અમદાવાદ : નકલી ડૉકટર સાથે મળી કોવિડ દર્દીની સારવાર કરી મોત આપનાર મહિલા નર્સ રીના ઝડપાઇ

અમદાવાદ : નકલી ડૉકટર સાથે મળી કોવિડ દર્દીની સારવાર કરી મોત આપનાર મહિલા નર્સ રીના ઝડપાઇ
અમદાવાદ : નકલી ડૉકટર સાથે મળી કોવિડ દર્દીની સારવાર કરી મોત આપનાર મહિલા નર્સ રીના ઝડપાઇ

નકલી ડોક્ટરની ટોળકીએ 15 દિવસ સુધી કોવિડની સારવાર કરવાના બહાને રૂપિયા 1.50 લાખ પડાવ્યા, દર્દીનું થયું મોત

  • Share this:
અમદાવાદ : અમરાઇવાડીમાં કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે લાખો રૂપિયા ખંખેરતી નકલી ડોક્ટરની ટોળકીની મહિલા નર્સની પોલીસે ધરપકડ કરી છે. નકલી ડોક્ટર અને નર્સની ત્રિપુટીની લાલચમાં એક પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યો છે. આ નકલી ડોકટરના તાર વટવાની કોવિડ હોસ્પિટલ સુધી પહોંચ્યા છે.

અમરાઇવાડીમાં કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે પૈસા ખંખેરનાર મહિલા નર્સની પોલીસે ધરપકડ કરી છે. ઇસનપુરમાં રહેતી રિના કચ્છી, નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખે નકલી ડોકટર બનીને 1.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. અમરાઈવાડીમાં રહેતા વિશાલભાઈને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી પાડોશીની મદદથી તેમને ઘરે સારવાર માટે આ ઠગ નકલી ડોક્ટરની ટોળકીનો સંપર્ક કર્યો હતો. 15 દિવસ સુધી કોવિડની સારવાર કરવાના બહાને રૂ 1.50 લાખ પડાવ્યા હતા. પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહીં આવતા વિશાલભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. નકલી ડોક્ટરના કારણે વિશાલભાઈને કોવિડની સારવાર નહીં મળતા તેમનો જીવ ગયો છે. જેથી પોલીસે આ ત્રણેય ઠગ ત્રિપુટીની ધરપકડ કરી છે.



આ પણ વાંચો - ગજબ : જે કોરોના દર્દીને ગુજરાતના નકલી રેમડેસિવીર ઇન્જેક્શન લાગ્યા, તેમાંથી 90% સ્વસ્થ થયા

નકલી ડૉક્ટરોનો ભાંડો ફૂટ્યા બાદ પૂછપરછ કરતા મહિલા નર્સ રિના કચ્છી વટવામાં આવેલી સ્પર્સ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. જ્યારે નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખ આ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના ઈલાજનો અનુભવ હોવાથી આ ત્રિપુટીએ ઘરે સારવાર આપવાના નામે છેતરપિંડી કરવાનું શરૂ કર્યું હતું. મૃતકના પાડોસીને પણ આ ટોળકીએ સારવાર આપી હતી. કોઈ ડોકટર ના કહેવાથી ટોળકી ત્યાં સારવાર આપી રહી હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસ સ્પર્સ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી છે.

કોવિડના નકલી ડોકટર ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી છે. આ નકલી ડોકટરની સાથે અસલી ડોકટરની સંડોવણીની શંકા પોલીસે વ્યકત કરી છે. ત્યારે પોલીસે આ ટોળકી સાથે અન્ય કોણ સંડોવાયેલા છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:May 15, 2021, 16:05 pm

ટૉપ ન્યૂઝ