સાવધાન! અ'વાદમાંથી 5 વર્ષમાં અધધધ... 5.84 કરોડની નકલી નોટો ઝડપાઈ

News18 Gujarati
Updated: October 9, 2019, 9:10 PM IST
સાવધાન! અ'વાદમાંથી 5 વર્ષમાં અધધધ... 5.84 કરોડની નકલી નોટો ઝડપાઈ
પ્રતિકાત્મક તસવીર

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો ખરીદી કરવા માર્કેટમાં જતા હોય છે, ત્યારે કેટલાક લોકો આવી ભીડનો ફાયદો ઉઠાવી માર્કેટમાં ડુપ્લીકેટ નોટો ફરતી કરી નાખે છે

  • Share this:
નવીન ઝા, અમદાવાદ: દેશના અર્થતંત્રને બરબાદ કરવા પાકિસ્તાન ભારતમાં નકલી નોટોનો કારોબાર ચલાવે છે અને દેશની એજન્સીઓ તેનો પર્દાફાશ કરે છે. પાકિસ્તાન બાંગ્લાદેશ બોર્ડર પરથી દેશમાં નકલી નોટો મોકલી દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવા પ્રયત્નો કરે છે.

આ વાત એટલા માટે જરુરી છે, કારણ કે માત્ર અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષમાં કરોડો રુપિયાની ડુપ્લીકેટ નોટો પોલીસે કબ્જે કરી છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ભીડનો ફાયદો ઉઠાવી કેટલાક લોકો ડુપ્લીકેટ નોટો માર્કેટમાં ફરતી કરી નાખે છે જેથી એસઓજીએ અલગ-અલગ ટીમો બનાવી આવા લોકોને પકડવા કાર્યવાહી શરુ કરી છે.

દિવાળી નજીક હોવાથી સુરક્ષા તંત્ર સતર્ક

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો ખરીદી કરવા માર્કેટમાં જતા હોય છે, ત્યારે કેટલાક લોકો આવી ભીડનો ફાયદો ઉઠાવી માર્કેટમાં ડુપ્લીકેટ નોટો ફરતી કરી નાખે છે અને દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડવા પ્રયત્નો કરતા હોય છે. આવા લોકોને પકડવા પોલીસે પણ કાર્યવાહી શરુ કરી છે અને એસઓજીએ આવા લોકોને શોધવા શહેરના અલગ-અલગ જગ્યાએ ટીમો બનાવી કાર્યવાહી શરુ કરી છે.

નકલી નોટના 43થી વધુ ગુના દાખલ
નોંધનીય વાત તો એ છે કે, ડુપ્લીકેટ નોટની વાત કરીએ તો છેલ્લા પાંચ-છ વર્ષના આંકડાઓ પણ ચોંકાવનારા છે. એસઓજી અને અન્ય પોલીસ સ્ટેશનમાં કુલ 43થી વધુ ગુનાઓ દાખલ થયા છે. એસઓજીના ડીસીપી હર્ષદ પટેલનું કહેવુ છે કે, 2014થી અત્યાર સુધી 5.84 કરોડની ડુપ્લીકેટ નોટો પોલીસે કબ્જે કરી છે.કયા વર્ષમાં કેટલી નકલી નોટ ઝડપાઈ
આંકડાની વાત કરીએ તો, વર્ષ 2014માં 81 લાખ 27 હજાર, વર્ષ 2015માં શહેરમાંથી 1 કરોડ 36 લાખ 64 હજારની નકલી નોટો કબ્જે કરવામાં આવી, વર્ષ 2016માં 1 કરોડ 44 લાખ 8 હજાર, વર્ષ 2017માં 1 કરોડ 68 લાખ 18 હજાર, વર્ષ 2018માં 28 લાખ 25 હજારની નકલી નોટો કબ્જે કરવામાં આવી હતી ત્યારે વર્ષ 2019માં એટલે કે ચાલુ વર્ષમાં 26 લાખ 15 હજારની ડુપ્લીકેટ નોટો સપ્ટેમ્બર સુધી કબ્જે કરવામાં આવી છે.
First published: October 9, 2019
વધુ વાંચો
अगली ख़बर