'તમે અહીં શું કરો છો,' નકલી પોલીસ યુવક-યુવતીને પોલીસ સ્ટેશન લઈ ગઈ

News18 Gujarati
Updated: September 25, 2019, 12:54 PM IST
'તમે અહીં શું કરો છો,' નકલી પોલીસ યુવક-યુવતીને પોલીસ સ્ટેશન લઈ ગઈ
પ્રતિકાત્મક તસવીર

રસ્તા પર ઉભેલા યુવક-યુવતીના ફોટા પાડી લઈને નકલી પોલીસે રૂ. 7 હજારની માંગણી કરી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરમાં ફરી એક વખત નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. નરોડાના દાસ્તાન સર્કલ પાસે જાહેરમાં યુવક-યુવતી ઉભા હતા, તે દરમિયાન તેમની પાસેથી રૂપિયા પડાવવા નકલી પોલીસ બની ઉભેલા બે શખ્સોએ રૂપિયા 7 હજારની માંગણી કરી હતી. આ બનાવ અંગેની વાત યુવકે પોતાના પિતાને કરતા નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દીપક પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, યુવક અને યુવતી નરોડા-કઠવાડા રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસે ઉભા રહીને વાતચીત કરતા હતા. તે દરમિયાન બે વ્યક્તિઓ બાઈક પર આવ્યા હતા. તેઓએ ‘તમે અહીંયા શું કરો છો, હું પોલીસમાં છું’ કહીને પોલીસ તરીકેની ઓળખ આપીને બંનેને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ રૂપિયા પડાવવાના ઈરાદે બંનેના મોબાઈલમાં ફોટા પાડી 'તમે ડ્રગ્સ લો છો' કહીને પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી પણ આપી હતી. પરંતુ યુવક ડર્યા વગર આરોપીની પાછળ બેસી પોલીસ સ્ટેશન પહોંચતા નકલી પોલીસે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું.આરોપીએ યુવકને નિકોલ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં લઈ જઈને ઊભો રાખીને ‘સાહેબને મળીને આવું છું’ કહીને સાત હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે, યુવક પાસે રૂપિયા ન હોવાથી આ બંને નકલી પોલીસે 3500 રૂપિયા લેવા પણ તૈયારી બતાવી હતી. પૈસા ન હોવાથી યુવક પોતાના ઘરે રૂપિયા લેવા ગયો હતો. તેણે આ અંગેની વાત પોતાના પિતાને કરી હતી. આ મામલે યુવકના પિતાએ સાથ આપતા દીપ પટેલ અને દિવ્યરાજ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : ચિન્મયાનંદ પર દુષ્કર્મનો આરોપ લગાવનારી યુવતીની ધરપકડ, બ્લેકમેલિંગનો આરોપ
First published: September 25, 2019, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading