અમદાવાદ: શહેરમાં નકલી પોલીસનો (Fake Police) રાફડો ફાટ્યો હોય તેવી સ્થીતી સર્જાઈ છે. હાલમાં જ એલીસબ્રિજ, નરોડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે પોલીસ બનીને પૈસા પડાવતા ઈસમની ધરપકડ (arrested) કરી જેલ હવાલે કર્યા છે. તેવામાં કારંજ (karnj) વિસ્તારમાં પોલીસના સ્વાંગમાં આવેલા બે શખ્સોએ યુવકને રોકી તેનુ અપહરણ (Kidnapping) કરી લૂંટને અંજામ આપ્યો હતો. જોકે યુવકની ચપળતાના કારણે આરોપીઓ પોતાના મનસૂબામાં સફળ થઈ ન શકતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
કારંજ પોલીસની ગીરફ્તમાં દેખાતા આ શખ્સનું નામ છે શાહરૂખ શેખ. પકડાયેલો આરોપી વટવા વિસ્તારનો રહેવાસી છે. આરોપીઓ પોતાનાં મિત્ર અનીસ ટાંકી સાથે મળીને યુવકને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી લૂંટ ચલાવી હતી. ફરિયાદી રિઝવાન શેખ ઢાલગરવાડ વિસ્તારમાં પોતાની મિત્રની દુકાને રાતના સમયે જઈ રહ્યો હતો.
ત્યારે બાઈક પર આવેલા આરોપીઓએ ફરિયાદીને પોતે પોલીસ છિએ તેમ જણાવી રાતનાં ક્યાં ફરે છે તેવુ કહીને પોલીસ સ્ટેશન લઈ જવાના બહાને બાઈક પર બેસાડી અપહરણ કરીને દાણીલીમડા લઈ ગયા હતા. જ્યાં રિઝવાન શેખને લાફા મારી મોબાઈલ અને ખિસ્સામાં રહેલા 50 રૂપિયા લૂંટી લીધા હતા.
આરોપીએ યુવકનાં ફોનમાં તપાસમાં તેમાં ઓનલાઈન ખાતામાં 11 હજાર રૂપિયા જોઈ નજીકની મોબાઈલ રિચાર્જની દુકાને લઈ જઈ પૈસા ઓનલાઈન દુકાનદારનાં ખાતામાં જમા કરાવી 5 હજાર રોકડ રકમ પડાવી લીધી હતી. જે બાદ આરોપીઓએ યુવકને બાઈક પર બેસાડી મોબાઈલ પરત જોઈતો હોય તો 10 હજાર રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી.
જે સમયે ભોગ બનનાર રિઝવાન શેખે ચપળતા વાપરી આરોપીઓને પોતાનાં ઘરે પૈસા છે તેમ જણાવી ઘરે લઈ જવાનું કહીને પટવા શેરી પાસે લઈ આવ્યો હતો..જે બાદ યુવકે પોતાનાં શેઠને સમગ્ર ધટના અંગે જાણ કરતા તેઓએ કારંજ પોલીસને જાણ કરી હતી અને પોલીસે ત્વરીત ધટના સ્થળે જઈને બાઈક સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.
કારંજ પોલીસે આરોપીની પુછપરછ કરતા શાહરુખએ અનીસ ટાંક નામનાં મિત્ર સાથે મળીને નકલી પોલીસ બનીને લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું કબૂલ્યું હતું.. આરોપીઓ નશાની ટેવ ધરાવતા હોવાથી આ પ્રકારનું ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.
ત્યારે કારંજ પોલીસે આ ગુનામાં સામેલ અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.. સાથે જ પકડાયેલા આરોપીએ આ રીતે પોલીસની ઓળખ આપી અન્ય કોઈ પાસેથી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર