અમદાવાદ : પોલીસ કોન્સ્ટેબલનું જ કોઇએ ફૅક Instagram આઇડી બનાવ્યું, ફરિયાદ નોંધાવાઇ


Updated: December 25, 2019, 8:34 AM IST
અમદાવાદ : પોલીસ કોન્સ્ટેબલનું જ કોઇએ ફૅક Instagram આઇડી બનાવ્યું, ફરિયાદ નોંધાવાઇ
પ્રતિકાત્મક તસવીર

પોલીસ કોન્સ્ટેબલના નામે ફૅક આઈડી બનાવી કોઈએ કોન્સ્ટેબલના પરિચિતો સાથે વાતચીત શરૂ કરી હતી.

  • Share this:
અમદાવાદઃ શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલનું ફૅક ઇન્સ્ટાગ્રામ આઇડી બન્યું હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઇ છે. પોલીસ કોન્સ્ટેબલની બહેનને આ અંગેની જાણ થતાં કોન્સ્ટેબલ સુધી વાત પહોંચી હતી. કોન્સ્ટેબલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જેટલા ફોલોઅર્સ હતા તે લોકોને સંદેશ પણ મોકલાયા હોવાનું સામે આવ્યું છે.

શહેરના હાટકેશ્વર રોડ પર રહેતા અલ્પેશભાઇ દેસાઇ છ વર્ષથી આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ ઇન્સ્ટાગ્રામમાં alpesh_rayka નામનું એકાઉન્ટ ધરાવે છે. સપ્ટેમ્બર માસમાં અલ્પેશભાઇના કોઇ બહેનનો ફોન અને મેસેજ આવ્યો હતો. તેમણે અલ્પેશભાઇને પૂછ્યું કે તમે ઇન્સ્ટાગ્રામમાં કોઇ નવું એકાઉન્ટ બનાવ્યું છે કે કેમ? આ બાબતે અલ્પેશભાઇએ ના પાડી હતી. આથી ભાવિકાબહેને કહ્યું હતું કે, કે કોઇ અજાણી વ્યક્તિ અલ્પેશભાઇ નામથી તેમની સાથે વાત કરી રહી છે.

આ પણ વાંચો : સુરત : ફેસબુક પર ડમી એકાઉન્ટ બનાવી યુવતીને કોલગર્લ બતાવી

desai_7817 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થયેલી વાતચીતનો સ્ક્રિનશોટ પણ ભાવિકાબેન અલ્પેશભાઇને મોકલી આપતા તેમણે પોતાના ઓરીજીનલ આઇડી પર આ ફોટો મૂકી કોઈએ પોતાના નામનું ખોટું આઇડી બનાવ્યું હોવાની માહિતી આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે આ નામે એકાઉન્ટ ધરાવનાર વ્યક્તિ સાથે કોઈએ વાત કરવી નહીં. બાદમાં અજાણી વ્યક્તિ વધારે દૂરૂપયોગ કરે તે પહેલા જ અલ્પેશભાઇએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમે આ બાબતે તપાસ હાથ ધરી આરોપી સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.
First published: December 25, 2019
વધુ વાંચો
अगली ख़बर