નકલી પોલીસ બની લૂંટ ચલાવનારની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા કિસ્સા સામે આવ્યા હતા. જે કોઈ આરોપીઓના સાગરીત દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો છે કે કેમ તે વિગતો આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ આસપાસના સીસીટીવી તપાસી આરોપીઓ સુધી પહોંચવા પોલીસે પ્રયત્નો શરૂ કર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર